Site icon News Gujarat

ચોમાસામાં લાકડાનાં ફ્લોર પર લાગેલી લીલ અને ફૂગને આ ઉપાયોથી તરત જ કરી દો દૂર

ચોમાસુ આવતા જ સાફ સફાઈનું કામ વધી જાય છે. આ ઋતુમાં ઘરમાં ગંદકી જમા થવી અને ફંગસ થવા જેવી સમસ્યાઓ થતી હોય છે. જો કે દીવાલ પર થતી આવી ગંદકી સાફ થઈ જાય છે પરંતુ વુડન ફ્લોરની વાત આવે ત્યારે મુશ્કેલી વધી જાય છે કારણ કે તેની સપાટી પર લાગેલી ફંગસને હટાવવા માટે તમારે પાણીનો બહુ ઓછો ઉપયોગ કરવાનો હોય છે.

ચોમાસામાં ઘણા લોકો એ બાબતની તકેદારી રાખતા હોય છે કે વુડન ફ્લોર કે દીવાલને પાણીથી બચાવી શકાય. કારણ કે ભેજથી લાકડું સડી જવાનો ભય રહે છે. ત્યારે ચોમાસામાં લાકડાના ફ્લોર પર જામી ગયેલી ફૂગ અને એવી જ ગંદકીને હટાવવા માટે એવા ઉપયો કરવા જોઈએ જેમાં પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થતો હોટ. ત્યારે આવા જ અમુક ઉપાયોની આપણે અહીં વાત કરવાના છીએ.

સેન્ડ પેપર (કાંચ કાગળ) થી કરો કાટની સફાઈ

image source

આ ઉપાયનો ઉપયોગ ફક્ત લાકડાના ફ્લોર પર જ નહીં પણ દીવાલો કે લાકડાની બારીઓ પર પણ જ્યાં કાટ અને ફૂગ જમા થઈ જતી હોય ત્યાં કરી શકાય છે. સામાન્ય ફ્લોરની જેમ લાકડાના ફ્લોર પર કાટ બહુ વધુ નથી થતો પરંતુ તેના કારણે લાકડું જલ્દી ખરાબ થઈ જવાનો ભય રહે છે. પાણીના ઉપયોગ વિના સેન્ડ પેપર કે જેને આપણે કાંચ કાગળના નામથી પણ ઓળખીએ છીએ તેના વડે ઘસીને સાફ કરી શકાય છે. આ કામ દરમિયાન તમારા હાથમાં મોજા પહેરવા હિતાવહ છે. સેન્ડ પેપરથી સફાઈ કર્યા બાદ સામાન્ય તેલમા લીંબુનો રસ મિક્સ કરી તેને સ્પ્રે બોટલમાં ભરી સાફ કરેલી જગ્યાએ સ્પ્રે કરી સુતરાઉ કપડાથી સાફ કરી લેવું.

વિનેગર અને ઓલિવ ઑયલનો ઉપયોગ

image source

વુડન ફ્લોર કે દીવાલ પર ચુનાનો ઉપયોગ કરો અને જરાક પાણીનો ઉપયોગ કરી બ્રશ વડે સાફ કરો અને બાદમાં સુતરાઉ કાપડ વડે સાફ કરો. હવે એક મોટા બાઉલમાં 1 ચમચી વિનેગર, 1.2 ચમચી ઓલિવ ઓઇલ અને પાણી નાખી મિક્સ કરો. આ મિશ્રણ ને એક સ્પ્રે બોટલમાં ભરી અને પ્રભાવિત જગ્યાએ સ્પ્રે કરો અને 10 મિનિટ સુધી રહેવા દો. આમ કરવાથી ચોમાસામાં જામી જતા કાટ અને ફંગસની સમસ્યા નહિ રહે.

વુડન ફ્લોર પર કેરોસીન વડે સફાઈ

image source

વુડન ફ્લોર અને દીવાલ પર ભેજના કારણે થતી ગંદકીને હટાવવા માટે કેરોસીનનો ઉપયોગ પણ કરી શકાય છે. તેનાથી લાકડું સડતું નથી ઉલ્ટાનું લાંબા સમય સુધી ટકે છે. ચોમાસામાં લાકડાનું ફ્લોર સાફ કરવા માટે સૌથી પહેલા પ્રભાવિત જગ્યાને એક બ્રશ વડે સાફ કરો અને બાદમાં એક કપડાંને કેરોસીનથી ભીનું કરી સફાઈ કરો. આમ કરવાથી લાકડું અને દીવાલ ગંદકીથી સુરક્ષિત રહેશે.

એથેનોલનો ઉપયોગ કરો

image source

ચોમાસામાં લાકડામાં જ્યાં પાણીનો પ્રભાવ રહેતો હોય ત્યાં લીલ પણ જામી જતી હોય છે. આ માટે જરૂરી છે કે તમે એ જગ્યાને પાણીથી સુરક્ષિત રાખો. જો તમારા ઘરમાં વુડન ફ્લોર કે દીવાલમાં લીલ જામી ગઈ હોય તો તેની સફાઈ કરવા માટે એક ડોલ પાણીમાં એથેનોલ મિક્સ કરી તેના વડે પ્રભાવિત જગ્યા સાફ કરવાથી લીલ અને ફૂગથી છુટકારો મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version