આ કંપની નોકરી જોઇન કરનારાઓને પથારીમાં પડયા રહેવાના રૂપિયા આપશે, કમાણી રૂપિયામાં નહીં પાઉન્ડમાં

સામાન્ય રીતે લાખો રૂપિયા કમાવવા માટે ભારે દોડધામ કરવી પડે છે.. દિવસ રાત મહેનત કરવી પડે છે.. અને ક્યારેક શોર્ટકટથી પૈસા કમાવવા માટે જીવનુ જોખમ પણ ઉઠાવવું પડે છે.. પરંતુ આજે અમે તમને એક એવી ઓફર વિશે જણાવવા જઇ રહ્યા છીએ.. જેમાં તમારે ન તો દિવસ રાત કામ કરવાનુ છે.. ન તો ઓફિસ જવાનુ છે.. અને ન તો જીવનુ કોઇ જોખમ ઉઠાવવાનુ છે.. છતાં પણ તમને કંપની 24 લાખથી વધુનુ વાર્ષિક પેકેજ ઓફર કરી રહી છે..

image source

શું તમે પણ આવી નોકરી કરવા ઇચ્છો છો..? તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે.. આ ઓફર છે બ્રિટનની એક કંપનીની, જેમાં એવી નોકરી માટે ઓફર કરવામાં આવી રહી છે જે આરામપ્રિય લોકોને ઘણી પસંદ પડશે. આ કંપની નોકરી જોઇન કરનારાઓને પથારીમાં પડયા રહેવાના રૂપિયા આપશે. આ નોકરીમાં કર્મચારીએ ફક્ત પથારીમાં પડયા રહેવાનું છે, ટીવી જોવાનું છે અને સૂવાનું છે.

કઇ કંપની અને કેવી ઓફર..?

image source

કોઈને પણ થાય કે આવી કઈ નોકરી હશે જેમા નોકરી જ આરામ કરવાની છે. યુકેમાં એક સ્થાનિક લક્ઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સ આપી રહી છે. આ નોકરી કરનારી વ્યક્તિએ દિવસના છથી સાત કલાક પથારી પર પસાર કરવા પડશે. વાસ્ટવમાં ક્રાફ્ટેડ બેડ માટે મેટ્રેસ ટેસ્ટરની નિમણૂક કરવામાં આવી રહી છે. તેનું કામ પથારીમાં સૂવાનુ અને તેના અંગે રિવ્યુ લખવાનું છે.

વર્ષે 24 લાખથી વધુનુ પેકેજ

image source

ક્રાફ્ટેડ બેડ જોઇન કરનારાઓને કંપની વર્ષે 24 લાખ 79 હજાર રૂપિયાનું વેતન આપશે. તેણે દર સપ્તાહે મેટ્રેસનો ટેસ્ટ કરવો પડશે અને કંપનીને બતાવવું પડશે આ ગાદલું ઉપયોગમાં કેવું છે. તેમા સુધારાને કેટલો અવકાશ છે, તેની ખામીઓ કેટલી છે, તેનો રીવ્યુ પણ કરવો પડશે. નોકરી કરનારા સપ્તાહમાં 37.5 કલાક એટલે કે રોજના લગભગ છ કલાક ટીવી જોતા ગુજારવાના છે.

કર્મચારીએ ઓફિસ જવાની પણ જરૂર નથી

image source

આ નોકરી માટે કર્મચારીએ ઓફિસ જવાની જરૂર નથી. ટેસ્ટિંગ અને રિવ્યુ માટે ગાદીઓ તેના ઘરે પહોંચાડી દેવામાં આવશે. નોકરી માટે બ્રિટિશ નાગરિક હોવું જરૂરી છે.

છે ને શાનદાર ઓફર અને શાનદાર પેકેજ, હવે જો તમારે પણ આવી કંપનીમાં નોકરી કરવી હોય તો ફટાફટ આવી ઓફર શોધવાનુ શરૂ કરી દો. બની શકે કે ગુજરાત કે ભારતમાં પણ આવી કોઇ કંપની હોય અને આવા પગારની ઓફર કરતી હોય.