આમિર ખાનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ, હોમ કોરેન્ટાઈન થયા મિસ્ટર પરફેક્શનિસ્ટ

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ થયા કોરોના પોઝિટિવ, ઘરમાં જ રહેશે કોરોન્ટાઇન.

આખા દેશમાં એમાંય ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ ફરી એકવાર વરસી રહ્યો છે. અત્યાર સુધી ઘણા સેલિબ્રિટી કોરોના પોઝિટિવ બની ચુક્યા છે. એ દરમિયાન ખબર આવી છે કે આમિર ખાન પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ આમિર ખાન હોમ કોરોન્ટાઇન થઈ વ્યા છે.

image source

મળેલી માહિતી અનુસાર આમિર ખાન કોરોના પોઝિટિવ થયા છે અને હાલ ઘરે જ સેલ્ફ કોરોન્ટાઇનમાં છે અને બધા જ નિયમોને ફોલો કરી રહ્યા છે. જે પણ લોકો છેલ્લા કેટલાક દિવસમાં એમના સંપર્કમાં આવ્યા હોય એમને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી પણ કરી છે.વધુમાં આમિર ખાનના નિકટના સૂત્રોના મતે, એક્ટરે પોતાના સ્ટાફને આરામ કરવાની સલાહ આપી છે.

image source

આ ઉપરાંત ટેસ્ટ તથા જરૂરી પ્રિકોશન લેવાનું પણ કહ્યું છે. આમિર ખાન પૂરી રીતે સાજો થઈ જશે ત્યારબાદ જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ ફરી શરૂ કરશે.

image source

મહારાષ્ટ્રમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આમિર ખાન સાથે કામ કરનાર 8 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ થયા હતા. એમાં એમના સુરક્ષાકર્મીઓ,ડ્રાઇવર અને ઘરમાં કામ કરતા નોકર પણ સામેલ હતા.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો આમિર જલ્દી જ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં દેખાવના છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને એ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. ફિલ્મમાં આમીરની સાથે કરીના કપૂર પણ છે. આ ફિલ્મ હોલીવુડ મુવી ફોરેસ્ટ ગંપની ઓફિશિયલ રિમેક છે.

અત્યાર સુધી આ સેલિબ્રિટી થઈ ચૂક્યા છે કોરોના પોઝીટીવ.

image source

આમિર ખાન પહેલા એકટર સતીશ કૌશિક પણ કોરોના પોઝિટિવ થયા હતા. એ પછી એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી મનોજ બાજપાઈ, કાર્તિક આર્યન, સંજય લીલા ભણસાલી, સિદ્ધાંત ચતુર્વેદી, રણબીર કપૂર, વરુણ ધવન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, કિરણ કુમાર, કનિકા કપૂર, જોયા મોરાની, જીનીલિયા ડીસુઝા, અર્જુન કપૂર, મલાઈકા અરોરા ખાન જેવા સેલિબ્રિટી કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. જો કે એમાંથી મોટાભાગના લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ ચૂક્યા છે.

image source

નોંધનીય છે કે, આમિર ખાને 14 માર્ચે પોતાનો 56મો જન્મદિવસ સેલીબ્રેટ કર્યો હતો અને બીજા જ દિવસે પ્રશંસકોનો આભાર માનવાની સાથે સાથે જ આમિરે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટને હંમેશા માટે અલવિદા કહી દીધી. આમિરે કહ્યું કે હવે તે પોતાના પ્રશંસકો સાથે એવી જ રીતે સંપર્ક કરશે જેવું તેઓ પહેલા કરતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *