Site icon News Gujarat

સચિન તેંડુલકરની દીકરી સારાના નામમાં છુપાયેલું છે આ રહસ્ય, શાહરૂખ સાથે છે આ ખાસ કનેક્શન

કેટલાક લોકપ્રિય સ્ટાર કિડ્સમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરનું નામ પણ સામેલ છે. સારા તેંડુલકરની ગણતરી સેલેબ્રીટીસના સૌથી ખુબસુરત અને સ્ટાઈલીશ બાળકોમાં કરવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામ પર સારા તેંડુલકરના ફોલોઅર્સની સંખ્યા અંદાજીત ૧૨ લાખ કરતા વધારે છે. સારા તેંડુલકર પોતાના શાનદાર ડ્રેસિંગ સેંસ અને ડાઉન ટુ અર્થ ક્વોલીટી માટે પણ જાણવામાં આવે છે.

image source

ચાલો અહિયાં અમે આપને સારા તેંડુલકરની કેટલીક અન્ય ખાસિયતો વિષે અને પસંદ વિષે જણાવીશું. સારા તેંડુલકર બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કિંગ ખાન શાહરૂખ ખાનની ઘણી મોટી ફેન છે. અભિનેતા શાહરૂખ ખાન પણ સારા તેંડુલકરને ખુબ જ માને છે. આ જ કારણ હતું કે, સારા તેંડુલકરના ૨૧ વર્ષના થવાની ખુશી વ્યક્ત કરતા અભિનેતા શાહરૂખ ખાનએ સારા તેંડુલકરને ખાસ અંદાજમાં વિશ કર્યું હતું. અભિનેતા શાહરૂખ ખાનએ સારા તેંડુલકરનો એક વિડીયોની મદદથી બર્થ ડે વિશ કરી હતી.

સારા તેંડુલકરએ અભિનેતા શાહરૂખ ખાનનો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો હતો.

image source

સારા તેંડુલકરે અભિનેતા શાહરૂખ ખાનના વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘અત્યાર સુધીનો સૌથી સારો જન્મદિન!????????’

ખરેખરમાં, અભિનેતા શાહરૂખ ખાનએ સારા તેંડુલકરના જન્મદિન નિમિત્તે અભિનેતા શાહરૂખ ખાનએ એક ગીત ડેડીકેટ કર્યું હતું. સારા તેંડુલકરના પિતા સચિન તેંડુલકર અને અભિનેતા શાહરૂખ ખાનમાં પણ ઘણી સારી મિત્રતા છે. વર્ષ ૨૦૧૯માં ક્રિકેટર સચિન તેંડુલકર અને અભિનેતા શાહરૂખ ખાનએ આઈસીસી વન ડે વર્લ્ડ કપ પછી બંનેએ સાથે ડીનર કરવાનો પ્લાન બનાવ્યો હતો.

image source

ક્રિકેટ જગતના મહાનાયક સચિન તેંડુલકરની દીકરીનું નામ લઈને પણ રોમાંચક કિસ્સાઓ સામે આવ્યા છે. સારા તેંડુલકરનો જન્મ તા. ૧૨ ઓક્ટોબર, ૧૯૯૭માં મુંબઈમાં થયો હતો. એ જ વર્ષે તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૯૭ થી લઈને તા. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૭માં કેનેડામાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ૫ વન ડે મેચની સીરીઝ રમવામાં આવી હતી, જેને ‘ફ્રેંડશિપ કપ’ નામ આપવામાં આવ્યું હતું.

image source

આ ટુર્નામેન્ટને સહારા (sahara) દ્વારા આયોજિત કરવામાં આવી હતી. પાકિસ્તાનને ૪-૧ થી હરાવીને ભારતએ ફ્રેંડશિપ કપને પોતાના નામે કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સચિન તેંડુલકર જ હતા. આ ટુર્નામેન્ટ સમાપ્ત થઈ જ્ઞાન અંદાજીત ૨૦ દિવસ બાદ સચિન તેંડુલકરની દીકરીનો જન્મ થયો અને સચિન તેંડુલકરે સહારાના નામ પરથી સારાનું નામ રાખી દીધું.

ખરેખરમાં તે પહેલી એવી ટુર્નામેન્ટ હતી જેને સચિન તેંડુલકરએ કેપ્ટન તરીકે પહેલી વાર જીત્યા હતા.

સારા તેંડુલકરએ પોતાનો શાળાકીય અભ્યાસ મુંબઈમાં આવેલ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલથી પૂરો કર્યો. ત્યાર બાદ સારા તેંડુલકરે યુનિવર્સીટી કોલેજ, લંડન (UCL)થી મેડિસિનમાં ગ્રેજ્યુએશન કર્યું.

Exit mobile version