હરભજન સિંહે કંઇક આ ખાસ રીતે પટાવી હતી ગીતા બસરાને, વાંચો આ રસપ્રદ સ્ટોરી તમે પણ

મિત્રો, ક્રિકેટ અને બોલિવૂડ ફિલ્મજગત વચ્ચેનો સંબંધ ઘણા જૂનો છે. આ બંને ગ્લેમરથી ભરપૂર છે અને આ જ કારણે બંને એકબીજા તરફ આકર્ષાય છે. ઘણા યુગલો એવા છે કે, જેમા આ બંને ક્ષેત્રના કલાકારોએ એકસાથે મળીને પોતાનુ જીવન આગળ વધારવાનુ નક્કી કર્યુ છે. જેમકે, શર્મિલા ટાગોર અને નવાબ પટૌડી અલી ખાન, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, યુવરાજ સિંહ અને હેઝલ કીચ અને હાલ હરભજન સિંહ અને ગીતા બસરા.

image source

હાલ, હરભજન સિંહ સાથે અભિનેત્રી ગીતા બસરાની પ્રેમગાથા પણ ઓછી રસપ્રદ નથી. ગીતાના જન્મદિવસ દિવસે હરભજન સિંહ તેના સંબંધો અને તેમના વચ્ચેના મજબુત બોન્ડિંગ વિશે જણાવી રહ્યા છે. ગીતાનો જન્મ ૧૩ માર્ચ, ૧૯૮૪ના રોજ યુનાઇટેડ કિંગડમમા થયો હતો.

image source

તેણે વર્ષ ૨૦૧૫મા હરભજન સિંહ સાથે વિવાહ કર્યા હતા. રિલેશનશિપમા આઠ વર્ષ રહ્યા બાદ બંનેના લગ્ન થયા. ધ ટ્રેનની મ્યુઝિક વીડિયો વો અજનબીમા હરભજનસિંહે ગીતા બસરાને પહેલી વાર જોઈ હતી. પહેલી નજરમાં જ તે ગીતા સાથે પ્રેમમાં પડી ગયો. ત્યારબાદ હરભજનસિંહે ગીતાને મળવા માટેનો રસ્તો શોધવાનુ શરૂ કર્યું. કોઈ રીતે તેણીએ તેના મિત્રોની મદદથી તેમણે ગીતાનો નંબર મેળવ્યો.

image source

અહી નંબર મળ્યો કે, હરભજન સિંહે તુરંત જ ગીતા બસરાએ ચા પર મળવા માટે કહ્યુ પરંતુ, ગીતાએ તેને વધુ ભાવ ના આપ્યો. જોકે, ત્યાર પછી હરભજન સિંહને વર્ષ ૨૦૦૭મા ૨૦-૨૦ વર્લ્ડકપ જીતવાપર તેણીએ શુભેચ્છા પાઠવી હતી. ગીતાએ પહેલી મુલાકાત પર હરભજન પાસે આઇ.પી.એલ. ની બે ટિકિટની માંગ કરી હતી.

image source

આ મેચ દરમિયાન બંને કોફી પર મળ્યા હતા અને બંને ખુબ જ સારા મિત્રો બન્યા હતા. હરભજને ગીતાને આઉટિંગ પર જવા કહ્યું હતુ પરંતુ, ગીતાએ નમ્રતાથી એમ કહીને ટાળી દીધુ હતુ કે, આપણે હજુ એટલા સારા મિત્રો નથી બન્યા કે, એકસાથે બહાર જઈ શકીએ.

image source

ગીતાનો લગ્ન વિશેનો વિચાર થોડો અલગ હતો. તે ઈંગ્લેન્ડથી આવી હતી. તેણે હમણાં જ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી અને તે લગ્ન કે સંબંધમાં જવા માંગતી ન હતી પરંતુ, હરભજન સિંહ ગીતાને એટલો પ્રેમ કરતો હતો કે તેણે તેને પોતાનો બનાવવાનો પ્રયાસ ચાલુ જ કર્યો હતો.

image source

ગીતાને સમજાયું કે હરભજન એક સારો માણસ છે. આ ઉપરાંત તેને ગીતાના મિત્રો પણ ખૂબ જ પસંદ હતા. તેથી, ગીતા સહમત થઈ. ૮ વર્ષ રિલેશનશિપમા રહ્યા પછી આ યુગલે નવેમ્બર, ૨૦૧૫મા લગ્ન કર્યા હતા. આ લગ્ન ખાસ લોકોની હાજરીમાં યોજવામાં આવ્યા હતા. આ લગ્નથી આ દંપતીને હિનાયા હિર નામની પુત્રી છે. તેનો જન્મ જુલાઈ, ૨૦૧૭મા થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!