Site icon News Gujarat

આજથી દરેક ફોર-વ્હીલર વાહનમાં ફાસ્ટેગ લગાવવું જરૂરી, જાણો ક્યાંથી ખરીદશો અને કેટલી હશે વેલિડિટી….

સોમવારથી એટલે કે 15 ફેબ્રુઆરી 2021એ રાત્રે 12 કલાકથી બધા ટોલ પ્લાઝ પર કેશ કલેકશન બંધ કરી માત્ર ફાસ્ટેગ પેમેન્ટને ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે જો હજુ પણ તમે તમારા વાહન પર ફાસ્ટેગ કરાવ્યું નથી તો કરાવી લો નહીં તો તમારે ટોલ પ્લાઝા પર બમણો ટેક્સ ભરવો પડશે. ફાસ્ટેગ ફરજિયાત નિયમ અગાઉ 1 જાન્યુઆપી 2021થી અમલમાં આવનાર હતો પરંતુ સરકારે તેમાં થોડી છૂટ આપી તેની મર્યા 15 ફેબ્રુઆરી કરી હતી. પરંતુ હવે સરકાર આ મુદત લંબાવવાના મૂડમાં નથી.

image source

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે કે આજે રાત્રે 12 કલાકથી કેશ કલેશન બંધ કરવામાં આવે. સાથે જ ફાસ્ટેગને રિચાર્જ કરવામાં આવતી સમસ્યાઓને દૂર કરી દીધી છે. હવે જો કોઈ વાહનના ફાસ્ટેગ એકાઉન્ટને રિચાર્જ કરવામાં આવેલું નહીં હોય તો ટોલ પ્લાઝા પર તેને રિચાર્જ કરાવી શકાશે. એનએચએઆઈ ત્રણ મિનિટમાં રિચાર્જ કરી શકાય તેવી તૈયારી કરી રહ્યું છે.

ફાસ્ટેગ શું છે અને કેવી રીતે કરે છે કામ ?

image source

ફાસ્ટાગ એ ટોલ સંગ્રહ કરવાની ઝડપી ટેકનીક છે. તે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશનનો ઉપયોગ કરે છે. ફાસ્ટેગએ રિચાર્જ કરેલું પ્રિપેડ ટેગ છે જે તમારા વાહનની વિન્ડશિલ્ડ પર લગાવવાનું હોય છે પડશે. જ્યારે તમારું વાહન ટોલ પ્લાઝા પરના સેન્સર નજીક આવે છે ત્યારે તમારા વાહનની વિન્ડસ્ક્રીન પરના ફાસ્ટેગને સેન્સર શોધી કાઢે છે અને તમારા અકાઉન્ટમાંથી ટોલ ટેક્સ કાપવામાં આવે છે. આ રીતે તમે ટોલ પ્લાઝા પર લાંબી લાઈનમાં ઊભા રહ્યા વિના ટેક્સ ચુકવી રવાના થઈ શકો છો.

ક્યાંથી લેવું ફાસ્ટેગ

image source

તમારી પાસે ફાસ્ટેગ ખરીદવાના ઘણા વિકલ્પો છે. તમે તેને પેટીએમ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઇ કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકો છો. એટલું જ નહીં તમે તેને બેંકમાંથી પણ ખરીદી શકો છો. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, એક્સિસ સહિતની બેંકોમાંથી પણ તમે ફાસ્ટેગ લઈ શકો છે.

કેટલો થશે ખર્ચ ?

ફાસ્ટેગ ખરીદવાની કિંમત બે વસ્તુ પર આધારિત છે. સૌ પ્રથમ તમે જે વાહન માટે તે ખરીદી રહ્યા છો તે કાર, જીપ, વેન જેવું વાહન છે કે પછી બસ, ટ્રક કે અન્ય વ્યવસાયિક વાહન અથવા તો બાંધકામ મશીન છે. બીજું એ કે તમે જે જગ્યાએથી ફાસ્ટેગ ખરીદો છો તેના પર ખર્ચનો આધાર છે. કારણ કે અલગ અલગ પ્લેટફોર્મ અલગ અલગ ફી વસુલ કરે છે.

ફાસ્ટેગની માન્યતા કેટલી ?

ફાસ્ટેગ આપ્યા બાદ તેની તારીખ તેના પછીના 5 વર્ષ સુધીની હોય છે. તમારા રિચાર્જની કોઈ માન્યતા નથી. એટલે કે જો તમે રિચાર્જ લાંબા સમય માટે કરાવ્યું છે અને નેશનલ હાઈવે પર યાત્રા નથી કરી તો પણ રિચાર્જ ફાસ્ટેગની માન્યતા રહેશે જ.

દેશભરમાં 2.54 કરોડથી વધુ ફાસ્ટેગ યૂઝર છે. એક આંકડા અનુસાર હાઈવે પર ફાસ્ટેગથી કુલ ટોલ કલેકશનના 80 ટકા કલેકશન ફાસ્ટેગથી થાય છે. તેવામાં આજથી ફાસ્ટેગ અનિવાર્ય થતાં લક્ષ્ય 100 ટકા ટેક્સ કલેકશન ફાસ્ટેગથી થાય તેવું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version