Site icon News Gujarat

અજય દેવગનથી લઇને આ સ્ટાર્સ આજે પોતાની આ વાતથી એટલા પસ્તાય છે કે ના પૂછો વાત, પોતે ખૂદ જ આ વાતનો ખુલાસો કરીને કહ્યું કે…

બોલિવુડના કલાકરો ક્યારેક ફિલ્મો પસંદ કરવામાં ભૂલ કરી બેસે છે. જે એમને ફિલ્મના રિલીઝ થયા પછી ખબર પડે છે. આજે અમે તમને કેટલીક ફિલ્મોના નામ જણાવીશું જેને કર્યા પછી એ બોલિવુડના કલાકારોને થઈ રહ્યો છે પારાવાર પસ્તાવો.

1.શાહિદ કપૂર – ફિલ્મ શાનદાર.

image source

શાહિદ કપૂરની આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર શાહિદે શાનદાર ફિલ્મ વિશે કહ્યું હતું કે જો બની શકે તો શાનદાર ફિલ્મને એ પોતાના ફિલ્મી કરિયરમાંથી કાઢી નાખે.

2. ગોવિંદા- ફિલ્મ કિલ દિલ.

image source

ડાન્સ અને કૉમેડીના માસ્ટર ગોવિંદાએ 4 વર્ષના બ્રેક પછી કિલ દિલ ફિલ્મથી કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં એ વિલનના રોલમાં દેખાયા હતા. ફિલ્મને લઈને ગોવિંદનું કહેવું હતું કે એ નેગેટિવ પાત્ર નિભાવવામાં કમ્ફર્ટેબલ નહોતા. પણ જે રીતના રોલ એ ઈચ્છતા હતા એ એમને મળી નહોતા રહ્યા.

3. અભય દેઓલ- ફિલ્મ આયશા.

image source

વર્ષ 2012માં આવેલી ફિલ્મ આયશામાં અભય દેઓલની સાથે સોનમ કપૂર દેખાઈ હતી. આ ફિલ્મ જેન ઓસ્ટીનના ઉપન્યાસ Emma પર બેઝડ હતી. એક રિપોર્ટ અનુસાર અભય દેઓલ આ ફિલ્મ વિશે કહ્યું હતું કે “આ ફિલ્મને ઉપન્યાસ Emma સાથે કઈ જ લેવાદેવા નહોતા. ફિલ્મના શૂટિંગ સમયે મને અહેસાસ થયો કે ફિલ્મ એક્ટિંગથી વધારે કપડાઓ વિશે છે. મને ઘણા એવા રિવ્યુ પણ વાંચ્યા જ્યાં કપડાના વખાણ કરવામાં આવ્યા હતા. હું હવેથી આવી ફિલ્મનો ભાગ નહિ બનું. હું આ પ્રકારની ફિલ્મો નથી કરવા માંગતો”

4. અજય દેવગન – ફિલ્મ રાસકલ્સ અને હિંમતવાલા

image source

બોલિવુડના ટોપ એકટર અજય દેવગને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમને 80%વખતે શૂટિંગ સમયે જ ખબર પડી જાય છે કે ફિલ્મ ચાલશે કે નહીં. એક્ટરે કહ્યું હતું કે “મેં એ ફિલ્મોને ટ્રાયલ ટાઈમે પણ નહોતી જોઈ. હિંમતવાલા અને રાસકલ્સ તો મેં આજ સુધી નથી જોઈ”

5.કેટરીના કેફ -ફિલ્મ બૂમ

image source

વર્ષ 2004માં આવેલી કેટરીનાની ડેબ્યુ ફિલ્મ બૂમમાં અમિતાભ બચ્ચન અને ગુલશન ગ્રોવર જેવા સ્ટાર્સ પણ હતા. આ ફિલ્મમાં કેટરીનાએ ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. જેને કરવામાં એ સહજ નહોતી.

6. સૈફ અલી ખાન -ફિલ્મ હમશકલસ.

image source

હમશકલ્સ ફિલ્મને લઈને સૈફનું કહેવું હતું કે “હમશકલ્સ ફિલ્મ કરવી એ એક મોટી ભૂલ હતી. ફિલ્મની કોઈ સ્ક્રીપટ જ નહોતી, એ બસ સાજીદના દિમાગમાં હતી. મેં એ કર્યું જે સાજીદે મને કરવાનું કહ્યું. મેં જ્યારે ફિલ્મ જોઈ તો મને પોતાની જાતને સવાલ કર્યું કે આ હું શું કરી રહ્યો છું?”

7 પ્રિયંકા ચોપરા.- ફિલ્મ જંજીર

image source

આ ફિલ્મ વર્ષ 1973માં આવેલી અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ જંજીરની રિમેક હતી. આ ફિલ્મને લઈને પ્રિયંકા ચોપરાનું કહેવું હતું કે” આપણે બધા ક્યારેક ને ક્યારેલ ભૂલ કરીએ છીએ”

8. ઇમરાન હાસમી- ફિલ્મ ગુડ બોય બેડ બોય.

પોટામી આ ફિલ્મ વિશે વાત કરતા ઇમરાન હાસમીએ કહ્યું હતું કે “અમુક ફિલ્મો કિચન ચલાવવા માટે પણ કરવી પડે છે” જો કે આગળ ઇમરાને કહ્યું હતું કે “ગુડ બોય બેડ બોય તો એવી ફિલ્મ હતી કે કિચન જ બંધ થઈ જાય”

9. ટ્વીનકલ ખન્ના- ફિલ્મ મેલા.

ટ્વિનકલે પોતાની આ ફિલ્મનો ફોટો શેર કરીને મજકિયા અંદાજમાં લખ્યું હતું કે “મારું માનવું છે કે અમુક વસ્તુ સમયની સીમાથી ઉપર હોય છે. એ હવે મારી સમજમા આવ્યું અને એ સિવાય હું શું કહી શકું કે મેલાએ નિશ્ચિત રૂપથી મારા પર એક નિશાન કે ડાઘ છોડ્યો છે.

10. અમિતાભ બચ્ચન – ફિલ્મ આગ..

પોતાની આ ફિલ્મ વિશે વાત કરતા અમિતાભે કહ્યું હતું કે “કદાચ એ સાચો નિર્ણય નહોતો. અને આને હું સ્વીકારું છું”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version