Site icon News Gujarat

દુબઈમાં રહેતી આ 15 વર્ષીય ભારતીય કિશોરી અત્યાર સુધીમાં 25 ટન કચરાને કરી ચુકી છે Recycle

15 વર્ષની ભારતીય કિશોરી રીવા તુલપુલે આજકાલ તેના જાગૃતિ અભિયાનને કારણે ચર્ચામાં છે. તેણે ફક્ત ચાર વર્ષમાં 25 ટન ઇ-વેસ્ટને રિસાયકલ કરવામાં મદદ કરી છે. ગલ્ફ ન્યૂઝ અનુસાર દુબઇમાં રહેતી એક ભારતીય કિશોરીએ રિસાયક્લિંગ અંગે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. રીવા હજી દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને આ વિચાર તેમના મગજમાં ત્યારે આવ્યો જ્યારે તે નવા મકાનમાં શિફ્ટ થઈ રહી હતી.

શું આપણે આ સામાનને ફરીથી ઉપયોગ કરીએ છીએ?

image source

જૂના ઘરની સાફ સફાઈ દરમિયાન માતાની મદદ કરતી વખતે તેણીએ પોતાના મકાનમાં નકામો ઇલેક્ટ્રોનિક સામાન જોયો. જ્યારે રેવાએ તેની માતાને આ વિશે પૂછ્યું, કે શું આપણે આ સામાનને ફરીથી ઉપયોગ કરીએ છીએ? ત્યારે માતાએ કહ્યું કે આ માટે ખાસ વ્યવસ્થા કરવી પડશે, પણ કેવી રીતે; તે મને ખબર નથી.

image source

જ્યારે રીવાને ખબર પડી કે હાલ દુનિયામાં મોબાઈલ, કમ્પ્યુટર વગેરેનો ઈલેક્ટ્રોનિક્સ વેસ્ટ એક મોટી મુશ્કેલી છે. એને રિસાઈકલ કરી શકાય, પરંતુ એ‌વુ બહુ ઓછું કરાય છે. રીવા કહે છે કે એટલે મેં થોડા દોસ્તોની મદદથી કામ શરૂ કર્યું. જેની નોંધ આજે સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે.

ઘણા લોકોને રિસાયક્લિંગ વિશે ખબર નથી

image source

સમાચાર અહેવાલમાં રીવાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ પછી મેં ઇ-વેસ્ટના નિકાલ માટે સંશોધન કર્યું. અને મને આ દિશામાં આગળ વધવાનો માર્ગ મળ્યો. મેં વીકેરડીએક્સબી અભિયાન શરૂ કર્યું. ઘણા લોકો સામાન્ય કચરાની સાથે જૂના ઉપકરણો ફેંકી દે છે. તેઓને રિસાયક્લિંગનો વિકલ્પ ખબર નથી, તે તેમના માટે જ આ જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં સોશિયલ મીડિયા તેમજ મૌખિક પબ્લિસિટી પણ કરવામાં આવી હતી.

15 શાળાઓના 60 વિદ્યાર્થીઓએ પણ દસ દિવસમાં ભાગ લીધો

image source

આનાથી વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને સામાન્ય લોકો પ્રભાવિત થયા અને તેઓ સ્વયંસેવકો તરીકે જોડાયા અને રિસાયક્લિંગ માટે ઈ-કચરો એકત્રિત કરવાનું શરૂ કર્યું. આ પછી જેમ્સ મોર્ડન એકેડેમીની વિદ્યાર્થીની રીવા દુબઈ સ્થિત એક સંસ્થા ‘એન્વાયરોસર્વે’ ના સંપર્કમાં આવી. આ સંસ્થા ઇલેક્ટ્રોનિક કચરાને રિસાયકલ કરે છે.

image source

રીવાએ ભેગો કરેલો ઇ-કચરો આ સંસ્થાને આપ્યો. ડિસેમ્બરમાં જમા થયેલ ઇ-વેસ્ટમાં 2000 તૂટેલા લેપટોપ, ટૈબ્સ, મોબાઈલ ફોન, પ્રિંટર, કીબોર્ડ અને અન્ય વસ્તુઓ હતી. આ અભિયાનમાં 15 શાળાઓના 60 વિદ્યાર્થીઓએ પણ દસ દિવસમાં ભાગ લીધો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર રીવાના આ અભિયાનની લોકો પ્રશંશા કરતા થાકતા નથી. આટલી નાની ઉમરમાં શરૂ કરેલા આ કાર્યને લોકો સલામ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version