કોરોના વાયરસ કરતા પણ વધુ ભયંકર સાબિત થઇ શકે છે આ વાયરસ, 800થી વધુ વાયરસની યાદી તૈયાર, જેમાં 30 તો…

કોરોનાવાયરસ દુનિયામાં ફેલાયો તે પહેલાથી વૈજ્ઞાનિકો જૂનોટીક વાયરસ એટલે કે પ્રાણીઓ થી ફેલાતા વાયરસ વિશે સંશોધન કરી ચૂક્યા હતા. અનેકવાર આ વાઇરસથી લોકો સંક્રમિત થયા અને મૃત્યુ પણ પામ્યા. ત્યારે હવે એક વેબ બેઝ્ડ પ્લેટફોર્મ દુનિયામાં અસ્તિત્વ ધરાવતા 887 વાયરસ નું લિસ્ટ બનાવ્યું છે. આ 800થી વધુ વાઈરસ માંથી 30 વાઈરસ એવા છે જે ભવિષ્યમાં માણસને વધારે બીમાર કરી શકે છે અને દુનિયામાં એવી મહામારી ફેલાવી શકે છે.

image source

આ સ્ટડી ને કરવા માટે દસ વર્ષનો સમય લાગ્યો છે. 10 વર્ષની રિસર્ચ બાદ નિષ્ણાંતોએ સૌથી વધુ સંક્રામક, ખતરનાક અને જીવલેણ એવા 30 વાયરસ નું લિસ્ટ તૈયાર કર્યું છે. જો કે આ 30 માંથી દરેક વાયરસ ખૂબ જ ખતરનાક નથી આ 30માંથી કેટલાક જ વાયરસ એવા છે જે ભયંકર મહામારી ફેલાવાની શક્તિ ધરાવે છે, તેની સરખામણીએ અન્ય વાયરસ નબળા છે. આ રિસર્ચમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કયો વાયરસ કેટલો ખતરનાક છે અને કેટલી હદે તબાહી મચાવી શકે છે.

image source

આ વાયરસને તેની સંક્રામકતાના આધાર પર ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં પહેલું રાષ્ટ્રીય અથવા તો ક્ષેત્રીય, બીજું અર્ધ વૈશ્વિક એટલે કે સેમી ગ્લોબલ અને ત્રીજું વૈશ્વિક એટલે કે ગ્લોબલ. તો ચાલો એ પણ જાણીએ એ વાયરસ વિશે જે દેશમાં સ્થાનિક સ્તરે સમસ્યા સર્જી શકે છે. આ વાયરસમાં કોરોના વાયરસનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આફ્રિકાથી દેશમાં ફેલાતો ઇબોલા વાઇરસ પણ આ યાદીમાં આવે છે.

image source

રાષ્ટ્રીય સ્તરે જોખમ દર્શાવતા વાયરસ માં લાસ્સા, ઇબોલા, ફિલો વાયરસ, માર્બરગ્, કોરોના વાયરસ અને સાર્સ સંબંધિત બીટા કોરોના વાયરસ નો સમાવેશ થાય છે.

image source

આ ત્રીસ વાયરસની યાદીમાં ઘણા એવા વાયરસ છે જે વૈશ્વિક સ્તરે મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે કારણ કે તેના પરિવારમાં મ્યુટેશનની શક્તિ હોય છે. આ એક વાયરસ અનેક નવા વાઇરસને ઉભા કરી શકે છે. રિસર્ચ અનુસાર માણસ કોઈને કોઈ રીતે સતત પ્રાણીઓના સંપર્કમાં રહે છે તેના કારણે પ્રાણીઓના વાયરસથી પણ માણસ પર જોખમ વધે છે આ વાઇરસમાંથી એક કોરોના વાયરસ છે.

આ અભ્યાસમાં જે 887 વાયરસના નામનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાંથી 840 થી વધુ વાઈરસ વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. એટલે કે તે કેટલા ચેપી છે અને ઘાતક છે તેના વિશે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી હાલ માત્ર એટલું જાણવા મળ્યું છે કે આ બધા વાયરસ ઝુનોટિક વાયરસ છે. એટલે કે આ વાઇરસ પ્રાણીઓમાં વધતાં વાયરસ છે જે કોઇપણ સમયે માણસ માટે પણ ઘાતક બની શકે છે અને કોરોના જેવી મહામારી ફેલાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!