યુવાન અનોખી પહેલના કારણે બન્યો લાખોપતિ, લોકડાઉનમાં 30 હજાર રૂપિયા રોકીને કર્યું સ્ટાર્ટઅપ, આજે કરે છે 35 લાખની રોકડી

આજનાં સમયમાં લોકો તીખું તમતમતું ખાવાનાં શોખીન છે અને આ માટે ભોજનમાં આદુ, લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ચીજોનો ઉપયોગ કરવાથી ટેસ્ટ જરૂરથી વધુ થઈ જાય છે. જો કે મુશ્કેલી એ થાય છે કે આ ટેસ્ટ આપનાર ચીજોને લાંબા સમય સુધી સ્ટોર કરવી અઘરી છે. તમારે બારેમાસ મસાલેદાર ખાવાનું બનાવું હોય અને બધી ચીજોનું ઉમેરણ પણ કરવું હોય તો તે હવે શક્ય છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના એક રહેવાસીએ આ માટે સરસ ઉપાય શોધી કાઢ્યો છે અને તે થકી લાખો કમાઈ રહ્યો છે.

image source

આ દિશામાં અનુભવ ભટનાગરે લોકડાઉન દરમિયાન કામ શરૂ કર્યું હતું જેમાં રેડી ટુ કૂક મોડલ પર હોમમેડ પ્રિઝર્વેટિવ ફ્રી મસાલાના પાઉડર બનાવવામાં આવતો હતો. એક નાનકડા સ્ટાર્ટઅપથી કરેલી શરૂઆત આજે એક ડઝનથી વધુ પ્રોડક્ટ્સ સુધી પહોંચ્યું છે. આ માટે તેઓ માર્કેટિંગ પણ દેશભરમાં કરી રહ્યા છે. આ સ્ટાર્ટ અપ દ્વારા આ વર્ષે તેમનું ટર્નઓવર 35 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. મળતી માહિતી મુજબ આ સ્ટાર્ટ અપ શરૂ કરનાર યુવકની ઉંમર 29 વર્ષ છે અને તેના પિતા આર્મી ઓફિસર હતાં. પિતાની આ નોકરીને કારણે તેને અભ્યાસ દરમિયાન ઘણાં શહેરો જોયા છે.

આ દરમિયાન વર્ષ 2012માં તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો. ભણવાનું પૂરું થતાં તેણે હૈદરાબાદમાં એક કંપનીમાં નોકરી ચાલુ કરી દીધી હતી. આ નોકરી તેણે અઢી વર્ષ સુધી કરી. તેણે XLRI જમશેદપુરથી ડિપ્લોમાની ડીગ્રી પણ લીધી અને પછી હૈદરાબાદ પરત આવ્યા. ત્યારબાદ ડિજિટલ માર્કેટિંગના ફિલ્ડમાં તેણે લગભગ બે વર્ષ સુધી જોબ કરી હતી. આ વિશે જ્યારે અનુભવ સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે મારી તે નોકરી સારી ચાલી રહી હતી. તે સમયે મે કોઈ બિઝનેસનો કરીશ તેવું વિચાર્યું પણ ન હતું. આ પછી આ સફર વિશે વાત કરતા તે કહે છે કે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો તે સમયે હું પોતે મારું ભોજન બનાવતો હતો.

image source

આ પછી જ્યારે નોકરી મળી ત્યારે પણ હું પોતે જ કૂકિંગ કરતો હતો. એ દરમિયાન મારા મનમાં એ વાત આવી કે શું ભોજનમાં જેને કારણે ટેસ્ટ આવે છે તે છે આદુ અને ડુંગળી, તો શું આપણે કોઈ કેમિકલ મેળવ્યા વિના આદુ અને ડુંગળીને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકીએ? આ માટે શું એવી કોઈ રીત છે કે જેનાથી કોઈ પ્રોડક્ટ બનાવી શકાય? એવું ઘણીવાર બનતું હોય છે કે જ્યારે આપણે કઈક રસોઈ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોઈએ ત્યારે આપણે ખબર પડે કે આદુ અને લસણ નથી. આ પછી આ દિશામાં જાણકારી ભેગી કરવાની ચાલુ કરી દીધી.

ત્યારબાદ હૈદરાબાદમાં જ CFTRIમાં કોન્ટેક્ટ કર્યો. ત્યાંના અધિકારીઓને મળ્યા અને તેમને પોતાની મુશ્કેલી જણાવી. આ દરમિયાન જાણવા મળ્યું કે ડિહાઈડ્રેશન ટેક્નિકથી તેઓ કોઈ ફૂડ કે ફ્રૂટની શેલ્ફ લાઈફ વધારી શકે છે. પહેલાના સમયથી આ ટેક્નિકનો ઉપયોગ કરીને લોકો પાપડ, ચિપ્સ કે અથાણાં બનાવતા આવ્યાં છે. આ પછી અનુભવે આ દિશામાં આગળ જવાનું નક્કી કર્યું. આ માટે તેણે નવું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર આવ્યો. તેણે આ વિશે સૌથી પહેલા તેના મિત્રોને વાત કરી અને તેમણે આ સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન પણ આપ્યું હતું.

image source

આ બિઝનેસનાં શરૂઆત વિશે વાત કરતા તે કહે છે કે તેણે લગભગ 30 હજાર રૂપિયાનો આ માટે ખર્ચ કર્યો હતો. આ માટે પહેલા તેણે એક ગ્રાઈન્ડર મશીન અને એક ઓવન લીધું. આ પછી લસણ અને ડુંગળીને ડિહાઈડ્રેટ કરીને તેનો પાઉડર તૈયાર કરવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન તેણે આ પાઉડરની અંદર કોઈપણ કેમિકલ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યો ન હતો. આ પછી તેને એક ડબ્બામાં પેક કરવામાં આવ્યું અને તેને પોતાના દોસ્તો સાથે શેર કર્યું હતું. આ સિવાય તેણે સોશિયલ મીડિયા પર પણ આ અંગે પોસ્ટ મૂકી હતી જેના થકી પણ તેને ઘણી મદદ મળી હતી. ત્યાંથી જોઈને અનેક લોકોએ પણ પ્રોડક્ટની ડિમાન્ડ કરી હતી.

આ વિશે તે આગળ વાત કરતા કહે છે કે આ કામ માટે શરૂઆતના એક વર્ષનો સમય તેને શીખવા અને સમજવામાં આપ્યો હતો. આ પછી પ્રોડક્ટ્સ બનાવવાની સાથે તેનાં માર્કેટિંગ પર પણ ધ્યાન આપ્યું. આ સાથે અગાઉથી બજારમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સ સાથે તુલના કરી અને ખાસ તો ક્વોલિટીનું એનાલિસિસ કરવામાં આવતું. આ પછી વધારે જાણકારી માટે અલગ-અલગ એક્ઝિબિશનમાં પણ ગયો. આ સિવાય કેટલાક રિટેલર્સ સાથે પણ આ વિશે વાત કરી અને તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

image source

આખરે આ દિશાનું બધું જ નોલેજ મેળવ્યાં બાદ તેણે વર્ષ 2020માં પોતાની કંપની રજીસ્ટર કરવી જેનું નામ Zilli’s રાખવામાં આવ્યું હતું. પોતાની કંપનીમાં તેણે ઘરેથી જ કામ કરવાનું શરૂ કર્યુ હતું. આ દરમિયાન દેશભરમાં લોકડાઉન લાગી ગયું હતું જેના કારણે લગભગ બે મહિના માટે તેનું કામ બંધ રહ્યું. તે પોતાના માટે કર્મચારીઓ હાયર કરી શક્યો નહોતો. આ પછી ફરી એકવાર જૂન 2020થી અનુભવે કમર્શિયલ પ્લેટફોર્મ પર પગ મૂક્યો. આ માટે તેણે પહેલા તો પોતાની જ એક વેબસાઈટ બનાવી અને આ સિવાય પણ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી નામી ઍપલિકેશન દ્વારા પણ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવાનું શરૂ કર્યું હતું.

અનુભવ લોકડાઉનને પણ પોઝિટિવ રીતે લેતા કહે છે કે લોકડાઉનને કારણે એકતરફ જ્યારે થોડા સમય માટે તેનું કામને અસર પહોંચી હતી પણ બીજી જ તરફ આ સમયે એક મોટો ફાયદો પણ તેને થયો છે. લોકડાઉન દરમિયાન તેની પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી ગઈ હતી કારણ કે તે સમયે લોકો કઈ ખરીદવા માટે પણ બહાર જવાનું ટાળી રહ્યાં હતાં. આનો ફાયદો એ થયો કે ઓનલાઈન માર્કેટિંગ વધ્યું. મસાલા તૈયાર કરવાની રીત વિશે તે કહે છે કે સૌપ્રથમ લસણ કે ડુંગળીને સન ડ્રાય કરવામાં આવે છે. આ પછી મશીનની મદદથી તેને વધુ સારી રીતે સૂકવવામાં આવે છે. સાવ સુકાઈ ગયાં બાદ ગ્રાઈન્ડરની મદદથી પીસવામાં આવે છે અને પાઉડર તૈયાર થઈ જાય છે.

image source

જ્યારે આ પાઉડર તૈયાર થઈ જાય ત્યારે તેની ક્વોલિટી ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું ફાઈનલ પેકેજિંગ કરવામાં આવે છે. આ રીતે તૈયાર થતી પ્રોડક્ટ્સમાં હાલ 13 પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે જેમાં ગાર્લિક પાઉડર, જિંજર પાઉડર, ઓનિયન પાઉડર, મરચાં પાઉડર, હળદર, દૂધ મસાલા જેવી પ્રોડક્ટ સામેલ છે. હાલ આ કામ માટે અનુભવે 5 લોકોને રાખ્યા છે. આ રીતે તે પોતાની સાથે અન્ય 5 લોકોને રોજગારી આપી રહ્યો છે. આ બિઝનેસ વિશે વાત કરતા તે કહે છે કે શરુઆતનાં સમયે તે ઘરેથી જ પ્રોડક્ટ્સ તૈયાર કરતો હતો. આ પછી જેમ જેમ આ ડિમાન્ડ વધી ગઈ તે પછી મશીનોની મદદથી આગળ કામ ચાલુ કર્યું હતું. જો કે આ મશીનો મોંઘાં અને મોટાં હોય છે જેના ખર્ચનાં કારણે હાલ તેઓ ભાડે મશીન લાવીને જ કામ કરી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ ગત એક વર્ષ દરમિયાન અનુભવે 12 હજારથી વધુ કસ્ટમર્સ સુધી પોતાની પ્રોડક્ટ પહોંચાડી છે. આ દ્વારા તેણે 35 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને હજુ પણ તેનો ગ્રોથ રેટ સતત વધતો રહ્યો છે. પ્રોડક્ટની માંગ વધતા તે આ દિશામાં આગળ વધ્યો અને તેણે હવે હૈદરાબાદમાં ખુદની ઓફિસ ખોલી છે. આ સાથે તેણે દેશના અલગ અલગ ખૂણે પોતાના ડીલર્સ અને રિટેલર્સનું નેટવર્ક તૈયાર કરી લીધું છે કે જેના દ્વારા તે ઓફલાઈન માર્કેટિંગ પણ આસાનીથી કરી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!