અમદાવાદ નહિં, પણ ગુજરાતના આ શહેરમાં 192 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ચિંતાજનક સ્થિતિ, આ સેવા કરી દીધી તાત્કાલિક બંધ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સુરતમાં સ્કૂલ- કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. જેથી સાત દિવસ માટે ટ્યુશન કલાસીસ બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે આદેશ કરાયો છે. આ ઉપરાંત તમામ શાળા- કોલેજમાં પણ સાત દિવસ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવશે.

image source

જો કે, માત્ર પરીક્ષા જ ઓફલાઈન લાઈન લેવામાં આવશે.સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા શૈક્ષિણક કાર્ય પર અસર પડી છે. શહેરમાં એક સપ્તાહ માટે તમામ ટ્યુશન ક્લાસીસમાં ઓનલાઇન શિક્ષણનો આદેશ અપાયો છે. તો શાળા-કોલેજમાં પણ ઓનલાઇન શિક્ષણ રહેશે. રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

રાત્રી કર્ફ્યૂની મુદ્દત આજથી 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. તો સુરત શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલે 292 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં 1500 જેટલા એક્ટિવ કેસ છે. કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા કડક નિર્ણયો લેવાયા છે. મનપાએ ફરવા લાયક સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્રએ વધુ એક નિર્ણય લીધો છે.

એક સપ્તાહ માટે ટ્યુશન, શાળા અને કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ

image source

સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ આપ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યારે સુરત મહાપાલિકાએ 7 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે. ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. તો શાળા અને કોલેજમાં 7 દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. માત્ર પરીક્ષા જ ઓફલાઈન લેવાશે. મનપાના નિર્ણય બાદ ક્લાસીસ સંચાલકોએ ક્લાસ બંધ કર્યા છે. ટ્યુશન ક્લાસ બંધ કરાતા આજથી ઓનલાઇન શિક્ષણ અપાશે.

નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.

લોકો 7 દિવસ સેલ્ફ ક્વોરન્ટાઇન થાય તે માટે કામગીરીઃ SMC કમિશનર બંછાનિધી પાની સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનીધી પાનીએ વાતચીત દરમિયાન કહ્યું કે, કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા મનપા તૈયાર છે. બહારથી આવેલા લોકોના ટેસ્ટિંગ અચૂક થાય. લોકો 7 દિવસ સેલ્ફ ક્વોરન્ટાઇન થાય તે માટે કામગીરી કરી રહ્યા છીએ. શાળામાં ઓનલાઇન શિક્ષણ થાય એના માટે પણ અપીલ કરાઇ છે.

એેક સપ્તાહ માટે સીટી બસ અને BRTS બસ સેવા આજથી બંધ કરાઈ

image source

સુરતમાં કોરોનાના કેસ વધતા મનપાએ મહત્વનો નિર્ણય લીધો હતો. સુરતમાં સૌથી વધુ કેસો આવતા સીટી બસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક સપ્તાહ માટે સુરત શહેરમાં 21 રૂટો પર સિટી બસ અને BRTS સેવા બંધ કરાઇ છે. અઠવા, રાંદેર, લિંબાયત ઝોનમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવતા ત્યાં સીટી બસો બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

સુરત મનપાએ ફરવા લાયક સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો

image source

સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આમ, સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા સિટી બસ બાદ હવે બગીચાઓ પણ બંધ કરવાના આદેશ અપાયા હતા. ત્યારબાદ શહેરના તમામ બાગ બગીચાઓ, શાંતિકુંજ બંધ કરાયા છે. પ્રાણી સંગ્રહાલય અને એકવેરિયમ પણ લોકો માટે બંધ કરાયા છે.

કોરોના સંક્રમણ વધતા 94 ધન્વંતરી રથ કાર્યરત

સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા આરોગ્ય રથ કાર્યરત કરાયા છે. સુરતમાં 94 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા સર્વે કરાયો છે. જેમાં 30 હજાર 593 ઘરોમાં 1 લાખ 26 હજાર 285 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં 12 હજાર 106 લોકોની ઓપીડી કરાઇ છે. જ્યારે 30 જેટલા તાવના કેસ મળી આવ્યા છે. અને 11 હજાર 277 કેસ અન્ય બીમારીઓના આવતા તંત્રની ચિંતા વધી છે.

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર બન્યા સુપરસ્પ્રેડર્સ સ્પોટ

image source

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં કોરોનાથી ચિંતા વધી છે. ગઇકાલે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં એક દિવસમાં 54 કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેને લઇને ટેક્સટાઇલ માર્કેટના સમયમાં ફેરફાર કરી દેવાયો છે. ટેક્સટાઇલ માર્કેટ સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી ખુલી રહેશે. કોરોનાને લઇ કાપડ ઉદ્યોગની મુશ્કેલીઓ વધી છે. અને વેપારીઓએ પ્રવાસ પણ રદ કર્યો છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં સાડી, દુપટ્ટા, ડ્રેસ મટીરીયલના ઓર્ડર માટે જતા વેપારીનો પ્રવાસ રદ પ્રવાસ રદ કરી દીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!