Site icon News Gujarat

જ્યારે બે દિવસ સુધી આ એક્ટ્રેર્સના ઘરે રહ્યા હતા સૈફ અલી ખાન, અને ઉધાર લીધા હતા 100 રૂપિયા, શું તમે જાણો છો આ હિરોઇન વિશે?

બૉલીવુડ એકટર સૈફ અલી ખાને વર્ષ 1992માં પોતાના કરતા 12 વર્ષ મોટી એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. પોતાના લગ્ન પહેલા ઘણા સમય સુધી બન્નેએ એકબીજાને ડેટ કર્યા હતા. પટોડી પરિવાર આ લગ્નની વિરૂદ્ધમાં હતો અને એનું કારણ હતું કે એ સમયે સૈફ અલી ખાન ઘણા યંગ હતા. એમનું એક્ટિંગ કરિયર શરૂ પણ નહોતું થયું અને અમૃતા સિંહ સૈફ અલી ખાન કરતા 13 વર્ષ મોટી હતી પણ ઘરવાળાઓથી છુપાઈને બન્નેએ પોતાની જિંદગીનો અગત્યનો નિર્ણય લઈ લીધો હતો.

image source

એ પછી બન્નેએ વર્ષ 2004માં ડિવોર્સ લઈ લીધા અને સૈફ અલી ખાને અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા. એ સમયે સૈફ અલી ખાન અમૃતા સિંહના બે બાળકોના પિતા બની ચુક્યા હતા. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. એ સમયે સૈફ અલી ખાન બોલીવુડમાં આવ્યા પણ નહોતા અને એમની ડેબ્યુ ફિલ્મ પરંપરાનું શૂટિંગ કરી રહ્યા હતા.ફોટોશૂટ દરમિયાન જ સૈફ અલી ખાન અમૃતા સિંહને દિલ આપી બેઠા હતા.

image source

ફોટોશૂટ પછી સૈફ અલી ખાને અમૃતા સિંહને કોલ કરીને ડિનર પર જવા માટે કહ્યું હતું. અમૃતાએ સૈફ અલી ખાનનું આ પ્રપોઝલ ઠુકરાવી દીધું હતું પણ એક્ટ્રેસે એમને ઘરે આવવાનું આમંત્રણ આપી દીધું હતું. એ પછી સૈફ બરાબર ટાઈમે અમૃતના ઘરે પહોંચી ગયા. જ્યાં બન્નેએ સાથે ડિનર કર્યું અને વાતો કરી. એ પછી બન્નેએ એકબીજાને કિસ કરી. સૈફએ અમૃતાને આઈ લવ યુ કહ્યું તો અમૃતાએ પણ એમને પોતાના પ્રેમનો એકરાર કર્યો. સિમી ગરેવાલના શોમાં સૈફએ જણાવ્યું હતું કે એ પછી બે દિવસ સુધી એમને અમૃતાનું ઘર ન છોડ્યું અને ત્યાં જ રહ્યા.

image source

સૈફ અલી ખાનને બે દિવસ પછી શૂટિંગ પર જવાનું હતું અને સેટ પરથી એમને લેવા માટે કાર મોકલી હતી. અમૃતાએ એમને કહ્યું કે એ એમની કાર લઈ જાય કારણ કે એ બહાને એ કાર પાછી આપવા તો આવશે. એ સમયે સૈફ અલી ખાને અમૃતા સિંહ પાસે 100 રૂપિયા ઉધાર લીધા હતા કારણ કે એ એમનું વોલેટ પણ નહોતા લાવ્યા.

image source

એ પછી ઓક્ટોબર 1991માં બન્નેએ મુસ્લિમ રીતરિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી અમૃતા સિંહે પોતાના પરિવાર પર ધ્યાન આપવા માટે એક્ટિંગ છોડી દીધી હતી. 12 ઓગસ્ટ 1995માં એમની દીકરી સારા અલી ખાનનો જન્મ થયો. તો ઓક્ટોબર 2001માં એમના દીકરા ઇબ્રાહિમેમ અલી ખાન પેદા થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version