એસ.બી.આઈ.ના કસ્ટમર માટે આવ્યા છે દુઃખના ખબર, રાખજો સાવચેતી નહીતર બંધ થઇ જશે તમારુ બેન્કનુ ખાતુ, એકવાર વાંચો આ લેખ અને મેળવો વધુ માહિતી…

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો, તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે.વાસ્તવમાં, બેંક તેના ખાતાધારકોને વારંવાર પાન આધારને લિંક કરવા માટે અપીલ કરી રહી છે. તાજેતરમાં જ એસ.બી.આઈ.એ તેના ગ્રાહકોને વહેલામા વહેલી તકે પાન- આધાર કાર્ડ લિંક કરવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે, પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ છે. બેંકે કહ્યું છે કે, જો તમે આ કામ નિયત સમયમર્યાદામાં ન કરો તો તમારી બેંકિંગ સેવા ખોરવાઈ શકે છે.

image source

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે, જો આધાર અને પાન એક સાથે જોડાયેલા નથી તો પાન નંબર નિષ્ક્રિય થઈ જશે. આ કારણોસર બેંકે ગ્રાહકોને તેમના ખાતાની સરળ કામગીરી માટે આધાર અને પાન લિંક કરવાનું કહ્યું છે.

image source

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, દરેક વ્યક્તિ માટે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આ માટેની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર રાખવામા આવી છે.

image source

જો તમે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં તમારું કેવાયસી ન કરો, તો તમારું શું થશે? એસ.બી.આઈ. એ કહ્યું કે, જો તમારુ બેંક ખાતું કે.વાય.સી. વગર સસ્પેન્ડ કરવામાં આવે તો તમારા ખાતામાં જમા નાણાં જામી જશે. તમે તે પૈસા ઉપાડી શકશો નહી ઉપરાંત, તમને કોઈ સરકારી યોજનાનો લાભ મળશે નહીં અને કોઈ સબસિડી પણ મળશે નહી.

પાનકાર્ડ અને આધારકાર્ડ લીંક કરવા માટેની પ્રક્રિયા :

image source

તમારી પાસે પાન અને આધાર કાર્ડ લિંક કરવાની બે રીત છે. પ્રથમ એસએમએસ દ્વારા અને બીજું આવકવેરા વેબસાઇટ પર જઈને કરી શકાય છે.જો તમે એસએમએસ દ્વારા પાન અને આધારને લિંક કરવા માંગો છો તો તમારે યુઆઇડી પાન સ્પેસ અને બાર અંકનો આધાર નંબર સ્પેસ ૧૦ અંકનો પાન નંબર ૫૬૭૬૭૮ અથવા ૫૬૧૬૧ પર એસએમએસ કરવો પડશે.