કેપ્સુલમાંથી બહાર નિકળતા જ નાના બાળકની જેમ જુમી ઉઠ્યા જેફ બેજોસ
એમેઝોનના સ્થાપક જેફ બેજોસ મંગળવારે અંતરિક્ષ યાત્રાથી પાછા ફર્યા હતા. તેની યાત્રા 11 મિનિટ સુધી ચાલી હતી. બેઝોસની સફરમાં તેમની સાથે 3 વધુ મુસાફરો શામેલ હતા. આમાં તેનો ભાઇ માર્ક,, 82 વર્ષની વોલી ફંક અને 18 વર્ષનો ઓલિવર ડેમનનો સમાવેશ થાય છે.
પૃથ્વી પર કેપ્સ્યુલ ઉતર્યા પછી, બ્લુ ઓરિજિને કહ્યું કે સ્પેસફ્લાઇટ ઇતિહાસમાં આ ઐતિહાસિક ક્ષણ પર પહોંચવા માટે ટીમ બ્લુ પાસ્ટ અને દરેકને અભિનંદન. પ્રથમ અવકાશયાત્રી ક્રૂએ અંતરિક્ષના ઇતિહાસના પુસ્તકોમાં તેનું નામ નોંધાવી દીધુ છે. ઘણા લોકો હવે તેણે ખોલેલા દરવાજામાંથી પસાર થશે. આ ખરેખર એક ઐતિહાસિક દિવસ છે.

બેઝોસની યાત્રા પૂર્ણ થયા પછી, તેમની કંપની બ્લુ ઓરિજિને અંતરિક્ષ પ્રવાસ માટેની ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે. જોકે, કંપનીએ હજી તેની કિંમત જાહેર કરી નથી. બેઝોસની અંતરિક્ષ યાત્રાની 15 તવવીરો જૂઓ.

જેફ બેઝોસે ઘંટડી વગાડી અને તે પછી તેના સાથીદારો સાથે કેપ્સ્યુલમાં સવાર થઈ ગયા.

બેઝોસે વેસ્ટ ટેક્સાસના રણમાંથી બ્લુ ઓરિજિન કંપનીના ન્યુ શેપાર્ડ રોકેટમાંથી 6:42 વાગ્યે ભારતીય સમય મુજબ ઉડાન ભરી હતી.

અવકાશમાં ગયેલા બેજોસનું રોકેટ પશ્ચિમ ટેક્સાસના રણમાં ઘણા લોકો કારની અંદર બેઠા બેઠા જોતા હતા.
સ્પેસ ફ્લાઇટ મોકલવા કંપની બ્લુ ઓરિજિને આ ઐતિહાસિક ક્ષણની સફળતા માટે દરેકને અભિનંદન પાઠવ્યા છે.
જેફ બેજોસ અને તેના સાથીઓ પૃથ્વીથી 105 કિમી ઉપર અવકાશમાં ગયા હતા.

નવા શેપર્ડ રોકેટના આગળના ભાગમાં કેપ્સ્યુલ લગાવાયો હતો. તેમાં અવકાશયાત્રીઓ હતા.

બેજોસ અને તેની ટીમે જે રોકેટ શિપ લીધું હતું તે ઓટોનોમસ છે, એટલે કે તેને પાઇલટની જરૂર નથી.
તેના કેપ્સ્યુલમાં 6 બેઠકો છે, પરંતુ આમાંથી ફક્ત 4 જ જગ્યાઓ ભરી હતી.
કેટલાક કિલોમીટર સુધી ગયા પછી, રોકેટ સામાન્ય આંખે દેખાતું બંધ થઈ ગયું.

રોકેટ 80 કિ.મી.ની ઉપર પહોંચ્યા પછી કેપ્સ્યુલ તેનાથી અલગ થઈ ગયુ હતું.
જ્યારે કેપ્સ્યુલ 26 કિમી પ્રતિ કલાકની ઝડપે નીચે આવી રહ્યુ હતુ, ત્યારે પેરાશૂટ ખુલી ગયા.

કેપ્સ્યુલ ભારતીય સમય પ્રમાણે 6:53 કલાકે જમીન પર ઉતર્યુ હતું

કેપ્સ્યુલ ઉતર્યા પછી, જેફ બેજોસ અંદર બેસીને હસતા રહ્યા હતા અને હાથ હલાવીને ત્યાં ઉભેલા લોકોને શુભેચ્છા પાઠવી.
બેજોસ પહેલા કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા. તેની ખુશી જોવા લાયક હતી.

82 વર્ષીય વેલી ફંક પણ અંતરિક્ષની મુસાફરી કરીને ખૂબ ખુશ જણાતી હતી.
બેજોસની અંતરિક્ષ યાત્રા જોવા માટે એક મહિલા તેના નાના બાળક સાથે આવી હતી.