કોફીને આયુર્વેદમાં મનાઈ છે અસરકારક ઔષધી, વાંચો આ લેખ અને મેળવો માહિતી…

નેશનલ કોફી એસોસિએશન ના જણાવ્યા મુજબ, કોફી વિશ્વમાં સૌથી વધુ માંગવામાં આવતી વસ્તુઓમાંની એક છે. કોફી પીવાના ઇતિહાસ ની શરૂઆત એક ઇથોપિયન બકરી પશુપાલક સાથે થઇ હતી, જેમણે સૌપ્રથમ કોફી બીન્સની અસરો શોધી હતી.

image source

જ્યારે કલદી નામનો ભરવાડ તેની બકરીઓ ચરાવવા માટે ખેતરમાં ગયો, ત્યારે તેણે જોયું કે તેની બકરીઓ કોઈ જંગલી છોડને ચાવતી હતી અને તે પછી તે જોર થી કૂદવા લાગી. તેણે વિચાર્યું કે બકરીઓએ કોઈ નશો કરનાર છોડ ખાધો હશે, જેના કારણે તેઓ કૂદી રહી છે, અને આ પછી ભરવાડે એક સ્થાનિક પાદરીને આ વાત જણાવી.

પછી પાદરીએ બીન્સને ઉકાળીને આ ડ્રિન્કનું સેવન કર્યું અને તેમને તે સાંજે એનર્જી આવી ગઈ, જયારે કે તે રોજ સાંજે સુસ્તી અનુભવતા હતા. પાદરી પછી, બીજા ઘણા લોકોએ કોફી બીનનું પીણું પીવાનું શરૂ કર્યું, અને પછી ધીમે ધીમે વિશ્વભરના લોકો તેને ઉર્જાનો સ્ત્રોત માનવા લાગ્યા. તો ચાલો જાણીએ કોફી પીવાના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે.

કોફી હાનિકારક ફ્રી રેડિકલ્સથી બચાવે છે :

image source

કોફી બીન પોલીફેનોલ એક્ટિવિટી નું પાવર હાઉસ છે. પોલીફેનોલ્સ એ છોડમાં જોવા મળતા સંયોજનો છે, જેમાં ઉચ્ચ એન્ટીઓક્સીડેન્ટ એક્ટિવિટી હોય છે, જે હાનિકારક ફ્રી રેડિકલ્સ સામે અંદરથી લડી શકે છે. ફ્રી રેડિકલ્સ ડીએનએ અને પ્રોટીન ને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ કોફીમાં રહેલા એન્ટીઓકિસડન્ટ આપણને તેમનાથી રક્ષણ આપે છે.

રોજ કોફી પીવાના ફાયદા :

કોફી પીવાથી શરીરમાં સતર્કતા આવે છે, મગજ વધુ સારી રીતે કામ કરે છે, વિચાર શક્તિ સુધરે છે અને કુશળતા સુધરે છે, જો ખાંડ વગર લેવામાં આવે તો ટાઇપ 2 ડાયાબિટીસ નું જોખમ ઓછું રહે છે, ડિમેન્શિયા અને પાર્કિન્સન રોગ નું જોખમ ઓછું રહે છે, ડિપ્રેશન નું જોખમ પણ ઘટે છે, લીવર ને નુકસાન અને કોલોરેક્ટલ કેન્સર નું જોખમ ઓછું રહે છે.

કોફીની આડઅસરો :

image source

ડાયેટિશિયન થી માંડીને તમામ ડોક્ટરો પણ કોફી પીવાની આડઅસરો વિશે જણાવે છે. કોફી પીવાથી બ્લડ પ્રેશર અને હાયપરટેન્શન વધી શકે છે. જો કે, સંશોધન આ જોખમ ને સમર્થન આપતું નથી. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા મેટા-એનાલિસિસમાં જણાવ્યું છે કે બે અઠવાડિયા સુધી નિયમિત પણે બે થી ત્રણ કપ કોફી પીવાથી શરીર તેની સાથે એડજસ્ટ થવા લાગે છે અને તેનાથી બ્લડ પ્રેશર હાઈ થતું નથી.

હાઈ બ્લડ પ્રેશરને ખતરનાક માનવામાં આવે છે, કારણ કે તે હૃદય અને કિડની રોગ તરફ દોરી શકે છે. જોકે, અમેરિકન જર્નલમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ ને ટૂંકા ગાળા માટે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ રહેલું છે, પરંતુ કોફી પીવાથી સ્ટ્રોક નું જોખમ ઓછું થાય છે. જો કે, કોફીના કમ્પોનન્ટ્સ દવાઓની ચયાપચયની શરીરની ક્ષમતાને પણ અસર કરી શકે છે.

આયુર્વેદ મુજબ કોફી :

image source

આયુર્વેદ કોફીને શ્રેષ્ઠ દવા તરીકે જુએ છે. અન્ય દવાઓની જેમ, તેની અસરોનું નિરીક્ષણ કરવું પણ મહત્વપૂર્ણ છે. કોફી આપણા શરીરની ઉર્જાને ઉત્તેજિત કરી શકે છે, પાચનને ઉત્તેજિત કરી શકે છે અને બ્લડ પ્રેશર વધારી શકે છે. કોફી તેના કેટલાક ગુણધર્મો દ્વારા શરીરની ખામીઓ માટે ફાયદાકારક બની શકે છે, પરંતુ જો તે ઓછી માત્રામાં અથવા યોગ્ય માત્રામાં પીવામાં આવે તો જ. જો કે વાત્ત, પિત્ત અને કફ જેને હોય એને કોફી નું સેવન કરવું જોઈએ નહિ.