બાળકો માટે બની રહી છે 2 રસી, શરુઆતી પરીક્ષણમાં સામે આવ્યા ચોંકાવનારા પરીણામ

કોરોના વાયરસની બીજી લહેર હજુ સુધી શાંત થઈ નથી ત્યાં તો ત્રીજી લહેરને લઈ નિષ્ણાંતો ચેતવણી આપવા લાગ્યા છે. સાથે જ નિષ્ણાંતોની આ ચેતવણી પર સરકાર પણ તૈયારીઓ કરવા લાગી છે. નિષ્ણાંતોએ એવી ભીતિ પણ વ્યક્ત કરી છે કે ત્રીજી લહેર બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે. જો કે આ વાતથી લોકોની અને સરકારની ચિંતા પણ વધી છે કારણ કે દેશમાં બાળકો માટે કોરોનાની રસી હજુ સુધી શોધી શકાય નથી.

પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતોની આ ચેતવણી વચ્ચે હવે એક સારી ખબર આવી છે. આ સારી ખબર એવી છે કે મોડર્નાએ કોરોનાની રસી અને પ્રોટીન આધારિત એક ખાસ રસી તૈયાર કરી છે તેના શરૂઆતી પરીણામ સારા જોવા મળી રહ્યા છે.

image source

આ રસીનું પરીક્ષણ વાંદરાના બચ્ચા પર કરવામાં આવ્યું હતું. શરુઆતી પરીક્ષણ રીસસ મૈકાક અને આફ્રીકી લંગૂર પર કરવામાં આવ્યું હતુ. આ પરીક્ષણમાં જોવા મળ્યું કે રસી બાળકો માટે પૂર્ણ સુરક્ષિત છે. રસીના કારણે વાંદરાના બચ્ચાના શરીરમાં સાર્સ કોવ -2 વાયરસ સાથે લડવા માટે સક્ષમ એંટીબોડી બની હતી.

image source

શોધ અનુસાર વાંદરાના 16 બચ્ચા પર આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ 16 બચ્ચાના પરીક્ષણમાં જોવા મળ્યું કે રસી લીધા બાદ તેમની અંદર વાયરસથી લડવાની ક્ષમતા 22 સપ્તાહ સુધી જળવાઈ રહી હતી. અમેરિકા સ્થિત ન્યૂયોર્ક પ્રેસ્બિટેરિયન કોમન સ્કાય ચિલ્ડ્રન હોસ્પિટલની સેલી પર્મર અનુસાર વાંદરાના બચ્ચા પર કરવામાં આવેલા પરીક્ષણ પછી જે રીતે પરીણામ સામે આવ્યા છે તેને જોઈ નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. પરીણામ કોરોનાની ચિંતાથી રાહત આપે તેવા છે.

image source

નાની ઉંમરના બાળકોમાં આ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત જોવા મળી છે તેનાથી કોરોનાને રોકવામાં ખૂબ મદદ મળશે. જણાવી દઈએ કે બાળકો માટે સાર્સ કોવ 2 ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. આ વાયરસ ખૂબ ઝડપથી એક બાળકમાંથી બીજા બાળકમાં ફેલાઈ શકે છે. જણાવી દઈએ કે અમેરિકામાં બાળકોમાં ચાલી રહેલા રસીના ટ્રાયલમાં સારા પરીણામ જોવા મળી રહ્યા છે. અમેરાની યૂનિવર્સિટી ઓફ નોર્થ કૈરોલિનના પ્રોફેસર ક્રિસ્ટિના ડિ પેરિસએ જણાવ્યું હતું કે મૈકાકના બાળક પર કરવામાં આવેલા ટ્રાયલ દરમિયાન એવી જ એંટીબોડી બની રહી છે જેવી અગાઉ વાંદરાઓમાં જોવા મળી હતી. જો કે વયસ્કોની 100 માઈક્રોગ્રામ ડોઝની સરખામણીમાં બાળકોમાં માત્ર 30 માઈક્રોગ્રામનો જ ડોઝ આપવામાં આવ્યો હતો.

image source

કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા રુસએ પણ 8થી 12 વર્ષના બાળકો માટે કોરોના રોધી સ્પૂતનિક વીના નેઝલ સ્પ્રેનું પરીક્ષણ કર્યું છે. તેનાથી બાળકોના નાકમાં દવાનો સ્પ્રે કરવામાં આવે છે. જાણવા મળે છે કે આ પરીક્ષણ સફળ રહ્યું તો 15 સપ્ટેમ્બર સુધીમાં તેને તૈયાર કરી લોન્ચ કરવામાં આવશે.