લોકડાઉનના કંટાળાને દૂર કરવો હોય તો એક આંટો મારી આવો કેરળના આ નેચરલ હિલ સ્ટેશન પર

હરવું ફરવું કોને પસંદ ન હોય ? શોખીન લોકો દર વર્ષે ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવતા જ હોય છે અને નવી નવી જગ્યાઓએ જઈને ત્યાં યાદગાર સમય વિતાવે છે. જો કે કોરોના કાળમાં લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોને પોતપોતાના ઘરમાં જ રહેવા મજબૂર બનવું પડ્યું હતું અને ફરવા નહોતા જઈ શક્યા. જો કે હવે કોરોનાના કેસોમાં ઘટાડો થવાથી દેશના ઘણા ખરા વિસ્તારોમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરાઇ છે.

image source

ત્યાર જો તમને પણ હરવા ફરવાનો શોખ હોય અને ફરીથી નવી નવી જગ્યાઓએ ફરવા જવાની ઈચ્છા હોય તો કોરોના સંબંધી સાવધાનીઓ સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ફરવાલાયક સ્થળની વાત કરીએ તો કેરળ ફરવા માટે એક બેસ્ટ પ્લેસ છે અને આજના આ આર્ટિકલમાં અમે આપને કેરળના અમુક એવા હિલ સ્ટેશનો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે તમારા પરિવારના સભ્યો કે મિત્રો સાથે યાદગાર સમય વિતાવી શકો છો.

પોનમૂડી

image source

પોનમૂડીની ઊંચાઈ સમુદ્રતળથી 1100 મીટર છે અને આ તિરુવનંતપુરમ જિલ્લામાં આવેલું છે. અહીં પહોંચવા માટે તમારે તિરુવનંતપુરમથી 60 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આ જગ્યાએ તમે તમારા મિત્રો, પરિવારના સભ્યો અને સ્નેહીઓ સાથે કે એકલા પણ ફરવા જઈ શકો છો. જો તમે એડવેન્ચરના શોખીન હોય તો તમે ટ્રેકિંગ અને હાઈકિંગનો આનંદ પણ ઉઠાવી શકો છો.

મુન્નાર

image source

મુન્નાર કેરળના ઈડુક્કી જિલ્લામાં સ્થિત છે. સમુદ્રતળથી તેની ઊંચાઈ 1600 મીટરની છે. તમને જાણીને નવાઈ લાગશે કે આટલી ઊંચાઈ પર હોવા છતાં અહીં ચા ની ખેતી થાય છે. અહીં તમને ચા ના અનેક બગીચાઓ જોવા મળશે. આ હિલ સ્ટેશન એટલું સુંદર છે કે અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.

માલમપૂઝા

image source

માલમપુઝા કેરલનું એક ખુબસુરત અને પારિવારિક ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. આ સ્થાન કેરળના પલક્કડ જિલ્લામાં સ્થિત છે અને અહીં તમે તમારા પરિવાર સાથે ફરવા માટે આવી શકો છો. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પર્યટકો એકલા તેમજ પરિવાર સાથે ફરવા માટે આવતા હોય છે અને પોતાની સાથે યાદગાર સમયની યાદો લઈને પરત ફરે છે. અહીં તમને પ્રકૃતિના અનેક આહલાદક અને જોવાલાયક નજારાઓ જોવા મળશે.

વાગમન

image source

જો તમે તમારા પરિવારના સભ્યો અને મિત્રો કે સ્નેહીઓ સાથે કોઈ સારા હિલ સ્ટેશન ખાતે ફરવા જવા માંગતા હોય તો તમારા માટે વાગમન એક સારી જગ્યા બની શકે છે. વાગમન હિલ સ્ટેશનમાં ઊંચા ઊંચા પહાડો, પાણીના ધોધ અને નારિયલના વૃક્ષો જોવા મળે છે. અહીંનું વાતાવરણ પણ તમને એક પૈસા વસુલ યાત્રા કરવામાં સહાયરૂપ બને છે.