ત્રણ વેક્સિન બાદ ભારતીયોને ટૂંક સમયમાં મળશે ચોથી સ્વદેશી રસી, અમદાવાદની કંપનીએ કરી કમાલ

21 જૂનથી ભારતમાં 18+ લોકોને ફ્રીમાં રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. નોંધનિય છે કે પહેલા દિવસે 80 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં ત્રણ રસીઓ ઉપલબ્ધ છે, જેમાં કોવોશિલ્ડ, કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-વી નો સમાવેશ થાય છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે ભારતમાં હવે ચોથી રસી આવવા જઈ રહી છે.

image source

ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલા આ સપ્તાહે કોરોના વેક્સિન ઝાયકોવ-ડીને ઈમર્જન્સી અપ્રૂવલ માટે સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરને અરજી કરી શકે છે. જો એને મંજૂરી મળે તો એ દુનિયાની પ્રથમ DNA બેઝ્ડ વેક્સિન હશે. જો કેડિલાને મંજૂરી મળશે ભારતમાં 4 રસી ઉપલબ્ધ થશે.

ફેઝ 3 ટ્રાયલ ડેટા એનાલિસિસ લગભગ તૈયાર

image source

એક સત્તાવાર સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે રસીના ફેઝ 3 ટ્રાયલના ડેટા વિશ્લેષણ લગભગ તૈયાર છે. કંપનીએ સરકારને જણાવેલ છે કે તે આગામી સપ્તાહે રસીના ઈમરજન્સી ઉપયોગ માટેના લાઇસન્સ માટે અરજી કરી શકે છે. પુખ્ત વયના લોકો ઉપરાંત આ રસીનું પરીક્ષણ 12 થી 18 વર્ષની વયના બાળકો પર પણ કરવામાં આવે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, જો આ અમદાવાદ સ્થિત કંપની આગામી સપ્તાહે લાઇસન્સ માટે આવે છે, તો આશા છે કે આ રસી બાળકોને પણ આપી શકાય કે નહીં તે જોવાની અમારી પાસે પુરતો ડેટા છે.

સ્ટોરેજ માટે કોલ્ડ ચેઇનની જરૂર નથી

image source

ડીએનએ-પ્લાઝિમ્ડ આધારિત ઝાઈકોવ-ડી એ ત્રણ ડોઝવાળી રસી હશે. તે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંગ્રહિત કરી શકાય છે. આને કોલ્ડ ચેનની જરૂર નથી. આનાથી દેશના દૂરના વિસ્તારોમાં તેનું પરિવહન સરળ બનશે. રાષ્ટ્રીય બાયોફર્મા મિશન દ્વારા આ રસી વિકસાવવામાં મદદ મળી છે. તો બીજી તરફ ઝાયડસ કેડિલાના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર શર્વિન પટેલે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે અમને આશા છે કે અમે જુલાઈ સુધી આ રસીનું મોટી માત્રામાં ઉત્પાદન શરૂ કરી શકાશે. સ્પષ્ટ છે કે કંપનીને આ મહિનાના અંત સુધીમાં કે પછી જુલાઈની શરૂઆતમાં અપ્રૂવલ મળવાની આશા છે.

આ રસી કેવી રીતે કાર્ય કરે છે

image source

જ્યારે પ્લાઝિમ્ડ DNA માનવ શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે વાયરલ પ્રોટીન બને છે. તે શરીરને વાયરસના વાસ્તવિક હુમલા જેવો અનુભવ કરાવા છે. આ શરીરમાં વાયરસ પ્રત્યેની મજબૂત ઈમ્યૂન રિસ્પોન્સ વિકસાવે છે. આ વાયરસને વધતા અટકાવે છે. જો કોઈ વાયરસ તેનો આકાર બદલી નાખે છે, એટલે કે, તેમાં મ્યૂટેશન હોય છે, તો પછી આ રસી થોડા અઠવાડિયામાં બદલી શકાય છે.