જય હો દ્વારકાધીશની, દ્વારકાના જગતમંદિરની ધ્વજા પર વીજળી પડી પણ કોઈને કઈ થયું નહીં, લોકોએ કહ્યું-ભગવાન છે તો…

છેલ્લા બે દિવસની વાત કરીએ તો ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદ પડયો હતો. જેને પગલે 20 લોકોના મોત નિપજ્યા હતા. રાજસૃથાન અને ઉત્તર પ્રદેશના કેટલાક સૃથળોએ વિજળીની ઘટનામાં આ મોત નિપજ્યા હતા. બીજી તરફ દિલ્હીમાં હજુ પણ ચોમાસાની શરૂઆત નથી થઇ. જ્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવે દ્વારકાથી ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકામાં આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે જગતમંદિરની ધ્વજા પર વીજળી પડતા દંડને નુકસાન થયું હતું.

image source

જો વાત કરીએ તો આ ધ્વજા પર વીજળી પડતો લાઈવ વીડિયો વાઈરલ થયો હતો. આ સાથે જ લોકો માની રહ્યા છે કે, ભગવાન દ્વારકાધીશજીએ જ દ્વારકા શહેર પરની ઘાત ટાળી દીધી છે અને આ સાથે જ લોકોએ જય દ્વારકાધીશના નારા પણ લગાવ્યા હતા. જો નુકસાન વિશે વાત કરીએ તો જગતમંદિરની ધ્વજાજી પર વીજળી પડતા દંડને અને ધ્વજાને સામાન્ય નુકસાન પહોંચ્યું છે.

image source

જો આ સાથે જ બીજી મહત્વની વાત કરવામાં આવે તો દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજાનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોનું માનવામાં આવે તો વાત કંઈક એમ છે કે મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પ્રથમવાર જોવા મળ્યા હતા.

image source

દ્વારકાના એસડીએમ ભેટારિયાએ કહ્યું હતું કે, આજે બપોરના સમયે જગતમંદિરની ટોંચ પર લહેરાતી ધ્વજા પર વીજળી પડી હતી. જેના કારણે ધ્વજાના દંડને સામાન્ય નુકસાન થયું છે, જગતમંદિરને કોઈ નુકસાની થઈ નથી એ એક ખરેખર સારી વાત કહી શકાય.

image source

જો વાત કરીએ ઉત્તરભારતની તો દરમિયાન ઉત્તરાખંડમાં એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ઉત્તરાખંડમાં ભુસ્ખલનને કારણે એક મકાન તુટી પડયું હતું, જેને પગલે ત્રણ લોકો માર્યા ગયા હતા. બીજી તરફ રાજસૃથાનમાં સાત બાળકો સહિત દસ લોકોના વિજળી પડવાથી મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય છ બાળકો અને એક મહિલા સહિત 15ને ઇજા પહોંચી છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર ભારતમાં વિજળી પડવાની કેટલાક રાજ્યોમાં ઘટનાઓ સામે આવી છે. કેરળમાં પાંચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. અને માછીમારોને સમુદ્રમાં માછીમારી ન કરવા જવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદને પગલે ગરમીમાં રાહત મળી હતી.