ગુજરાતમાં કોરોના કેસો ઘટતા અપાઈ આ છૂટ, આજથી નવા નિયમોની અમલવારી, જાણો શું રહેશે ખુલ્લું અને ક્યારે થશે બંધ

ગુજરાતમાં કોરોના ઘટતાં અપાઈ છૂટ : શું રહેશે ખુલ્લું અને ક્યારે થશે બંધ?

ગુજરાત સરકારે રાજ્યનાં 36 શહેરોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ વેપારી પ્રવૃત્તિઓ માટેની સમયમર્યાદા આંશિક રાહત આપવાનો નિર્ણય લીધો છે. માહિતીવિભાગ દ્વારા મળેલી જાણકારી અનુસાર રાજ્ય સરકારે આગામી ચાર જૂનથી સવારના નવ વાગ્યાથી માંડીને સાંજના છ વાગ્યા સુધી અમુક વેપારી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે.

image source

નોંધનીય છે કે અગાઉ રાજ્યમાં સવારના નવ વાગ્યાથી માંડીને સાંજના ત્રણ વાગ્યા સુધી વ્યવસાયિક પ્રવૃત્તિઓને મંજૂરી અપાઈ હતી.તેમજ રાજ્યનાં 36 શહેરોમાં રાત્રિના નવ વાગ્યાથી છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુની જોગવાઈ યથાવત્ રાખી છે.નવી જાહેરાત પ્રમાણે નવી છૂટછાટો 11 જૂન સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે.

નોંધનીય છે કે રાજ્યમાં પાછલા અમુક દિવસોથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતાં આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી વેગવાન બનાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. કોરોના કહેર વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે રાજ્યમાં કોરોના કેસ ઘટતા આજની નવા નિયમો લાગુ થશે આ નિયમોમાં દુકાનો, વેપાર-ધંધા ચલાવવા માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

image source

કોરોના કહેર વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઘટના જતા કોરોના કેસને પગલે આજની નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. કોરોના કેસ વધતા રાજ્યમા આકરી નિયમોની અમલવારી વચ્ચે આંશિક રાહત મળવા જઈ રહી છે. આ નિયમોમાં દુકાનો, વેપાર-ધંધા ચલાવવા માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

image source

રાજ્યમાં આજથી નવા નિયમો લાગુ થશે

રાજ્યમાં આશિંક રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યું હતું પરતું હવે કોરોના કેસ ઘટી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે થોડી છુટછાટ આપવા જઈ રહી છે. જેને પગલે હેર સલૂન, બ્યુટી પાર્લર હવે સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જ્યારે રેસ્ટોરન્ટ હોમ ડિલીવરીની સમય મર્યાદા રાત્રે 10 વાગ્યા સુધી વધારવામાં આવી છે.જ્યારે ટેક અવે ને રાતના 9 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે.

image source

સાંજે 6 વાગ્યા સુધી દુકાન ચલાવવા માટે અપાઇ મંજૂરી

રાજ્યમાં કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે પરતું રાજ્યમાં હજુ પણ ઘણા કેસ એક્ટિવ છે. અને કોરોનાની ત્રીજી લહેરની સંભાવના સેવાઈ રહી છે પરતું હાલ કોરોનાના ઘટતા કેસને પગલે રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. જ્યારે રાજ્ય સરકાર આગામી 11 જૂને સ્થિતિની સમીક્ષા કરશે અને રિવ્યું બેઠક બાદ આગળનો નિર્ણય કરશે તેવું મનાઈ રહ્યું છે.

image source

36 શહેરોમાં વેપારીઓને સરકારે આપી રાહત

હાલ સરકારે 36 શહેરમાં વેપારીઓને રાહત આપી છે. અગાઉ કોરોના કેસ વધતા આ શહેરોમાં આશિંક રીતે કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ વધારવાનો નિર્ણય કર્યો હતો પણ હવે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળતા કેસના આંકડાઓ ઓછા આવી રહ્યા છે જેને પગલે રાજ્ય સરકારે આ શહેરો માટે નિયમોમાં થોડી છુટછાટ આપી છે. રાજ્યમાં નિયમોની આકરી અમલવારી વચ્ચે આંશિક રાહત મળશે તેવું જોવાઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!