Site icon News Gujarat

આ વ્યક્તિ પર છે જેકલીન ફર્નાન્ડિઝને ક્રશ, જાતે જ કર્યો ખુલાસો, તમે પણ જાણી લો નામ

બૉલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે ભૂત પોલીસના એમના કો સ્ટાર અર્જુન કપૂરની સાથે એક ચેટ શો દરમિયાન કહ્યું કે સોશિયલ મીડિયાની અમુક ટ્રોલિંગ એમના માટે સમજાય છે અને એ એને સકારાત્મક રીતે લે છે. અર્જુને બક બક વિથ બાબા નામના એક સોશિયલ મીડિયા ચેટ શોની શરૂઆત કરી છે જેમાં એકટર એમના ઇન્ડસ્ટ્રીના મિત્રો અને પરિવાર પાસે એ વસ્તુઓ કઢાવવા માટે વાત કરે છે જેમના વિશે લોકો નથી જાણતા. એમને જેકલીન ફર્નાન્ડિઝ સાથે પણ વાત કરી. જ્યાં એમને એમના પહેલા ક્રશ, એમની ફિટનેસ યાત્રા અને ટ્રોલમાંથી બહાર નીકળવા વિશે બધું જ જણાવ્યું.

image source

ગુંડે અભિનેતાએ જેકલીનને પૂછ્યું કે સોશિયલ મીડિયા પર તમે તમારા વિશે સૌથી નકામી વાતો કઈ વાંચી છે? જેના પર જેકલીન ફર્નાન્ડીઝે જવાબ આપ્યો કે ઘણી બધી નકામી વસ્તુઓ છે. સારું છે, અમે બધા એવા મેસેજ રિસીવ કરીએ છીએ, મેં મારા વિશે વાંચ્યું કે હું કેટલી ભયાનક લાગુ છું, મારુ ઉચ્ચારણ કેટલું ભયાનક છે અને હું હિન્દી કેવી રીતે બોલું છું, હું કેવી દેખાઉં છું, એના પર ખરાબ રિએક્શન સામે આવે છે પણ હું એને સકારાત્મક રીતે લઉં છું. એમને આગળ કહ્યું કે પછી મને લાગે છે કે અમુક જગ્યાએ સુધારો થઈ શકે છે. અમુક આલોચનાઓ એવી હોય છે જ્યાં તમને લાગે છે કે આ વ્યક્તિ ખરાબ છે પણ અમુક જગ્યાએ એવું નથી હોતું.

image soure

અર્જુનને એમના પહેલા ક્રશ વિશે જેકલીને કહ્યું કે મારો સ્કૂલમાં એક ક્રશ હતો પણ હું એનું નામ નથી લેવા માંગતી અને રોમિયો એન્ડ જુલિયેટ અને ટાઇટેનિક અને બેકસ્ટ્રીટ બોયઝના રિકોર્ડર જોયા પછી મને લિયોનારડો ડીકેપ્રીયો પર પણ મને બહુ ક્રશ હતો.

image source

જેકલીન ફર્નાન્ડિઝે આગળ જણાવ્યું કે એ ક્યારેય પણ બલાઇન્ડ ડેટ પર નથી રહી. એમમે આ ચેટ શોમાં એમની ફૂડ હેબીટને લઈને પણ ઘણા ખુલાસા કર્યા છે.

image source

હોરર કૉમેડીમાં ચિરોંજીની ભૂમિકા ભજવનાર અર્જુન કપૂરે પછી એક્ટ્રેસને પૂછ્યું કે જમવાનું એમના માટે કેટલું મહત્વપૂર્ણ છે? જેકલીને જણાવ્યું કે એ હમેશા ફૂડની સાથે સેલિબ્રેટ કરવાનું પસંદ કરે છે. જેકીએ એ પણ કહ્યું કે જ્યારે હું 20 વર્ષની હતી ત્યારે મારો ભોજન પ્રત્યે મારો રસ વધ્યો હતો.હું એકલી રહેતી હતી એટલે કેક, આઈસ્ક્રીમ, કંઈપણ કુરકુરે જેવી વસ્તુઓ હું ખાતી રહેતી હતી. મારે સાચેમાં ભોજન સાથે એક ભયાનક સંબંધ હતો પણ પછી મને એક સપ્તાહ માટે ઓછું ખાવાનું કહેવામાં આવ્યું, મારી તબિયતના કારણે જે ખરેખર ખૂબ જ તકલીફ આપનાર હતું.

Exit mobile version