BFના ચક્કરમાં જિંદગી ટૂંકાવી, આ સ્ટારે લાઈવ દરમિયાન જંતુનાશક દવા પી લીધી અને મોતને વ્હાલું કર્યું

સોશિયલ મીડિયાની દુનિયા એવી છે જેમાં કોઈપણ વ્યક્તિ રાતોરાત સ્ટાર બની શકે છે. આવા જ સોશિયલ મીડિયાના સ્ટાર્સને લોકો સોશિયલ મીડિયા ઈંફ્લૂએંસર પણ કહે છે. આવા લોકોની ફેન ફોલોઈંગ ખૂબ વધારે હોય છે. તેમના લાઈવમાં પણ અનેક લોકો જોડાતા હોય છે. આવી જ એક ચીનની સોશિયલ મીડિયા ઈંફ્લૂએંસરે તેના ફોલોવર્સના કારણે જીવ ગુમાવ્યો છે.

फोटो- Luo Xiao Mao Mao Zi/Insta
image soure

ચીનની પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈંફ્લૂએંસર માઓ જીએ એક લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન જંતુનાશક દવા પી લીધી હતી. આ ઘટના બાદ તેનું મોત નીપજ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર તેને લાઈવ દરમિયાન તેના ફોલોવર્સે જ તેને પેસ્ટિસાઈડ પીવા માટે ઉશ્કેરી હતી. ફેન્સના ઉશ્કેરવા પર 25 વર્ષીય માઓએ જંતુનાશક પી પણ લીધું.

image soure

પેસ્ટિસાઈડ પીધા પછી જ્યારે 25 વર્ષની માઓની હાલત ખરાબ થઈ તો તેણે ખુદ એંબ્યુલન્સ બોલાવી હતી પરંતુ ત્યાં સુધીમાં ખુબ મોડું થઈ ચુક્યું હતું. ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું માનીએ તો માઓએ પોતાના આ છેલ્લા વીડિયોમાં પોતે જ કહ્યું હતું કે, આ કદાચ તેનો છેલ્લો વીડિયો હશે કારણ કે તે લાંબા સમયથી ડીપ્રેશનથી પીડિત હતી.

image soure

માઓના 6,70,000થી વધુ ફોલોવર્સ હતા. તે પોતાના છેલ્લા વીડિયોમાં પેસ્ટિસાઈડ પીતી પણ જોવા મળે છે. તે કહે છે કે તે કોઈ પ્રોડક્ટને વેંચવા માટે વીડિયો નથી બનાવી રહી. આટલું કહી તે લાઈવ વીડિયોમાં જ પેસ્ટીસાઈડ પી લે છે.

14 ઓક્ટોબરે માઓ જી સાથે આ ઘટના બની હતી. ત્યારબાદ બીજા દિવસે તેનું મોત થઈ ગયું. માઓના એક મિત્રએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે બોયફ્રેંડના કારણે માઓ છેલ્લા ઘણા સમયથી પરેશાન હતી. તેનો ઈરાદો દવા પીને જીવ દઈ દેવાનો ન હતો. તે પોતાના બોયફ્રેન્ડનું ધ્યાન આકર્ષિત કરવા અને અટેંશન મેળવવા ઈચ્છતી હતી. પરંતુ અકસ્માતે તેણે જીવ ગુમાવ્યો.

image soure

જ્યારે માઓએ પેસ્ટસાઈડ પી લીધું હતું ત્યારે હજારો લોકો તેને લાઈવ જોઈ રહ્યા હતા. ચીની મીડિયા અનુસાર લાઈવ દરમિયાન ઘણા ફોલોવર્સે માઓને પેસ્ટિસાઈડ ઝડપથી પી જવા માટે ઉશ્કેરી હતી.