Site icon News Gujarat

Bank Holiday: આજથી સતત પાંચ દિવસ બેંકો રહેશે બંધ, ઓનલાઈન પતાવવા પડશે કામ

ઓગસ્ટ અને શ્રાવણ મહિનો બન્ને ભેગા ચાલી રહ્યા છે અને આ મહિને રજાઓની પણ ભરમાર છે. તમને જણાવી દઈએ કે, ઓગસ્ટમાં બેંકોમાં 15 દિવસની આસપાસ રજાઓ આવી છે. જો તાજેતરની વાત કરીએ તો આજથી બેંકો સતત 5 દિવસ સુધી બંધ છે. જેથી જો તમારી બેંક સાથે સંબંધિત કોઈ મહત્વનું કામ હોય, તો તમારે આ લિસ્ટ જાણવુ જરૂર છે. કારણ કે 19 ઓગસ્ટ પછી ફરી બેંકમાં લાંબી રજા હશે. ચાલો બેંકની રજાઓની યાદી તપાસીએ.

ઓગસ્ટમાં કેટલી રજાઓ?

image soucre

ઓગસ્ટ મહિનો બેંક રજા સાથે શરૂ થયો છે. ઓગસ્ટમાં, રવિવારની રજાઓ 1 ઓગસ્ટ અને 8 ઓગસ્ટ, પછી 15 ઓગસ્ટની રજા હાલમાં જતી રહી છે. હવે 22 ઓગસ્ટ અને 29 ઓગસ્ટ રજા આવશે. આ પછ આ મહિનામાં, રવિવારે 5 રજાઓ અને શનિવારે 2 રજાઓ સહિત, 7 રજાઓ માત્ર રવિવાર અને શનિવારે આવી છે.

ઓગસ્ટમાં બેંકો ક્યાં બંધ રહેશે?

image soucre

બેંગલુરુ, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમમાં 20 ઓગસ્ટના રોજ ઓણમના કારણે બેંકો બંધ રહેશે. કોચિ અને તિરુવનંતપુરમમાં 21 ઓગસ્ટે થિરુવોણમ પ્રસંગે અને 23 ઓગસ્ટના રોજ શ્રી નારાયણ ગુરુ જયંતિ પ્રસંગે બેંક રજા રહેશે. 30 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે બેંકો કામ કરશે નહીં. આ દિવસે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે. હૈદરાબાદમાં કૃષ્ણ જન્માષ્ટમી 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. મોહરમના કારણે 19 ઓગસ્ટના રોજ બેંકોમાં કામ થશે નહીં. આ દિવસે અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે.

image soucre

ઓગસ્ટ 2021માં બેંક રજાઓની યાદી

Exit mobile version