અહિંયા માત્ર 150 રૂપિયા જમા કરો અને નોકરી પહેલા જ તમારા દિકરાને બનાવી દો લખપતિ, જાણી લો આ સ્કિમ વિશે

દરેક વ્યક્તિને પોતાના બાળકોના ભવિષ્ય માટે કોઈને કોઈ પ્રકારનું રોકાણ કરતા રહે છે. કોઈ બાળકોના ભણતર, લગ્ન અને અન્ય ખર્ચાઓ માટે રોકાણ કરે છે. જો આપ પણ પોતાના બાળકો માટે રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આજે અમે આપને એક જોરદાર ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (Best Investment Plan for Child) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ખરેખરમાં, ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની એક એવી સ્કીમ છે જેને બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ પ્લાનનું નામ છે એલઆઇસીની ‘ન્યુ ચિલ્ડ્રન મની બેક પ્લાન’ (LIC New Money Back Plan) મેચ્યોરિટીનો સમયગાળો: એલઆઇસીની ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનનો કુલ સમયગાળો ૨૫ વર્ષનો હોય છે.

મની બેક ઈન્સ્ટોલમેન્ટ:

image source

આ પ્લાનની હેઠળ એલઆઇસી બાળકને ૧૮ વર્ષ, ૨૦ વર્ષ અને ૨૨ વર્ષના થાય છે ત્યારે બેસિક સમ અશ્યોર્ડના ૨૦%- ૨૦% રકમ ચૂકવે છે. બાકી રહેલ ૪૦% રકમની ચુકવણી પોલિસી ધારકના ૨૫ વર્ષ પુરા થાય છે ત્યારે ચુકવણી કરવામાં આવે છે.

મેચ્યોરિટી બેનેફિટ્સ:

image source

પોલિસી મેચ્યોરિટીના સમયે (વીમા ધારકની પોલિસીના સમયગાળા દરમિયાન મૃત્યુ નથી થતી) પોલિસી ધારકને વીમાની રકમના બાકી રહેલ રકમ ૪૦% ની બોનસની સાથે ચુકવણી કરવામાં આવે છે.

ડેથ બેનિફિટ્સ:

image source

એલઆઈસીની આ પોલીસીના સમયગાળા દરમિયાન જો પોલિસી ધારક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો આવી પરિસ્થિતિમાં વીમાની રકમ સિવાય નિહિત સામાન્ય પ્રત્યાવર્તી બોનસ અને અંતે વધારાની રકમ બોનસ તરીકે આપવામાં આવે છે. ડેથ બેનિફિટ્સ કુલ પ્રીમીયમ પેમેન્ટના ૧૦૫% કરતા ઓછું હશે નહી.

આ પોલિસીની વિશેષ બાબતો….

image source

-એલઆઈસીની ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનને લેવાની ઓછામાં ઓછી વય ૦ વર્ષ જેટલી હોવી જરૂરી છે.

-ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન લેવાની વધુમાં વધુ બાળકની વય મર્યાદા ૧૨ વર્ષની હોવી જરૂરી છે.

-એની ઓછામાં ઓછી વીમા રાશિ ૧૦ હજાર રૂપિયા જેટલી છે.

-જયારે વીમાની વધુમાં વધુ રકમ માટેની મર્યાદા નક્કી કરવામાં આવી છે નહી.

-પ્રીમીયમ વેવર બેનિફિટ રાઈડર વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

એલઆઈસીની ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પોલિસીમાં રોકાણ કરીને આપ પોતાના બાળકના ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે કે પછી વિદેશમાં અભ્યાસ કરવા માટે જરૂરી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવી શકો છો. તેમજ જો આપનું બાળક જો કોઈ બિઝનેસ કે પછી નવા સ્ટાર્ટ અપ શરુ કરવા માટે જરૂર પડતી નાણાકીય મદદ પૂરી પાડી શકાય છે.