પેટની અનેક તકલીફો માટે રામબાણ છે તાંબાના પાત્રમા ભરેલું પાણી, જાણી લો આ ફાયદાઓ અને નુકસાન વિશે…

તમે આજુબાજુ ઘણા લોકોને પોતાના ધડામાં કોપરની વસ્તુ રાખતા જોયા હશે. આ કોપરના વાસણમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.તાંબામાં લાલ અને પીળા રંગનું મિક્ષણ રહેલું છે.તેથી તે બંને રંગો ગરમ સ્વભાવના છે.તેથી તેમાં રહેલા પાણીને ગરમ તીસરનું પાણી માનવામાં આવે છે.તાંબાના વાસણમાં ભરેલું પાણી ઔષધીય ગુણધર્મ ધરાવે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે.તો ચાલો તેના નિયમ અને સાવચેતી વિષે જાણીએ.

image source

તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી પેટની બધી સમસ્યા દુર થાય છે. આજકાલ બધા વ્યક્તિને ગેસ, અપચો જેવી સમસ્યા ઉદ્ભવે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી પેટને લગતી બધી સમસ્યા માટે આ ખુબ અસરકારક સાબિત થશે. આ પાણીમાં ખુબ અસરકારક ગુણધર્મ રહેલા છે. તેથી તે હાનિકારક બેકટેરિયાને દુર કરે છે અને આ પાણી પીવાથી પેટમાં થતા બળતરા અને તેને સબંધિત ચેપને દુર કરે છે.તાબાનું પાણી આતરડામાં રહેલી ગંદકીને દુર કરી અને તેને સાફ રાખે છે.

image source

તે ત્વચા સબંધિત બધી સમસ્યામાં આ પાણી પીવાથી સારું રહે છે.આ પાણી પીવાથી ચહેરામાં નિખાર આવશે અને ચહેરા પરની સમસ્યા દુર થશે. આ પાણી પીવાથી બધા રોગો દુર થાય છે. આ પાણીનું સેવન કરવાથી ચેરા પર થતી કરચલીઓ, ત્વચાનું ઢીલાપણુ વગેરે દુર થાય છે.

image source

આ પાણીનું સેવન રોજ સવારે પીવાથી હૃદય મજબૂત અને સ્વસ્થ બને છે. સાંધાના દુઃખાવા અને વાની તકલીફમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી ઘણો જ ફાયદો થાય છે.

આ વસ્તુઓ યાદ રાખો

image source

જો તમને એસિડીટીની સમસ્યા હોય તો આ પાણીનું સેવન ન કરવું જોઈએ.કેમ કે તે પાણી ગરમ હોવાને લીધે તમારી સમસ્યા વધી શકે છે.જો તમે કીડની અથવા તો હાર્ટના દર્દી છો તો ડોક્ટરની સલાહ લઈ ત્યારબાદ તાંબાના વાસણનું પાણી પીવું. તાંબાના વાસણમાં દૂધની વસ્તુ અને ખાટી વસ્તુઓ ન મુકવી. આવું કરવાથી તે ઝેરી બને છે. અને ફૂડ પોઈઝનિંગ જેવા રોગોનું કારણ બની શકે છે.

આ પ્રયોગ કરવો

image source

તાંબાના વાસણમાં રાખેલું પાણી આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે અને તેના ચાર્જ પાણી પણ કહે છે.જયારે આપણે કોઈ વસ્તુનું ચાર્જ કરીએ ત્યારે તેના અર્થિંગથી બચવા માટે તેને જમીન પર રાખતા નથી. એજ નિયમ આમાં પણ લાગુ પડે છે.તાંબાના વાસણને ક્યારેય જમીન પર રાખવામાં આવતું નથી.તેને લાકડના ટેબલ પર મુકવું જોઈએ.આ પાણીને ચાર્જ કરવા માટે તેને આઠ થી દસ કલાક સાફ તાંબાના વાસણમાં રાખવું જોઈએ.આ નો ઉતમ ઉપાય એ છે કે એક તાંબાના વાસણમાં સાંજે પાણી ભરી મૂકી દેવું અને તે પાણીને સવારે નયળા કોઠે પીવાથી આપણું સ્વાથ્ય સારું રહે છે અને શરીરમાં સ્ફૂર્તિ પણ આવે છે.તાંબાના વાસણમાં પાણી પીવાથી ડાયેરીયા અને કમળા જેવા રોગોના કીટાણુઓ મરી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત