લાખ લાખ વંદન, કાશ્મીર ઘાટી પર તૈનાત કરી અસમ રાઇફલ્સની મહિલા સૈનિકોની ટીમ, આંતકનો બોલી જશે ખાતમો

ભારતીય સેનાએ આસામ રાઇફલ્સની મહિલા સૈનિકોને એક મોટી જવાબદારી સોંપી છે. તેઓને પુરુષ સૈનિકોને સહયોગ આપવા માટે કાશ્મીરમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેઓને મધ્ય કાશ્મીરના ગાદરબલ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે જ્યાં તેઓ આતંકવાદ વિરોધી કામગીરીમાં સૈનિકોને ટેકો આપી રહી છે. આ સુરક્ષા કર્મીઓ મહિલાઓ અને બાળકોની તલાસી લેવા માટે મોટર-વાહન ચેકપોઇન્ટ પર તૈનાત છે. તે કોર્ડન અને સર્ચ ઓપરેશન (સીએએસઓ) દરમિયાન ઘરે ઘરે જઈને તલાશી લેવામાં પણ મદદ કરે છે.

image source

મહિલા સુરક્ષા કર્મચારીઓનો આ અનુભવ કેવો રહ્યો? આ વિશે મહિલા સુરક્ષા કર્મચારી જ્યોત્સના કહે છે કે આ અભિયાન દરમિયાન અમે કાળજી લઈએ છીએ કે મહિલાઓને કોઈ મુશ્કેલી ન પડે. તેમની તલાશી કર્યા પછી અમે તેમને સલામત સ્થળે પણ પહોંચાડીએ છીએ. અમને આશા છે કે કાશ્મીરી છોકરીઓ પણ પ્રેરિત થઈને રાષ્ટ્રની સેવા કરવા સેનામાં જોડાશે. બીજીએક મહિલા સુરક્ષા ગાર્ડ રૂમન રૂપાળીએ જણાવ્યું હતું કે અમે પુરુષોની જેમ ફરજ બજાવીએ છીએ. અમે સીઝ અને સર્ચ ઓપરેશન પર પણ જઈએ છીએ. અમે ડરી જઈએ તેમનાં નથી અને પડકારરૂપ કાર્યોથી ખુશ છીએ. અમે અહીં સ્થાનિક મહિલાઓની સેવા આપવા માટે આવ્યા છીએ.

માદક દ્રવ્યોની હેરફેરને રોકવામાં સહાય કરે છે:

image source

આ મહિલા સૈનિકો અગાઉ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં તૈનાત હતી. તેમને માદક દ્રવ્યોની વધતી તસ્કરીને રોકવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હકીકતમાં પુરૂષ સૈનિકોને નિયંત્રણ રેખા નજીક આવતી જતી મહિલાઓ શંકાસ્પદ લગતા તેમની તલાસી લેવામાં મુશ્કેલી પડી રહી હતી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મહિલા જવાનોના આગમનથી દાણચોરીને કાબૂમાં કરવામાં મદદ મળી છે. તેમણે કહ્યું કે પુરુષ સૈનિકો માટે કુપવાડામાં મહિલાઓની તલાસી લેવી શકય નથી. આ કામગીરી મહિલા સૈનિકો દ્વારા સારી રીતે કરવામાં આવી હતી. તેમની ત્યાં પોસ્ટીંગથી કાશ્મીરમાં મહિલાઓની સમસ્યા ઘટાડવામાં મદદ મળશે.

પોલીસ ભરતી રેલીમાં 2000 કાશ્મીરી યુવતીઓ ભાગ લીધો:

image source

તાજેતરમાં જ લગભગ 2000 કાશ્મીરી યુવતીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસની ભરતી રેલીમાં ભાગ લીધો હતો. આ ભરતી 650 પોસ્ટ્સ પર હતી. અહીં બે મહિલા બટાલિયનની રચના કરવામાં આવી રહી છે. આ માટે કાશ્મીર અને જમ્મુથી 650-650 મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે.

પોલીસમાં જોડાવાનો મારો જુનુન છે:

image source

રેલીમાં આવેલી મહિલાઓ દેશની સેવા માટે ઉત્સાહિત હતી. 26 વર્ષીય સના જાન ઉત્તર કાશ્મીરની છે. તે કહે છે કે પોલીસમાં જોડાવાનું મારો જુનુન છે. હું દેશની સેવા કરવા માંગું છું અને સમાજમાંથી ગુનાખોરીને નાબૂદ કરવા માંગુ છું.

પુરુષ સૈનિકો માટે કુપવાડામાં મહિલાઓની તલાશી લેવાનું જે કામ શક્ય ન હતું તે મહિલાઓ ખુબ સારી રીતે કરી રહી છે. આ અંગે એડીજીપી દનેશ રાણા સતત ભરતી પ્રક્રિયા પર નજર રાખી રહ્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર બટાલિયન કક્ષાએ પોલીસ ભરતી કરવામાં આવી હતી. હવે છોકરીઓ પણ પોલીસ વિભાગનો ભાગ બનવા માંગે છે અને દેશની સેવા કરવા માટે ઉત્સાહિત જોવા મળી રહી છે.