ગુજરાતીઓ માટે ગર્વની વાત, સુરતના ડાયમંડ બુર્સમાં બનશે સૌથી મોટું ઓક્શન હાઉસ

દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ખજોદમાં નિર્માણ થઈ રહ્યું છે અને આ નવી બિલ્ડીંગમાં હીરાની હરાજીમાં સરળતા રહે તે માટે બુર્સ કમિટી દ્વારા દુનિયાનું સૌથી મોટું ઓક્શન હાઉસ ત્યાં તૈયાર કરવામાં આવશે. આ ઓક્શન હાઉસ 50 હજાર સ્ક્વેર ફૂટમાં હશે.

image source

તમને જણાવી દઈએ કે સુરત ખાતે નિર્માણ થઈ રહેલા આ બુર્સનું 66 લાખ સ્ક્વેર ફૂટમાં નિર્માણ થઈ રહ્યું છે. જેનું કામ હવે એના છેલ્લા તબક્કામાં છે. આ સાથે જ અહીં ઓક્શન હાઉસ તૈયાર કરવાનું આયોજન પણ છે.

આ ડાયમંડ બુર્સનું ઉદઘાટન જાન્યુઆરીના 2022માં થાય તે માટે બુર્સ કમિટી દ્વારા હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બુર્સમાં કુલ 4200 ઓફિસ હશે. આ બુર્સનું નિર્માણ એટલી ઝડપે થઈ રહ્યું છે કે આ બુર્સની અમુક ઓફિસોના માલિકોને ફર્નિચર કરવા માટે તેમની ઓફિસ સોંપી દેવામાં આવી રહી છે.

image source

આ અંગે ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુર સવાણીએ કહ્યું હતું કે. આવતા જાન્યુઆરી મહિનામાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ બુર્સનું ઉદ્દઘાટન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવે તેવું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિનને પણ આ બુર્સના ઉદઘાટન પ્રસંગે આમંત્રણ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે સુરત શહેરના બ્રોકરો દ્વારા છેલ્લાં થોડાં દિવસોથી ડાયમંડ બુર્સની પાસે પાર્કિંગની માંગણીઓ કરવામાં આવી રહી છે. હીરાના વેપારમાં બ્રોકરો માધ્યમ હોવાથી ડ્રીમ સિટીમાં જ પે એન્ડ પાર્ક તૈયાર કરવામાં આવશે. સુરત ડાયમંડ બુર્સનું કામકાજ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. કોરોનાકાળમાં પણ ડાયમંડ બુર્સનું કામ સતત ચાલતું જ રહ્યું હતું.

image source

હાલ ડાયમંડ બુર્સનું કામ ૯૦ ટકાથી વધારે થઈ ગયું છે. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં બુર્સનું કામ પુર્ણ કરવાનો ટાર્ગટ છે. એ પછી જાન્યુઆરી મહિનામાં આ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 4200થી વધુ ઓફિસો ધરાવતાં બુર્સમાં ટ્રેડિંગને લગતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. અંદાજે 1 થી 1.50 લાખ લોકોને રોજગારી મળવાની સાથે ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝનો વેપાર 2 થી 2.5 લાખ કરોડનો થાય તેવો અંદાજ છે.

image source

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અહિયાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.