Site icon News Gujarat

80 વર્ષથી અહીં આગ ભભૂકે છે, છતાં બારુદના ઢગલા જેવા આ વિસ્તાર પરથી લોકો સ્થળાંતરિત થવા નથી તૈયાર

ઝારખંડનું ઝારિયા શહેરની આ ઘટનાં ઘણી નવાઈ પમાડનારી છે. અહીનો વિસ્તાર લગભગ 80 વર્ષથી અંડરમાઇન અગ્નિ માટે પ્રખ્યાત છે. જો કે એમ પણ કહી શકાય કે આ આગને કારણે બદનામ થઈ ચૂક્યો છે. અહીંની ખાણોમાં લાગેલી આગથી લગભગ 1.5 લાખ પરિવારો પ્રભાવિત થયા છે. તેમનું લગભગ બધું જ દાવ પર લાગ્યુ છે પરંતુ હજી પણ તે લોકો આ વિસ્તાર ખાલી કરવા તૈયાર નથી. આ માટે કેન્દ્ર સરકારે પુનર્વસન યોજના પણ તૈયાર કરી હતી જે અત્યાર સુધી નિષ્ફળ ગઈ છે કારણ કે લોકો તેના પર વિશ્વાસ કરી શકતા નથી.

image source

આગને કારણે સૌથી વધુ અસર ત્યાં રહેતા રૈયત (ખેડૂત) છે. કમાણી કરવા અને કિંમતી કોલસા કાઢવાના લક્ષ્યમાં ત્યાં સ્થાયી થયેલા રૈયતોનું જીવન જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે. રૈયત અને ઝારિયાના લોકોનું કહેવું છે કે વિસ્થાપન કરવાની યોજના યોગ્ય નથી. તેઓ માને છે કે હાલની પરિસ્થિતિમાં અહીંથી પાછું વળવું એ મૃત્યુને ભેટી લેવા સમાન જ છે તો પછી ઘરે રહેવામાં કે આજ જમીન પર બળીને મરી જવામાં શું નુકસાન છે.

image source

બળીને મરી જવું એ માત્ર કહેવાની વાત નથી. અહી આ અગાઉ આવું ઘણા લોકો સાથે થયું પણ છે. ઝારિયા શહેર જાણે બરુદના ઢગલા પર હોય તેવી રચના છે. અનેક દાયકાઓ પહેલા અવૈજ્ઞાનિક માઇનિંગને કારણે ખાણોની અંદર લાગેલી આગ હવે સપાટી ઉપર આવી ગઈ છે. તેથી હવે લોકોને અહીંથી દૂર ખસેડવા જરૂરી છે પરંતુ લોકો તે માનવા તૈયાર નથી. જાણવા મળ્યું છે કે ઝારિયા ખાણોમાં લાગેલી આગ ગેરકાયદેસર ખનનને કારણે લાગી હતી.

હવે લોકોનો આક્ષેપ છે કે બીસીસીએલ અને ખાણ માલિકો તેમના નફા અને કોલસાની આંધળી માઈનિંગનાં કારણે લોકો વિશે ક્યારેય વિચારતા નથી. અનેકવાર પરિવાર અહી આ કારણે અસ્તિત્વ ખોઈ બેઠા પરંતુ હજુ પણ લોકોમાં કોઈ ડર નથી. નવ નવ પેઢીથી અહી જીવતા આ રૈયતોના ઘરમાંથી કેવી રીતે ધુમાડો નીકળી રહ્યો છે તે જોઈને તમારા હોશ ઉડી જશે. આ આગમાંથી તો અહીંના રસોડુંની અંદર ખોરાક તૈયાર કરવામાં આવે છે. સુમો દેવી અને બરાણી દેવી કહે છે કે તેઓ મૃત્યુના ડરમાં દરેક ક્ષણ જીવે છે પરંતુ તેમને જ્યાં સ્થાયી થવા માટે કહેવામાં આવે છે તે સ્થાન યોગ્ય નથી.

image source

હવે અહીંના લોકો સરકારના વચન મુજબ કોઈ વળતર મળે કે નોકરી મળે તેવી રાહ જોઈને જીવી રહ્યા છે. ઘણા લોકો એવા છે જેઓ નોકરીની રાહમાં વૃદ્ધ પણ થઈ ગયા છે. આવા જ એક વ્યક્તિ છે તારા પ્રસાદ રાજવર. તેઓ હવે 70 વર્ષનાં થઈ ગયા છે. તેમના વાળ પણ સફેદ થઈ ગયા છે અને નિવૃત્તિની ઉમર કરતાં પણ 10 વર્ષ વધારે વય હાલ તેમની થઈ ગઈ છે. પરંતુ વચન મુજબ તેમને નોકરી આપવામાં આવી નથી. અહીં રહેતો રણજીત જે એક વિદ્યાર્થી છે. તે કહે છે કે ઘણું એટલી બધી ગરમી અને ધુમાડો છે કે ભણવામાં પણ ધ્યાન આપી શકાતું નથી.

મળતી માહિતી મુજબ 1995થી ફક્ત મુખ્ય યોજના તૈયાર કરવામાં આવી રહી છે. લોકોને વારંવાર સ્થળાંતર કરવાનું કહેવામાં આવે છે. જેથી ખાણ માલિકો કોલસો કાઢીને પોતાનું લક્ષ્ય અને નફો કમાઈ શકે. લોકોને 8X8 રૂમમાં શિફ્ટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે જે આ લોકોને સ્વીકાર્ય નથી. ઝારિયામાં લીગલ ટાઇટલ હોલ્ડર એટલે કે રૈયતોની સંખ્યા (એલટીએચ) 32 હજારથી વધુ છે જ્યારે નોન લીગલ ટાઇટલ હોલ્ડર (એનએલટીએચ) કે જેઓ અહીં આવીને વ્યવસાય, નોકરી, આજીવિકા માટે આવે છે તેમની સંખ્યા 1 લાખથી વધુ છે.

image source

જેઆરડીએની રચના થઈ ત્યારથી અહીંથી 10 કિલોમીટર દૂર બેલઘરીયામાં ટાઉનશીપ બનાવવાનું કામ શરૂ થયું હતું. કેટલાક લોકો ત્યાં પણ સ્થાયી થયા હતા પણ ઝારિયા દેશમાં વ્યાપારી કેન્દ્ર તરીકે ઓળખાય છે. તેથી ત્યાં નાના કામદારથી લઈને મોટા ધંધા કે નોકરીના વ્યવસાયના લોકો રહેવા લાગ્યા. આ અંગે જેઆરડીએના પ્રમુખ અને ધનબાદના ડીસી કહે છે કે પુનર્વસન અંગેનો અંતિમ નિર્ણય હવે કેન્દ્ર સરકાર લેશે. 1995થી 12 વર્ષના અંતરે રીવૈઝડ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં 2009ની માસ્ટર પ્લાન પર બેઠકો યોજાય છે. અત્યાર સુધીમાં જેઆરડીએની લગભગ 30 બેઠકો યોજાઈ ચૂકી છે. પરંતુ કઈ સમાધાન આ અંગે થઈ શક્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version