‘વીડિયોમાં મહિલા સીધી કપડાં ઉતારવા લાગી, મને કહે, આપ ભી ઉતારો!’, સોશિયલ મીડિયા પરનો આ લાલબત્તી સમાન કિસ્સો વાંચીને તમે પણ ધ્યાન રાખજો નહિંતર…

આજકાલ સોશિયલ મીડિયા પર ફ્રોડ અને છેતરપીંડીના કેસ સતત વધતા જ જાય છે. આવો જ એક કેસ જામનગરમાં પણ બન્યો છે. જામનગરની માતૃઆશિષ સોસાયટીમાં રહેતા ચિત્રકાર અશોકસિંહ વાળાને ઓનલાઈન મોહજાળમાં ફસાવીને નાણાં પડાવવાનો પ્રયાસ થયો હતો.

image source

સોશિયલ મીડિયા પર બ્લેકમેઇલરોની જાળમાં ચ કોઈ ફસાઈ ન જાય એ માટે અશોકસિંહે આખી વાત રજૂ કરી હતી. તેમને કહ્યું હતું કે “મારા ફેસબુક અકાઉન્ટ પર ‘અંજલિ’ના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. મને લાગ્યું કે તે વાંચનની શોખીન છે, એટલે તેની રિકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી. પણ ત્યારે મને ખબર ન હતી કે તેના શોખ કંઈક જુદા જ છે.

image source

એમને આગળ જણાવ્યું કે એ યુવતી એ પહેલા થોડી વાતચીત કરી અને પછી મેસેન્જર પર એ યુવતીનો વીડિયો-કોલ આવ્યો. વીડિયો- કોલ આવે ત્યારે આપણે કેમેરાની ફ્રન્ટમાં જ હોઈએ, પણ એ યુવતી કોઈ વાત કર્યા વગર સીધી જ કપડાં ઉતારવા લાગી, હું કેમેરાના એંગલથી દૂર જતો રહ્યો. ત્યાર બાદ પણ એ યુવતીના ત્રણ-ચાર વીડિયો-કોલ આવ્યા, નગ્નાવસ્થામાં અને ચેનચાળા કરતા. વચ્ચે- વચ્ચે મને પણ કહ્યું કે આપ ભી કપડે ઉતારો. હું તેની ચાલ સમજી ગયો એટલે ક્યારેય કેમેરાની સામે ગયો જ નહીં. એ દિવસ પછી એક રાત્રે તેનો મેસેજ આવ્યો કે ‘રૂ.20,000 ભેજો, વરના આપકી વીડિયો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઔર યુટ્યૂબ પર અપલોડ કર દી જાયેગી.’ મેં ગુસ્સાથી કહ્યું, જા.. જો હો શકે વો કર લે… એ પણ ધૂંધવાઇ ગઈ.

image source

ત્યાર બાદ તેમણે આગળ જણાવ્યું કે એ પછી ફેસબુક પરથી મારા પુત્રનું આઈડી શોધીને મને તેનો સ્ક્રીનશોટ મોકલાવ્યો અને ફરી ધમકી આપી, પૈસા નહીં દોગે તો વીડિયો આપકે બેટે કો ભેજ દી જાયેગી. મે કહ્યું, તુજ સે જો હો શકે વો કર લે. મારી વાત સાંભળીને એને પણ કદાચ ખ્યાલ આવી ગયો કે ખોટી જગ્યાએ મહેનત થઈ રહી છે, એટલે તેણે પડતું મૂક્યું. એ જ દિવસે ફેસબુક પર મારા બીજા ત્રણ મિત્રોને પણ આ જ રીતે બ્લેકમેઇલ કરવાની કોશિશ થઈ હતી.’’

image source

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આવા બ્લેકમેઈલર્સ રોજ 10થી 15 લોકોને આ રીતના કોલ કરતા હોય છે, એમાંથી જો કોઈ એક-બે જણ પણ ફસાઈને પૈસા આપી દે તો આવા લોકોનો બેડો પાર થઈ જાય છે. આવી લૂંટારું અને ફ્રોડ ટોળકી આજકાલ વધુ સક્રિય થઈ છે જેના કારણે આવી ટોળકીની ચાલબાજીમાં ન સપડાઈ જવાય એ માટે જાગ્રત રહેવાની જરૂર છે