આ ફિલ્મના શૂટિંગ વખતે આમિર ખાને માધુરી સાથે કર્યુ હતુ કંઇક એવું કે…માધુરી હોકી લઇને દોડી હતી આમિરની પાછળ અને પછી…

દિલ ફિલ્મની શૂટિંગ વખતે એવું તો શું કર્યું આમિર ખાને, કે હોકી લઈને તેમની પાછળ દોડી હતી માધુરી દીક્ષિત.

વર્ષ 1990માં રિલીઝ થયેલી ફિલ્મ દિલ એ દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મમાં આમિર ખાન અને માધુરી દીક્ષિતની દમદાર કેમેસ્ટ્રીએ લોકોને આ જોડીના દીવાના બનાવી દીધા હતા. આજે પણ આ ફિલ્મ અને એના ગીતો યાદગાર છે. આ ફિલ્મ તો લોકોને ખૂબ જ પસંદ આવી હતી પણ આજે અમે તમને એનો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છે જેનો સંબંધ ફિલ્મની શૂટિંગ સાથે છે અને જેના કારણે માધુરી દીક્ષિતનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

image source

માધુરી દીક્ષિત અને આમિર ખાને 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ દિલ સિવાય અન્ય બે ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું જેમાં દીવાના મુજ સા નહિ અને બોમ્બે ટોકીઝ સામેલ છે. એમની ફિલ્મ દિલ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી પણ દીવાના મુજ સા નહીએ પડદા પર એવરેજ પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મમાં એ બન્ને સિવાય ખુશ્બુ, સત્યેન્દ્ર કપૂર, બીના બેનર્જી, દિનેશ હિંગુ જેવા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી.

image source

આમિર ખાને આ વાતનો ખુલાસો એક ચેટ શો દરમિયાન કર્યો કે કેવી રીતે એમને હાથ જોવાના બહાને માધુરી દીક્ષિત સાથે મજાક કર્યો હતો. સેટ પર બનેલા આ કિસ્સા વિશે જણાવતા આમિર ખાને કહ્યું કે માધુરી મારા પર ખૂબ જ ગુસ્સે થઈ હતી કારણ કે સેટ પર મેં એમનો હાથ જોવાનું નાટક કર્યું હતું. આમિર ખાને માધુરી દીક્ષિતને કહ્યું કે તમેં બહુ ભોળા છો, લાગણીશીલ છો અને લોકો તમને બેવકુફ બનાવે છે જેમ કે અત્યારે હું બનાવી રહ્યો છું અને એ કહેતા આમિર ખાને માધુરી દીક્ષિતને હાથ પર થુકી નાખ્યું.

image source

આમિર ખાનના આ મજાક પર માધુરી દીક્ષિત ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને એમને હોકી સ્ટીક લઈને આમિર ખાનને બધી જગ્યાએ દોડાવ્યા. માધુરી દીક્ષિતે પણ ટ્વીટર પર પોતાના ફેન્સ સાથેની વાતચીત દરમિયાન આ વાત સ્વીકારી હતી કે દિલ ફિલ્મના સેટ પર એ આમીર ખાનના મજાકથી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી અને આમિર ખાનની પાછળ હોકી લઈને દોડી હતી.

image source

વર્ષ 2016માં જ્યારે એક ફેને ટ્વીટર પર માધુરી દીક્ષિતને પૂછ્યું કે આજ સુધી એમને સૌથી વધારે મસ્તી ક્યારે કરી છે તો માધુરી દીક્ષિતે જવાબ આપતા કહ્યું હતું કે દિલ ફિલ્મ શૂટિંગ દરમિયાન હું આમિર ખાનની પાછળ હોકી લઈને દોડી હતી કારણ કે એમને મારો મજાક કર્યો હતો. આ જ સૌથી વધારે મસ્તી હતી જે મેં આજ સુધીમાં કરેલી છે.

image source

90ના દાયકામાં આ બન્નેની જોડી મોટા પડદા પર સુપરહિટ રહી છે અને દર્શકોએ એમની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરી છે. ત્રણ ફિલ્મો પછી એ કોઈપણ ફિલ્મમાં સાથે નથી દેખાયા. એવા ખૂબ જ ઓછા મોકા હોય છે જ્યારે આ બન્ને સાથે દેખાય છે. આમીરની આગામી ફિલ્મની વાત કરીએ તો એ લાલ સિંહ ચઢ્ઢાની તૈયારીમાં લાગેલા છે જેમાં એ સરદારની ભૂમિકામાં જોવા મળશે તો ધક ધક ગર્લ માધુરી દીક્ષિત હાલના દિવસોમાં કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાનેની શૂટિંગમાં વ્યસ્ત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!