ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓ શા માટે દાંત વચ્ચે દબાવીને રાખે છે મેડલ, 90 ટકા લોકો અજાણ છે આ વાતથી

ઓલમ્પિક રમતોત્સવ વિશે તો લગભગ બધા લોકો જાણતા જ હશે. ઓલમ્પિક રમતોત્સવમાં મોટાભાગે વિશ્વભરમાં રમવામાં આવતી ઘણી ખરી રમતોના ખેલાડીઓ એક સાથે એકઠા થઇ નિશ્ચિત સમયગાળામાં જ પોતાનું કૌવત બતાવે છે. ઓલમ્પિકનું આજકાલથી નહિ પણ ઘણા વર્ષોથી આયોજન થતું આવે છે.

image source

અને આ વખતના ઓલમ્પિક રમતોત્સવની શરૂઆત આજથી થોડા દિવસો બાદ જ જાપાનના ટોક્યો શહેરમાં થનાર છે. રમતના આ મહાકુંભ સમાન મેળામાં લગભગ બધા દેશોના ખેલાડીઓએ પોતાની રીતે તૈયારી પૂર્ણ કરી લીધી છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે ઓલમ્પિક રમતમાં વિજેતા બનીને કોઈ મેડલ મેળવનાર ખેલાડી જે તે મેડલને તેના દાંતો વચ્ચે દબાવીને ફોટોગ્રાફરને પોઝ આપતા હોય છે. જો કે તેઓની આ ક્રિયા પાછળ પણ એક કારણ જવાબદાર છે.

શા માટે ખેલાડીઓ દાંત વચ્ચે દબાવી રાખે છે મેડલ

image source

મેડલ જીતનાર ખેલાડી પોતાના દાંત વચ્ચે જીતેલુ મેડલ દબાવીને ફોટોગ્રાફરોને પોઝ આપે છે તેના પાછળ એક ખાસ કારણ છે CNN ના અહેવાલ મુજબ ખેલાડીઓ આમ એટલા માટે કરે છે કારણ કે સોનુ અન્ય ધાતુની સરખામણીએ નરમ અને લચકમય હોય છે.

image source

સોનાના મેડલને મોઢામાં દાંત વચ્ચે દબાવી ખેલાડી એ પણ નક્કી કરે છે કે તેનું મેડલ અસલી સોનાનું જ છે કે કેમ ? પરંતુ ફક્ત આ એક જ કારણ નથી ઘણા ખરા ખેલાડીઓ ફોટોગ્રાફરોને ધ્યાનાકર્ષક પોઝ મળે તે માટે પણ આ કામ કરે છે.

અન્ય કારણ પણ છે

image source

ખેલાડીઓને તેઓએ જીતેલુ મેડલ મોઢામાં દાંત વચ્ચે દબાવી રાખવા માટે અમુક કિસ્સાઓમાં ફોટો લેનાર ફોટોગ્રાફરો પણ કહેતા હોય છે. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા ખેલાડીઓને શુદ્ધ સોનામાંથી બનેલ મેડલ પહેરાવવામાં આવતા હતા. પરંતુ હવે ફક્ત મેડલ ગોલ્ડ પ્લેટેડ જ હોય છે. જો મેડલ પર દાંત વચ્ચે દબાવવાને કારણે દાંતના નિશાન પડી જાય તો એ જાણી શકાય છે કે મેડલ સોનનું છે.

લગભગ દરેક ખેલાડીઓ કરે છે આવું

image source

પોતાના જીતેલા મેડલને મોઢામાં દાંત વચ્ચે દબાવવાનું કામ લગભગ દરેક ખેલાડી કરે છે. આ કામ મોટાભાગે સારો અને ધ્યાનાકર્ષક ફોટો લઈ શકાય તે માટે જ કરવામાં આવે છે. આજકાલના ખેલાડીઓને લગભગ ખબર પણ નહીં હોય કે વર્ષો પહેલા પણ ખેલાડીઓ આવું કામ શા માટે કરતા હતા. આવનારા ટોક્યો ઓલમ્પિકમાં પણ સેંકડો ખેલાડીઓ લગભગ આ કામ ફરી એક વખત આવું કામ કરશે તેવી શકયતા છે.