Site icon News Gujarat

ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે આ બિઝનેસમેનની પત્નીના ફોટા, ભારતને અપાવ્યું છે ગૌરવ

હૈદરાબાદના અબજોપતિ ઉદ્યોગપતિ પી.વી. કૃષ્ણા રેડ્ડી ની પત્ની સુધા રેડ્ડી સતત હેડલાઇન્સમાં રહે છે. સુધા રેડ્ડીએ આ વર્ષના મેટ ગાલા 2021માં એ કમાલ કરીને બતાવી છે જેમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓને વર્ષો લાગી ગયા હતા. એટલે કે, સુધા રેડ્ડી મેટ ગાલા 2021 ના રેડ કાર્પેટ પર જોવા મળી હતી અને તે આ વર્ષે આવું કરનારી એકમાત્ર ભારતીય હતી.

કોણ છે પી.વી કૃષ્ણા રેડ્ડી?

image source

સુધા રેડ્ડીના પતિ પી.વી. કૃષ્ણા રેડ્ડી ભારતના સૌથી સફળ બિઝનેસમેનની યાદીમાં આવે છે. સુધા રેડ્ડીના પતિ મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર છે. તમને જણાવી દઈએ કે કે દર વર્ષે ઘણા સેલિબ્રિટીઝ વિચિત્ર પોશાકો પહેરીને મેટ ગાલામાં પહોંચે છે અને સૌથી અસામાન્ય પોશાક પહેરેલી હસ્તીઓ પણ દર વર્ષે હેડલાઇન્સમાં રહે છે. સુધા રેડ્ડી મેટ ગાલામાં હાજરી આપવા માટે ખાનગી જેટ દ્વારા ન્યૂયોર્ક પહોંચી હતી.

ડ્રેસ કોણે બનાવ્યો?

image source

સુધા રેડ્ડીનો ડ્રેસ, જે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, તે પ્રખ્યાત ફેશન ડિઝાઇનર લેબલ ફાલ્ગુની શેન પીકોક દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ ગાઉનને હાથથી તૈયાર કરવામાં આવ્યું હતું અને ગાઉનમાં પ્લઝિંગ નેકલાઇન સાથે બેકલેસ ડિઝાઇન દર્શાવવામાં આવી હતી. ખભા પર સોનેરી પેચો હતા, જ્યારે નીચેની તરફ સ્લીટની સાથે લાંબી ટેઇલ ઉમેરવામાં આવી હતી. તેને બનાવવા માટે 250 કલાક લાગ્યા હતા.

ગણેશજી વાળું પર્સ રહ્યું ચર્ચામાં

image source

સુધાના હાથમાં ગણેશની મૂર્તિના આકારનું ક્લચ પર્સ હતું. આ વર્ષે સુધા ઘણી હેડલાઇન્સમાં રહી છે અને બહુ ઓછા લોકો જાણે છે કે સુધા રેડ્ડી મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) ના ડિરેક્ટર છે. આ સાથે, તે સમાજ સેવામાં પણ ખૂબ સક્રિય છે.

સુધા રેડ્ડીએ મેટ ગાલામાં પ્રથમ વખત ભાગ લીધો હતો અને નોંધનીય છે કે તે આ વર્ષે ભારતમાંથી એકમાત્ર સહભાગી છે. 10 ડિસેમ્બર, 1978 ના રોજ જન્મેલી સુધા રેડ્ડી માઇક્રોબાયોલોજીમાં સ્નાતક છે

MEIL ગ્રુપ શહેરના ગેસ વિતરણ પ્રોજેક્ટ્સથી માંડીને ડિફેન્સ કમ્પોનન્ટ્સ, રિગ્સ અને ઇલેક્ટ્રિક વાહનો સુધીના વિવિધ પોર્ટફોલિયો ધરાવે છે. બોર્ડના સભ્ય તરીકે, તે વ્યૂહાત્મક નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સુધા રેડ્ડી ટ્રુજેટરની તંત્રી પણ છે જે ટ્રુજેટ એરલાઇન્સનું ઇન્ફલાઇટ મેગેઝિન છે અને ફેશન ડિઝાઇનિંગમાં પણ ખાસો રસ ધરાવે છે. તેણી MEILના પરોપકારી કાર્યનું નેતૃત્વ કરે છે.

Exit mobile version