માસ્કનો દંડ ઘટવાના એંધાણ, 200 કરોડથી વધુ ખંખેર્યા બાદ રૂ.1000માંથી રૂ.500 કરવાની સરકારની વિચારણા

આપણે ભૂતકાળમાં ઘણી વાર જોયું છે કે માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલવાના મામલે પણ સરકારે વારંવાર પોતાના નિર્ણય બદલ્યા છે. એકદમ શરૂઆતથી વાત કરીએ તો ગુજરાતમાં માસ્ક નહીં પહેરવાનો દંડ પહેલાં 500 રૂપિયા હતો, પરંતુ એ વધુ લાગતો હોવાથી સરકારે ઘટાડીને 200 રૂપિયા કર્યો, પરંતુ કોરોના સંક્રમણની સંખ્યા વધતી જ જતી હતી અને જેના કારણે નિયંત્રણ માટે સરકારે 500 રૂપિયાનો દંડ વસૂલ કરવાની પરીથી જોગવાઇ કરી હતી. પછી હાઇકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારે દંડની રકમ બમણી કરવાનો નિર્ણય કરી ગત 11 ઑગસ્ટથી રૂપિયા 1000 દંડ લેવામાં આવી રહ્યો છે ત્યારે હવે ફરીતી આ દંડ ઘટી શકે છે અને જેના માટે સરકારે હાઈકોર્ડમાં અરજી પણ કરી છે. મળતી માહિતી પ્રમાણે આ દંડની રકમને ઘટાડીને 500 રૂપિયા કરવા માટે રાજ્ય સરકાર નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે

image source

ટૂંકમા વાત કરવામાં આવે તો હાલમાં માસ્કના જે 1000 રૂપિયા વસુલવામાં આવે છે એમાં ઘટાડો કરીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે. મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહીં પહેરવા બદલનો દંડ રૂ. 1,000થી ઘટાડીને રૂ.500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના પણ આપી દીધી છે.

image source

જો દંડની રકમ વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી દંડ વસૂલવાની કામગીરીમાં 7 મે સુધી દંડ પેટે રૂપિયા 202 કરોડ વસૂલવામાં આવ્યા હતા અને કુલ 32.32 લાખ કેસ કરવામાં આવ્યા હતા. આ આંકડો જોઈને પણ ભલભલા ધ્રુજી ઉઠે એમ છે. આ પહેલાની વાત કરીએ તો 10 મહિના પહેલાં મુખ્યમંત્રીએ જ માસ્ક વિના ફરતા લોકોને ખૂબ ઊંચો દંડ ન કરવો જોઇએ એવું કહીને કોને દંડનો કોરડો વીંઝાય નહીં એ માટે આખા રાજ્યમાં એક જ ધોરણ અનુસાર 200 રૂપિયાનો દંડ જ લેવો એવો હુકમ કર્યો હતો. જોકે એ પછી દંડની રકમ વધારીને 500 રૂપિયા કરાઇ હતી અને ત્યારબાદ 1000 કરવામાં આવી હતી.

image source

અમદાવાદ શહેરમાં સૌથી વધારે રૂપિયા 42 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં 18 કરોડ, રાજકોટ શહેરમાં 19 કરોડ, જ્યારે વડોદરા શહેરમાં 120 કરોડની વસૂલાત કરવામાં આવી છે. જો આપણે તારીખ પ્રમાણે દંડ વસુલવાની વાત કરીએ તો ગત 21 નવેમ્બર સુધી રૂપિયા 78 કરોડ વસૂલવામાં આવ્યા હતા. ગત 15 જૂનથી 7 મે મહિના ‌સુધી કુલ 200 કરોડથી વધારે દંડ વસૂલ કરાયો છે. દર મહિને સરેરાશ રૂપિયા 20 કરોડની કમાણી સરકારને માસ્કના દંડની આવકમાંથી થઈ છે અને દર મહિને સરેરાશ 3 લાખથી વધારે કેસ કરવામાં આવે છે.

image source

એ જ રીતે ગત 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધી રૂપિયા 52.35 કરોડ દંડપેટે વસૂલવામાં આ‌વ્યા હતા. એ સમયગાળા દરમિયાન 17 લાખથી વધુ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્યારે હવે લોકોને આશા છે કે આ દંડમાંથી મુક્તિ મળે અને થોડી રાહત પણ થાય