આલુ કુલચા – સાદા કુલચા તો તમે ખાતા હશો હવે બનાવો આ ટેસ્ટી આલુ કુલચા..

આપડે અવાર નવાર રેસ્ટોરન્ટ જઈએ છીએ અને એમાંય તો કુલચા ખાતા જ હોઈએ છીએ.અને જો એ ઘરે જ મળી જાય તો મજા આવી જાય. તમને પણ રેસ્ટોરન્ટ જેવા કુલચા ભાવતા જ હશે?. મને તો રેસ્ટોરન્ટ ના તો ભાવે છે. પણ એમાં હેવમોર ના કુલચા તો ફેવરિટ. એટલે આજે મે તેના જેવા કુલચા ઘરે બનાવ્યા છે.

તો તમે પણ ઘરેજ બનાવી ને જમો અને ઘરના ને પણ ખવડાવો આ સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ જેવા કુલચા…

આલુ કુલચા

સામગ્રી

  • – 1/2 કપ મેંદો અને 1/2 કપ ઘઉ
  • – 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
  • – 1/4 ટી સ્પૂન બેકિંગ પાઉડર
  • – 1 ટેબલ સ્પૂન દહીં
  • – 1/4 ટી સ્પૂન સાકર
  • – 1/4 ટી સ્પૂન મીઠું
  • – 1/2 ટી સ્પૂન તેલ

સ્ટફિંગ :

  • – 2 બાફેલા બટાકા
  • – 1/2 ટી સ્પૂન આખા ધાણા ક્રશ કરેલા
  • – 1/4 ટી સ્પૂન અનાર દાણા પાઉડર
  • – 1/4 ટી સ્પૂન અજમો
  • – 1/2 ટી સ્પૂન આદુ છીણેલું
  • – 1/2 ટી સ્પૂન લીલાં મરચા ઝીણા સમારેલા
  • – 1 ટેબલ સ્પૂન કોથમીર
  • – 1 ટેબલ સ્પૂન લીલાં કાંદા ના પાન

ગાર્નિશ:

  • – 1 ટેબલ સ્પૂન કોથમીર
  • – 1 ટેબલ સ્પૂન બટર

રીત :

1…મેંદા માં બધી સામગ્રી નાખી મિક્સ કરી લો. બે થી અઢી ટેબલ સ્પૂન પાણી નાખી નરમ લોટ બાંધી લો. તેલવાળા હાથે થી મસળી લો અને દોઢ કલાક ઢાંકી ને રાખો.

2..બટેટા ને છોલી ને છીણી લો. એમાં બધો મસાલો નાખી મિક્સ કરી લો.

3..હવે દોઢ કલક પછી મેદા ને થોડો મસળી લો. એના બે ભાગ કરી લો.

4…તવી ને ગેસ ઉપર ધીમા તાપે ગરમ કરવા મૂકો. હવે એક લુઓ લઈ થોડો વણી લો. એમાં બટેટા નું સ્ટફિંગ મૂકી ચારે તરફ થી ભેગુ કરીને બંધ કરી લો. થોડો મેંદો લગાવી વણી લો. હવે ઉપર થોડું તેલ લગાવો. હવે થોડી કોથમીર અને કલોંજી નાખી વેલણ થી થોડું વણી ને ચોંટાડી દો.

5..હવે કૂલચા ની નીચે ના ભાગ ઉપર પાણી લગાવી ગરમ તવી ઉપર મૂકો. પાણી વાળો ભાગ તવી ઉપર રાખવો. હાથે થી થોડું દબાવી દેવું.

6…હવે થોડી વાર શેક્યા બાદ તવી ને પલટાવી ને ફૂલચા ને શેકી લો. હવે તવી સીધી કરી ચીપિયા થી કુલ્ચા ને કાઢી ઉપર થી બટર લગાવી ગરમ ગરમ સર્વ કરો.

નોંધ :

– લોટ ને આથો લાવવા સોડા અને ખાંડ બનેવ કામ કરે છે …

– તમે કુલચા બનવો ત્યરે હેડલે વળી લોઢી લેવી જેથી ઉંધી કરો તો ગરમ ના લાગે હાથ પર ..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.