વાદળ ફાટવાથી તબાહી: જાણીતા સૂફી સિંગર સહિત 6 લોકોના મોત, ઉત્તરાખંડમાં મચી તબાહી

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં હવે ભારે વરસાદ બાદ થયેલી તબાહીની ભયાનકતા સામે આવી રહી છે. તેવામાં એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર પંજાબના જાણીતા સૂફી ગાયક મનમીત સિંહનું પણ વાદળ ફાટવાની આ ઘટનામાં મોત થયું છે. તેમનો મૃતદેહ મળી આવ્યા બાદ આ વાતની પુષ્ટી થઈ છે. વાદળ ફાટવાની ઘટના બાદથી તેઓ લાપતા હતા જ્યારે હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે.

image source

સૂફી ગાયક મનમીત સિંહનું મોત થયું છે. તેમનો મૃતદેહ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવતી ટીમને કરેરી લેક પાસેથી એક ખાડામાંથી મળી છે. તેઓ ધર્મશાળામાં હતા અને વાદળ ફાટ્યાની ઘટના બાદથી લાપતા હતા. મનમીત પંજાબના અમૃતસરના છેહર્ટાના રહેવાસી હતા. તેમનું આ દુર્ઘટનામાં મોત થતાં જાણીતી સેન બ્રધર્સની જોડી ખંડિત થઈ છે. મનમીત ફરવા માટે હિમાચાલ પ્રદેશના ધર્મશાલા ગયા હતા. જ્યારે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના બની હતી અને ત્યારથી મનમીત લાપતા હતા.

image source

કાંગડા જિલ્લાના પોલીસ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. મનમીત સિંહ તેના ભાઈ અને ચાર મિત્રો સાથએ ફરવા માટે ધર્મશાલા પહોંચ્યા હતા. તેમનું સિંગિંગ ગૃપ સેન બ્રધર્સ નામથી પ્રખ્યાત છે. મનમીત સિંહ પંજાબના પ્રખ્યાત સૂફી ગાયક હતા. ભારત સાથે વિદેશોમાં પણ તે ફેમસ છે. આ ખબરથી તેમના ફેન્સમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે મનમીત તેના ભાઈ કર્ણપાલ અને અન્ય ચાર મિત્રો સાથે શનિવારે ધર્મશાલા ગયા હતા. બુધવારે અહીં કાંગડા જિલ્લામાં વાદળ ફાટ્યું હતું. આ ઘટનામાં તે લાપતા હતા. જ્યારે મંગળવારે તેમનો મૃતદેહ એક તળાવ કિનારેથી મળી આવ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર તેઓ કરેરી લેક નજીક ફરવા આવ્યા હતા. પરંતુ ભારે વરસાદ શરુ થઈ જતા તેઓ ત્યાં જ રોકાયા હતા. સોમવારે તેઓ અહીંથી નીકળ્યા અને પાણીને પાર કરી રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ વધી જતા તેઓ વહીં ગયા હતા.

image source

આ ઘટના બાદ તેના ભાઈ અને મિત્રોએ સ્થાનિકોની મદદથી મનમીતને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરી અને ત્યારબાદ તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. રેસ્ક્યૂ ટીમને મનમીતનો મૃતદેહ મળી આવ્યો હતો. મનમીતના મૃતદેહને ધર્મશાલા લઈ જવામાં આવ્યો હતો.

image source

પંજાબના પ્રખ્યાત સિંગર સાથે રેક્સ્યૂ ટીમને મંગળવારે 6 લાશ મળી હતી જેમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. વાદળ ફાટવાની ઘટના બાદ જે લોકોના મોત થયા છે તેમના મૃતદેહ હવે પાણીનો પ્રવાહ ઘટ્યા બાદ મળી રહ્યા છે. મનમીત સિંહનો મૃતદેહ પણ આ રીતે પાણીનું સ્તર ઘટ્યા બાદ મળી આવ્યો હતો. મનમીત સિંહ સોમવારથી લાપતા હતા અને મંગળવારે સાંજે તેમનો મૃતદેહ મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!