જાણો કેમ આ લોકોના ઘરે ક્યારે પણ ના કરવુ જોઇએ ભોજન..

આમના ઘરે ભોજન કરવું માનવામાં આવે છે અશુભ, ક્યારેય ન કરશો આવી ભૂલ. તો ચાલો જાણી લઈએ કે કયા લોકોના ઘરે ભોજન ન કરવું જોઈએ.

હિન્દૂ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. આ પુરાણની રચના વેદવ્યાસ દ્વારા કરવામાં આવી છે. આ પુરાણના અધ્યયનથી તમે માનવરૂપી જીવનમાં ઘણી બધી ઉપયોગી વાતોનું જ્ઞાન મેળવી શકો છો. ગરુડ પુરાણ અનુસાર, અમુક લોકોને ત્યાં ભૂલથી પણ ભોજન ન કરવું જોઈએ. જેમ એક કહેવત છે -જેવું ખાસો અન્ન, એવું બનશે મન. એટલે કે માણસ જે પ્રકારનું અન્ન ખાય છે, એનું મન પણ એવુ જ બની જાય છે. તો ચાલો જાણીએ ગરુડ પુરાણમાં ક્યાં લોકોના ઘરે ભોજન કરવાની ના પાડવામાં આવી છે.

image source

બનીએ છે પાપમાં ભાગીદાર.

ગરુડ પુરાણ અનુસાર, જો કોઈ વ્યક્તિ કોર્ટ કચેરીમાં અપરાધી સાબિત થઈ ચૂક્યો હોય તો એને ત્યાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ. આવું કરવાથી તમે એ વ્યક્તિના પાપના ભાગીદાર બનો છો. સાથે સાથે જે કારણસર એ અપરાધી સાબિત થયો છે, એની અસર આપણા જીવન પર પણ પડે છે.

image source

આ રીતનો પૈસો યોગ્ય નથી.

આજના જમાનામાં ઘણા લોકો પોતાના પૈસા બીજાને વ્યાજ પર આપતા હોય છે. પણ જે લોકો અન્યની મજબૂરીનો ફાયદો ઉઠાવી વધુ વ્યાજ લે છે, તેને ત્યાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ. ગરુડ પુરાણ અનુસાર, આવા વ્યક્તિને ત્યાં પાણી પણ ન પીવું જોઈએ. ખોટી રીતે કમાયેલું ધન હંમેશા અશુભ પરિણામ જ આપે છે.

image source

ખતમ થઈ જાય છે પુણ્યકાર્ય.

જે સ્ત્રીઓ પોતાની ઈચ્છાથી શાસ્ત્રો પ્રમાણે ખોટું કાર્ય કરે છે કે પછી ખોટા રસ્તા પર ચાલે છે, એને ત્યાં પણ ક્યારેય ભોજન ન કરવું જોઈએ. આવી સ્ત્રીઓને ત્યાં ભોજન કરવાથી મન દૂષિત થાય છે, જેનાથી તમારા પુણ્ય કાર્ય ખતમ થઈ જાય છે.

image source

બીમારીનો બની શકો છો ભોગ.

જે વ્યક્તિ મહામારી કે અન્ય ગંભીર બીમારીથી પીડિત છે તો એવી વ્યક્તિને ત્યાં પણ ક્યારેય ભોજન ન કરવું જોઈએ. આવી લાંબી બીમારીથી પીડિત વ્યક્તિ પાસે ઘણા ખતરનાક જીવાણુઓ હોય છે એટલે તમે પણ બીમારીનો ભોગ બની શકે છે.

image source

આમને હંમેશા આપો દાન.

ગરુડ પુરાણ અનુસાર, ક્યારેય કિન્નરના ઘરે ભોજન ન કરવું જોઈએ. એમને હંમેશા તમારી સવલત અનુસાર દાન કરવું જોઈએ. એમને દાન આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. કિન્નરોને ઘણા બધા લોકોને ત્યાંથી દાન મળે છે, જેમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો હોય છે એટલે એમને ત્યાં ભોજન ન લેવું જોઈએ.

image source

જીવન પર પડે છે ખોટી અસર.

માણસનો સૌથી મોટો દુશ્મન છે ક્રોધ. ક્રોધ કરનાર વ્યક્તિ માનવીય ભાવને ભૂલી જાય છે એટલે આવી વ્યક્તિને ત્યાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ, જે હંમેશા ક્રોધ કરતો હોય. આવા વ્યક્તિને ત્યાં ભોજન કરવાથી એની ખોટી અસર તમારા જીવન પર પડી શકે છે. તમે પણ સારા ખરાબની સમજણ ભૂલી શકો છો.

image source

ભૂલથી પણ આવા લોકોને ત્યાં ન જાઓ.

એવા વ્યક્તિને ત્યાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ, જે ચુગલીખોર હોય. ચુગલી કરવી પાપ છે કારણ કે એનાથી માણસને ફક્ત તકલીફ જ મળે છે. જે વ્યક્તિ બીજને તકલીફમાં નાખીને ખુશ થતો હોય, એવા વ્યક્તિ પર વિશ્વાસ પણ ન કરી શકાય.એટલે આવા લોકોને ત્યાં ભૂલથી પણ ન જવું જોઈએ.

image source

આમના પર ક્યારેય વિશ્વાસ ન કરો.

જે વ્યક્તિના દિલમાં દયાભાવ ન હોય અને જે અન્ય પ્રત્યે માનવીય ભાવ ન રાખતા હોય, એવા વ્યક્તિને ત્યાં ભોજન ક્યારેય ન કરવું જોઈએ. આવા લોકોને ત્યાં જમવાથી તમારો સ્વભાવ પણ એવો થઈ શકે છે. જે વ્યક્તિનો આવો સ્વભાવ હોય એમનો અંત ક્યારેય સારો નથી હોતો. માનવ જીવનના કલ્યાણ માટે હંમેશા વ્યક્તિમાં દયાભાવ હોવો ખૂબ જ જરૂરી છે.

image source

હમેશા આમનાથી દૂર જ રહો.

ગરુડ પુરાણ અનુસાર, નશો કરનાર વ્યક્તિ કે પછી નશીલા પદાર્થ વેચનાર વ્યક્તિને ત્યાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ. નશો હંમેશા લોકોનું ઘર બરબાદ કરી દે છે, જેનો શ્રેય આ નશીલા દ્રવ્યો વેચનારને જાય છે.આવા લોકોમાં ઘરે ભોજન કરવાથી તમે પણ એ પાપના ભાગીદાર બનો છો એટલે આવા લોકોના ઘરથી દૂર જ રહેવું જોઈએ.

હમણાં જ જાણો સૂર્યગ્રહણ ૨૦૨૦ જે ૨૧ જૂનનાં થવાનું છે તેનો સમય, મહત્વ, સ્થળ, નિયમો, તમારી રાશિ પર તેની અસર અને તેનાથી થવાના લાભ અને હાનિ –

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત