અમદાવાદમાં કોરોનાથી બચવા રસી લેવામાં જ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન

ગુજરાતમાં હવે કોરોનાની બીજી લહેર લગભગ ખતમ થવાના આરે છે અને છેલ્લા થોડા દિવસથી રાજ્યમનાં રોજના 150થી પણ ઓછા કેસ સામે આવી રહ્યા છે અને સીંગલ ડિજિટમાં મોતના આંકડો નોંધાય રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં હવે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. નોંધનિય છે કે, વેક્સિનેશનના અભિયાન હેઠળ તમામ લોકો સ્પોટ રજિસ્ટ્રેશન પર વેક્સિન મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઉપરાંત અમદાવાદમાં 300 જેટલાં વેક્સિનેશન સેન્ટરો ચાલી રહ્યાં છે, આ નો આશય એવો છે કે તમામ લોકોને ઝડપથી રસી મળી રહે, પરંતુ અહીં સામે આવેલી તસવીરો બતાવે છે કે વેક્સિનેશન કેમ્પના યોગ્ય આયોજનના અભાવને કારણે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં લોકોની બેદરકારી સામે આવી છે અને સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે, લોકો જાણે એ રીતે ભીડમાં ઊમટયા છે કે તેમને કોરોના સંક્રમણ ફેલાય એનો ડર જ નથી. તો બીજી તરફ આ વેક્સિનેશન કેમ્પમાં લોકોને બોલાવવામાં તો આવ્યા, પરંતુ રસીકરણ માટે ટોકન સિસ્ટમ ન હોવાથી અહીં અવ્યવસ્થા સર્જાય અને મોટી સંખ્યામાં લોકો અંહી એકસાથે વેક્સિન લેવા માટે ભેગા થઈ ગયા. હાલત એવી થઈ ગઈ કે, લોકોએ લાઈનો લગાવી અને વેક્સિન લેવા માટે પડાપડી પણ કરી.

image source

તમને જણાવી દઈએ કે, અમદાવાદના વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં આ રસીકરણ કેમ્પ વિસ્તારના એક ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા AMC સાથે મળીને યોજવા આવ્યો હતો, પરંતુ સમસ્યા એ થઈ કે, યોગ્ય આયોજન અને વ્યવસ્થાના અભાવે હવે અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા તઈ જતા કોરોના વિસ્ફોટ થાય તેવી સ્થિતિનું નિર્ણાણ થઈ ગયુ જેથી હવે પ્રશ્ન એ થાય કે જો અહીં કોરોનાના કેસો વધશે તો જવાબદારી કોની?. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે ત્યારે હવે આવી બેદરકારીથી શહેરમાં નવી મુસિબત આવી શકે છે.

image source

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં રસીકરણ વધારવા કોર્પેરેશને યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું છે. આ અંગે મ્યુનિસિપલના ના આંક્ડા મુજબ દક્ષિણ-પશ્વિમ ઝોનમાં સૌથી ઓછી 1.75 અને પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 6.56 લાખ લોકોને રસી આપવામા આવી છે. અમદાવાદ શહેરમાં 18 વર્ષ થી ઉપરના લોકોની અંદાજિત વસતિ 42 લાખ છે, એ પૈકી 22.50 લાખ, એટલે કે 53% લોકોને પ્રથમ અને 5 લાખ એટલે કે 12 ટકા લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

image source

તો બીજી તરફ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાની વાત સામે આવી છે. આ અંગે અધિકારીઓએ મુસ્લિમ ધર્મના આગેવાનો-ધર્મગુરુઓ સાથે બેઠક પણ યોજી હતી અને મહત્તમ લોકો રસી લે તેવી અપીલ પણ કરી હતી. નોંધનિય છે કે, ખાડિયા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, શાહીબાગ, સરખેજ અને અસારવામાં મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી છે. જો આપણે મ્યુનિસિપલના આંકડા ઉપર નજર કરીએ તો, આ 6 વિસ્તારોમાં અર્બન હેલ્થ સેન્ટરમાં 18થી ઉપરના આશરે 2.10 લાખ લોકોને રસી અપાઈ છે. તો બીજી તરફ આ વિસ્તારોના કેટલા લોકોએ રસી લીધી છે એનો ચોક્કસ આંકડો કાઢ‌વો મુશ્કેલ હોવાનું કોર્પોરેશન અધિકારીએ જણાવ્યું છે.

image source

નોંધનિય છે કે આ 6 વિસ્તારોમાં 18થી ઉપરના અંદાજે 4.14 લાખ લોકો રહે છે. આ વિસ્તારના રસીકરણ સેન્ટરો પર મોટા ભાગે બહારના લોકોએ રસી લીધી છે, જેના કારણે આ સેન્ટરોનો આંકડો ઊંચો આવે છે. નોંધનિય છે કે, દેશ અને દુનિયાના નિષ્ણાતો સંભવિત ત્રીજી લહેરની શક્યતા બતાવી રહ્યા છે ત્યારે લોકોએ સમજવાની જરૂર છે કે કોરોનાથી બચવા માટે આપણી પાસે રસી જ એકમાત્ર ઉપાય છે. જેથી લોકોએ રસી અવશ્ય લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!