ક્રુઝર બાઈકના શોખીનો માટે ખુશખબર, આટલી કિંમત આપીને જ ઘરે લઈ જઈ શકો છો આ બાઈક

દેશમાં ટુ વ્હીલર સેક્ટરમાં વધુ માઈલેજ આપતી બાઈક બાદ સૌથી વધુ માંગ ક્રુઝર બાઇકની છે. જેમાં રોયલ એનફિલ્ડ, બજાજ અને હીરો જેવી નામાંકિત કંપનીઓની બાઈક લોકો પસંદ કરતા હોય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે bajaj કંપનીની બજાજ એવેન્જર 160 street બાઈક વિશે વાત કરીશું. જે એક એન્ટ્રી લેવલ ક્રુઝર બાઈક છે. જો તમારે આ cruiser બાઈક ખરીદવી હોય તો તમારે 1.5 લાખ રૂપિયા ખર્ચવા પડશે. પરંતુ જો તમારી પાસે આટલા રૂપિયાનું બજેટ ના હોય તો તમે અહીં એ ડાઉન પેમેન્ટ પ્લાન વિશે જાણી શકો છો.

image source

જેના દ્વારા તમે ફક્ત 12,572 હજાર રૂપિયામાં આ બાઇકને ઘરે લઈ જઈ શકો છો. આ ડાઉન પેમેન્ટ પ્લાન વિશે જાણતા પહેલા અમે આપને આ બાઇકના અમુક ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે જણાવી દઈએ. bajaj avenger street 160 ઓછા વજન વાળું બાઈક છે. જેમાં ખાસ કરીને ગ્રાહકોને તેની ડિઝાઇન વધુ પસંદ પડી રહી છે. આ બાઇકમાં કંપની 160 સીસી નું સિંગલ સિલિન્ડર વાળું એન્જિન આપી રહી છે.

image soure

આ એન્જિન 15 પીએસનો પાવર અને 13.7 એનએમનો પિક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે 4 speed gearbox આપવામાં આવ્યા છે. બાઈક ના આગળના વ્હીલમાં ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલમાં drum brake આપવામાં આવી છે. આ સાથે બાઈક માં ટ્યુબલેસ ટાયર પણ આપવામાં આવ્યા છે. બાઇકની માઇલેજ બાબતે કંપનીનો એવો દાવો છે કે તેની આ ક્રુઝર બાઇક 50.77 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. અને આ માઇલેજ એઆરએઆઈ દ્વારા પ્રમાણિત છે.

image soure

બજાજ એવેન્જર street ની ફિચર્સ અને સ્પેસિફિકેશન વિશેની ઉપરોક્ત માહિતી જાણી લીધા બાદ હવે અમે આપને એ ડાઉન પેમેન્ટ પ્લાન વિશે જણાવીશું જે અંતર્ગત તમે સરળ ડાઉન પેમેન્ટ ભરી ને આ બાઈક ઘરે લઈ શકો છો. અસલમાં ટુ વ્હીલર સાથે જોડાયેલી બાબતો વિશે ની વેબસાઈટ Bikedekho પર આપવામાં આવેલા ડાઉન પેમેન્ટ પ્લાન અનુસાર આ બાઈક ખરીદનાર ગ્રાહકને કંપની સંબંધિત બેંક પાસે ગ્રાહકને આ બાઈક પર 1,13,147 રૂપિયાની લોન આપશે જેમાં તમારે 12,572 રૂપિયા નું ડાઉન પેમેન્ટ આપવાનું રહેશે. અને ત્યારબાદ દર મહિને 4,042 રૂપિયા નો હપ્તો ભરવાનો રહેશે આપતા નો પિરિયડ 36 મહીનાનો રહેશે.

image soure

આવશ્યક સૂચના : આ બાઈક પર મળતી લોન ની રકમ ડાઉન પેમેન્ટ અને અન્ય બેન્કિંગ વિગતો સીબીલ સ્કોર પર નિર્ભર કરે છે. ગ્રાહકોએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને તમામ વિગતો જોઈ ચકાસીને આગળ વધવું આવશ્યક છે.