આમિર ખાનનો બંગલો અંદરથી દેખાય છે જોરદાર, જેમાં ખાસ જોજો રૂમની અંદર લગાવેલું મોટું ઝુમ્મર કારણકે….

આમિર ખાનની ફિલ્મ દબંગ રિલિઝ થઈ તેને ચાર વર્ષ પુરા થઈ ગયા છે. નિતેશ તિવારીની ફિલ્મ 23મી ડિસેમ્બર, 2016ના રોજ રિલિઝ થઈ હતી. ફિલ્મમાં ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં હતા. આ ફિલ્મ પહેલવાન મહાવીર ફોગાટ અને તેમની બે દીકરીઓ ગીતા અને બબીતા પર આધારિત હતી. મહાવીર પોતાની બન્ને દીકરીઓને વિશ્વસ્તરીય કુશ્તિબાજ બનાવે છે.

image source

ફિલ્મમાં આમિરે મહાવીર ફોગાટનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મ માટે આમિરે પહેલાં 12 કિલોગ્રામ વજન વધાર્યું હતું. ત્યાર બાદ તેટલું જ વજન ઘટાડ્યું હતું. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. અને સેંકડો કોરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ ચીનનમાં પણ સુપરહિટ રહી હતી અને ત્યાં પણ ફિલ્મે કરોડોની કમાણી કરી હતી. આમિર હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના શૂટિંગમાં બિઝી છે.

image source

આ ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર લીડ રોલમાં છે. આજે અમે તમને આમિરના અપાર્ટમેન્ટની કેટલીક ખાસ ત્સવીરો બતાવા જઈ રહ્યા છીએ. જે કદાચ તમે પહેલીવાર જોઈ રહ્યા હશો. આમિર 2013થી બાન્દ્રાના કાર્ટર રોડ પર બનેલા સી ફેસિંગ ફ્રીડા વન પાર્ટમેન્ટના ટોપ ફ્લોર પર રહેતા હતા. જો કે તેમનો આ ભાડાનો ફ્લેટ છે પણ તે કંઈ ઓછો વૈભવિ નથી. રિપોર્ટ્સનું માનવામાં આવે તો આમિરના અપાર્ટમેન્ટનું ભાડું 10 લાખ રૂપિયા પ્રતિ મહિનો હતું.

image source

ગયા વર્ષે જ આમિરની આ ફ્લેટની લીઝ પુરી થઈ ગઈ હતી, ત્યાર બાદ તેને રિન્યૂ કરાવવાની જગ્યાએ તેમણે પોતાના જૂના ઘરમાં જવાનો નિર્ણય લીધો હતો. આમિર હવે પોતાન પરિવાર સાથે પોતાના જૂના અપાર્ટમેન્ટમાં રહે છે. તેમનું જૂનું ઘર પાલિ હિલના મરીના અપાર્ટમેન્ટમાં છે. જેને તેમણે પોતાની પસંદ પ્રમાણે રિનોવેટ કરાવ્યું છે.

image source

આમિરના બંગલાની ડિઝાઈન નેચર થીમ પ્રમાણે કરવામા આવી છે. આમિર અને તેમના પત્ની કિરણ રાવ દ્વરા સોશયિલ મિડિયા પર અપલોડ કરવામાં આવેલી તસ્વીરોમાં તેમની ઘરની ઝલક જોઈ શકાય છે.

image source

આમિર અને કિરણે પોતાના ઘરમાં ખૂબ જ હળવા રંગોનો ઉપયોગ કર્યો છે. ઘરના ઇન્ટિરિયરથી લઈને રંગ-રોગાન સુધી બધામાં સફેદ અને ગ્રે રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કપલને કૂદરત ખૂબ પ્રિય છે અને માટે જ તેમણે પોતાના ઘરની અંદર પણ ઘણા બધા ઇન્ટિરિયર પ્લાન્ટ્સ લગાવ્યા છે. આમિરને વાંચનનો ખૂબ શોખ છે માટે તેણે પોતાના ઘરમા ખાસ કરીને પુસ્તકોના શેલ્ફ બનાવડાવ્યા છે. અને સુદંર રીતે પુસ્તકોને સજાવ્યા છે.

image source

ઘરનું રિનોવેશ કીરણે ખાસ કરીને પોતાની દેખરેખમાં કરાવ્યું છે. તેણે ઘરના દરેકે દરેક ખૂણાને ખુબ જ સુંદર રીતે સજાવ્યું છે. આમિરના ઘરમાં વુડન ફ્નીચર ખાસ કરીને જોઈ શકાય છે. કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આમિરને પોતાના અપાર્ટમેન્ટથી ખાસ લગાવ છે. તેઓ પોતાના આ અપાર્ટમેન્ટનું રિનોવેશન કરાવીને તેને બંગલામાં બદલવા માગતા હતા, જેના માટે તેમણે આસપાસના બે-ચાર બીજા મકાનોની જરૂર છે. તમને જણાવી દઈએ કે મરીના અપાર્ટમેન્ટવાળા ઘર ઉપરાંત આમિર પાસે એક બંગલો હિલ સ્ટેશન પંચગીનીમાં પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત