મની લોન્ડરિંગ કેસમાં હવે નોરા ફતેહીનું નામ આવ્યું સામે, ઇડી કરશે પૂછપરછ

ઇન્ફોરસમેન્ટ ડાયરેકટોરેટે મની લોન્ડરિંગ સાથે જોડાયેલા એક કેસમાં કાર્યવાહી કરી છે. એક્ટ્રેસ નોરા ફતેહીને પૂછપરછ માટે ઇડી ઓફિસમાં બોલાવવામાં આવી છે જ્યાં એમની પૂછપરછ ચાલી રહી છે. આ કેસમાં નોરા ફતેહીએ એમનું નિવેદન આપવાનું છે.વાત જાણે એમ છે કે આ પૂછપરછ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસ માટે ચાલી રહી છે. આ પૂછપરછ માટે એ નવી દિલ્હી પહોંચી છે.

image source

ગયા મહિને આ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝને સમન મોકલવામાં આવ્યો હતો. એ પહેલાં 200 કરોડ રૂપિયાથી વધુની મની લોન્ડરિંગના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા કેસમાં દિલ્લીમાં ચાર કલાક સુધી જેકલીન ફર્નાન્ડિઝની પૂછપરછ કરવામાં આવી હતી અને એમનું નિવેદન એક ગવાહ તરીકે નોંધવામાં આવ્યું હતું. નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડિઝ બન્ને જ આ કેસમાં પીડિત છે.

image source

આ પહેલા જેકલીન ફર્નાન્ડિઝની સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા એક કેસમાં ગવાહ તરીકે નવી દિલ્લીમાં 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હવે આ કેસમાં નોરા ફતેહીનું નામ પણ સામે આવ્યું હતું. જેના પર ઇડીએ એમનું પણ નિવેદન લેવા માટે એમને બોલાવ્યા છે. નોરા ફતેહીનું નામ આ કેસમાં આમ તો પહેલીવાર સામે આવ્યું છે.
સુકેશ ચંદ્રશેખર અને લીના પોલ જેલમાં બંધ

image source

તમને જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખરની આ વર્ષે એટલે કે 2021 માં પોલીસે ધરપકડ કરી છે. જ્યાં સુકેશ પર જેલની અંદર બેસીને 200 કરોડની વસૂલાતનું મોટું રેકેટ ચલાવવાનો આરોપ છે. સુકેશે જેલમાંથી એક જાણીતા ઉદ્યોગપતિની પત્ની પાસેથી 50 કરોડની ખંડણીની માંગણી કરી હતી. આ કેસ સમજીને જ્યારે પોલીસે જેલમાં દરોડો પાડ્યો ત્યારે સુકેશના સેલમાંથી 2 મોબાઈલ ફોન પણ મળ્યા હતા. સુકેશની પત્ની લીના પોલ પણ આ કેસમાં જેલમાં છે.

આ સિવાય જો આપણે નોરા ફતેહીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળી હતી. આ સિવાય અભિનેત્રી સતત ટીવી ડાન્સ રિયાલિટી શોમાં જોવા મળે છે.તો, તેણે તેના ગીતોથી ઘણી ધૂમ મચાવી છે.

જાણો નોરા ફતેહી કોણ છે?

image soure

નોરા ફતેહીનો જન્મ કેનેડામાં થયો હતો અને મૂળ કેનેડિયન મોડેલ અને અભિનેત્રી છે. નોરાનો ભારત સાથે પણ સંબંધ છે, હકીકતમાં નોરાની માતા ભારતીય મૂળની છે. ભારતમાં આવ્યા પછી, તેણી અહિયાંની ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈ ગઈ. હિન્દી ઉપરાંત, તેણે તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ પોતાની હાજરી નોંધાવી હતી. તેણે ‘રોર – ટાઇગર્સ ઓફ સુદરબાન’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે રિયાલિટી શો બિગ બોસ અને ઝલક દિખલા જામાં પણ ભાગ લીધો હતો.