Site icon News Gujarat

તુલસી ઘરમા લાવતા સમયે ધ્યાનમા રાખો આ બાબતો, વાંચો આ લેખ અને મેળવો માહિતી…

સનાતમ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ હોય છે. સામાન્ય રીતે દરેક હિન્દુ વ્યક્તિના ઘરમાં તુલસી સ્થાપિત થાય છે તેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં થાય છે. તુલસીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણધર્મો પણ આવેલા છે. એવું માનવામાં આવે છે કે, ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘણા લોકો રોજ સવારે ઉઠ્યા પછી તુલસી ચા પીવાનું પસંદ કરે છે, આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, કયા દિવસે તુલસીના પાંદડા ન તોડવા જોઈએ તેમજ પાંદડા તોડતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

image source

કોઈપણ એકાદશી પર તુલસીના પાંદડા તોડી શકાય નહિ. આ સિવાય રવિવાર, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પાપ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસોમાં તુલસીના પાંદડા તોડવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે. આ સિવાય રવિવારે તુલસીના છોડને પાણી ના ચડાવવું જોઈએ.

આ સમયે એ પણ નોંધવું જરૂરી છે કે, તુલસીનો છોડ દરેક વ્યક્તિ સરળતાથી રોપી શકે છે પરંતુ, આ માટે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે પરંતુ, આ નિયમો મોટાભાગના લોકોને ખબર નથી કે તે ક્યારે તુલસીના પાંદડા તોડવા અને ક્યારે પાંદડા ના તોડવા?

image soure

સ્નાન કર્યા વિના તુલસીના પાંદડા તોડવા અશુભ માનવામાં આવે છે. પૂજા માટે પણ આવા પાંદડા સ્વીકારવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે, તુલસી માતાને રાધારાણીનું સ્વરૂપ માનવામાં આવે છે જે સાંજે લીલા કરે છે એટલે સાંજના સમયે પાંદડા તોડવાની મનાઈ છે. જો પાંદડા તોડવા જરૂરી હોય તો છોડને તોડતા પહેલા તેને હલાવો અને ત્યારપછી પાંદડા તોડો.

તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ-પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. આ દિશાને અગ્નિની દિશા માનવામાં આવે છે. તેથી, આ દિશામાં તુલસીના છોડને રોપવાનું ટાળો. તુલસીનો છોડ જમીનમાં ન લગાવવો જોઈએ. શુભ પરિણામ માટે તુલસીનો છોડ હંમેશા એક કુંડામા લગાવવો જોઈએ.

image soure

તુલસીનો છોડ હમેંશા સ્વચ્છ જગ્યાએ રાખવો જોઈએ. તુલસીના છોડની આજુબાજુનો વિસ્તાર હમેંશા ખુલ્લો હોવો જોઈએ અને ત્યાં કોઈપણ પ્રકારનું આવરણ કે ગંદી વસ્તુઓ જેવી કે ક્લટર, મોપ, સાવરણી વગેરે ન હોવા જોઈએ. તુલસીના છોડને કાંટાળા છોડ સાથે ન રાખવો જોઈએ.

કોઈપણ કારણ વગર તુલસીના પાન તોડવા એ પાપ માનવામાં આવે છે. તુલસીના પાન લાંબા સમય માટે ચાવવા જોઈએ નહિ કારણકે, તેના પાંદડાઓમાં હાજર એસિડ દાંત માટે હાનિકારક છે. તેને પાણી અથવા ચામાં ઉમેરીને પીવાથી તમને વધુ સારો ફાયદો મળે છે.

image soure

તુલસીના પાન સૂકાઈ જાય ત્યારે તૂટી જાય છે. આ પાંદડા ન તો ફેંકવા જોઈએ કે ન તો તેના પર પગ મૂકવો જોઈએ. આ સૂકા પાનને ધોઈને તુલસીના છોડની માટીમાં દાટી દેવા જોઈએ. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને પવિત્ર નદી, કૂવા અથવા કોઈપણ તળાવમાં અર્પણ કરી દો. ઘરમાં સુકા તુલસીનો છોડ રાખવો અશુભ છે અને પરિવારના સભ્યો માટે દુર્ભાગ્ય લાવે છે.

image soure

જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેને ક્યારેય અંધારામાં ન રાખો.તેને ખુલ્લી જગ્યા પર રાખો અને સાંજ પડતાં જ તેની નજીક દીવો પ્રગટાવો.તુલસીના પાન તોડતા પહેલા હંમેશા હાથ જોડીને તુલસી માતાની મંજુરી લો. તુલસીના પાંદડા નખની મદદથી તોડવા જોઈએ નહીં.

Exit mobile version