ટીવી સ્ટારે બોયફ્રેન્ડને ગીફ્ટ આપવા મંગાવ્યો iPhone, પેકેટ ખોલીને જોયું તો ઉડી ગયા હોંશ

રિયાલિટી ટીવી સ્ટારને ઓનલાઇન શોપિંગ કરવી મોંઘી પડી છે. તેણે તેના બોયફ્રેન્ડને ગિફટ કરવા માટે એક નવો આઇફોન મંગાવ્યો હતો, પરંતુ તેની સાથે છેતરપિંડી થઈ ગઈ. નવા ફોનનુ બોક્સ તેના ઘરે પહોંચ્યુ, પરંતુ જ્યારે તેણે બોક્સ ખોલ્યુ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ.

image source

ઇંગ્લેન્ડના બ્રાઈન્ટ્રી એસેક્સની રહેવાસી 25 વર્ષીય મોડિના એક હોબીસ્ટ રિયાલિટી ટીવી સ્ટાર છે. તેના બોયફ્રેન્ડને ભેટ આપવા માટે, તેણે ઓનલાઇન શોપિંગ કરીને આઇફોન મંગાવ્યો હતો, જેના માટે તેને ખરીદીના ત્રણ દિવસ પછી ડિલિવરી નોટિફિકેશન મળી ગયું.

image source

શૌકીએ જણાવ્યું કે iPhone 11 Pro ફોન ખરીદવા માટે, તેણે એક અઠવાડિયા સુધી વિવિધ વેબસાઇટ્સ પર સર્ચ કર્યું, ત્યારબાદ એક શોપિંગ વેબસાઇટમાંથી લગભગ 90 હજાર રૂપિયા ચૂકવ્યા અને આ ફોન માટે ઓર્ડર આપ્યો.

Online shopping fraud with tv star
image source

એક વેબસાઈટનાં અહેવાલ મુજબ, ત્રણ દિવસ પછી, તેમના મોબાઇલ પર એક નોટિફિકેશન આવ્યું કે, ફોનને બ્રિન્ટ્રીમાં એસેક્સમાં તેના ઘરની નજીક ટેસ્કો સ્ટોર પર પહોંચાડી દીધો છે. ફઓન આવ્યાની સુચના બાદ તે ખૂબ જ ઉત્સાહિત હતી

તેમણે સ્ટોર પર પહોંચ્યા પછી ફોનનુ મોટુ બોક્સ કલેક્ટ કર્યુ. જ્યારે તેણે આ બોક્સ ખોલીને જોયું, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. આ મોટા બોક્સની અંદર A-4 કદના કાગળની કોરી શીટ હતી.

image source

તેણીએ કહ્યું કે “હું તેના પર વિશ્વાસ કરી શકતી ન હતી, મારું દિલ તૂટી ગયું હતું. મારી સાથે આ પ્રકારની છેતરપિંડી ક્યારેય થઈ ન હતી. હું સંપૂર્ણપણે નિરાશ હતી. હું બીમાર અનુભવી રહી હતી. મારા બોયફ્રેન્ડને નવો ફોન આપવા માંગતી હતી. પણ મારું સરપ્રાઈઝ બગાડી નાખ્યું

image source

તે જ સમયે, સ્થાનિક સરકારી સંગઠન અનુસાર, છેલ્લા એક વર્ષથી આવી છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યા છે. કૌભાંડો અને છેતરપિંડી વિશેની ફરિયાદોમાં લગભગ 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ્રીના પ્રવક્તાએ કહ્યું કે “છેતરપિંડી એ કોઈ મજાક નથી. આવા કિસ્સાઓ માત્ર ભાવનાત્મક તકલીફ જ નહીં, પણ આર્થિક તકલીફનું કારણ પણ બને છે.

image source

એક રિપોર્ટ અનુસાર કોરોના રોગચાળા દરમિયાન ભારતમાં પણ ઓનલાઇન વ્યવસાયમાં છેતરપિંડી 46% વધી છે. આનાથી સાવચેત રહેવા માટે, ઘણી ઇલેક્ટ્રોનિક્સ અને ઓનલાઇન ગેજેટ કંપનીઓએ પણ ઘણા ઉત્પાદનો શરૂ કર્યા છે. આ સંદર્ભમાં, એક્સપિશિયને ‘ક્રોસકોર’ નું વિકસિત અને સુધારેલું સંસ્કરણ રજૂ કર્યું છે. તે એક જ ક્લાઉડ પ્લેટફોર્મ પર જોખમ આધારિત ચકાસણી કરે છે અને સાથે સાથે ફ્રન્ટ-એન્ડ એટલે કે કંપની અને ગ્રાહક બંનેની ઓળખને પણ પ્રમાણિત કરે છે. એટલું જ નહીં, તે કોઈ પણ પક્ષની છેતરપિંડીની પણ તપાસ કરે છે.

image source

ભારતમાં ઝડપી ડિજિટાઇઝેશન, છેતરપિંડી અને ઓનલાઇન નાણાકીય હુમલાઓને લીધે, ફક્ત વ્યવસાય જ નહીં પરંતુ ઓનલાઇન શોપિંગમાં જોખમ ઘણું વધી ગયું છે. એક્સપિરિયન્સ ગ્લોબલ ઇનસાઇટ્સ રિપોર્ટ (જાન્યુઆરી / ફેબ્રુઆરી 2021) દર્શાવે છે કે ભારતમાં ધંધાકીય છેતરપિંડી 46% વધી છે.

image source

ઇ-કોમર્સના આગમન સાથે ડિજિટલ છેતરપિંડી એ ઉદ્યોગપતિઓ માટે એક મોટો પડકાર છે. છેતરપિંડીનો વધતો ખતરો હોવા છતાં, 40% ભારતીય ઉદ્યોગપતિઓ સૂચવે છે કે તેઓ છેતરપિંડીને શોધવાને બદલે મહેસૂલ ઉત્પન્ન કરવા પર વધુ ભાર મૂકે છે. નુકસાન અને ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવવાના સ્વરૂપમાં તેને આનો ભોગ બનવું પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!