આને કહેવાય દાન: હનુમાન મંદિર માટે આ મુસ્લિમ વ્યક્તિએ આપી 1 કરોડની જમીન, લોકોએ કહ્યું, ધન્ય હો…

વર્તમાન સમયમાં જ્યારે દરેક વિષયમાં હિન્દુ-મુસ્લિમ અને કોમવાદના મુદ્દાને ઉછાળવામાં આવી રહ્યા છે ત્યારે એક મુસ્લિમ વ્યક્તિએ એક અનોખો દાખલો બેસાડ્યો છે. બેંગલુરુના એક મુસ્લિમ વ્યક્તિએ હનુમાન મંદિરના પુનર્નિર્માણ માટે એક કરોડની જમીન દાનમાં આપી છે.

image source

બેંગલુરૂમાં એક બહારના વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરનો વિસ્તાર વધારવા માટે એક મુસ્લિમ બિઝનેસમેન પોતાની 1634 સ્કેવર ફૂટ જમીન દાનમાં આપી દીધી છે. આ જમીનની કિંમત 80 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ સુધીની આંકવામાં આવે છે. ત્યારે એક મુસ્લિમ બિઝનેસમેનના આ કામની લોકો ખૂબ પ્રશંશા કરી રહ્યા છે.

બાશા ટ્રાંસપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે

image source

એમએમજી બાશા ટ્રાંસપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ અંગે તેમણે કહ્યું કે, જ્યારે જોયુ કે, તેમની ત્રણ એકર જમીનની એકદમ નજીક હનુમાન મંદિર આવેલુ છે. આ મંદિરમાં ભક્તોની સંખ્યા સતત વધતી જતી હતી. જેના કારણે ત્યાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. જેને લઈને મંદીરના ટ્રસ્ટે મંદિરનો વિસ્તાર કરવાનો વિચાર કર્યો હતો. જો કે, ફંડના અભાવના કારણે આ શક્ય બનતું ન હતું. ત્યારે બાશાએ મંદિર ટ્રસ્ટના લોકોને જણાવ્યુ કે, તે પોતાની જમીન દાનમાં આપવા માગે છે. કેમ કે, જમીન હાઈવેની નજીકમાં છે, તેથી તેની કિંમત ખૂબ વધારે આવશે. આ નિર્ણય શાંભળી સૌ કોઈ આચર્ય ચકિત થઈ ગયા હતા.

બેનર લગાવી બાશા અને તેના પરિવારનો આભાર વ્યક્ત કર્યો

image source

વાત આટલે થી નથી અટકતી કેમ કે મંદીરે માગેલી જમીન કરતા તેમણે વધુ જમીન આપી હતી. મંદિર ટ્રસ્ટે 1089 સ્કેવર ફૂટ જમીનની જ માગ કરી હતી. પણ બાશાએ પોતાના પરિવારના લોકો સાથે ચર્ચા કર્યા બાદ 1634 સ્કેવર ફૂટ જમીન દાનમા આપી દીધી. આ જમીનની કિંમત 1 કરોડ રૂપિયા સુધી આંકવામાં આવી હતી. તેને એક પણ રૂપિયો લીધા વિના આ જમીન મંદિરને દાનમાં આપી દીધી. ત્યારે આ વાતને લઈને ટ્રસ્ટે પણ એક બેનર લગાવી બાશા અને તેના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં આ વ્યક્તિની ચારે કોર ચર્ચા થઈ રહી છે. અને સોશિયલ મીડિયા પર પણ ખુબ લોકો બધાઈ આપી રહ્યા છે.

હિન્દુ અને મુસલમાન લાંબા સમયથી એક સાથે રહેતા આવે છે.

image source

તો આ અંગે મીડિયા સાથે વાત કરતા બાશા જણાવે છે કે, હિન્દુ અને મુસલમાન લાંબા સમયથી એક સાથે રહેતા આવે છે. આજના જમાનામાં વિભાજનકારી ચર્ચાઓ ખૂબ થાય છે. જો આપણે પ્રગતિ કરવા માગતા હોઈએ તો દેશમાં એકતા સાથે રહેવાની જરૂર છે. ત્યાંના લોકોને આ શખ્સે લીધેલા નિર્ણયના ખૂબ વખાણ કરી રહ્યા છે. હાલ આ જમીન મળ્યા બાદ શ્રી વીરંજન્યસ્વામી દેવલય સેવા ટ્રસ્ટ દ્વારા મંદિરના નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેના પર લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બાશાના યોગદાનને સમજાવવા માટે ગામ લોકોએ મુખ્ય રસ્તા પાસે એક પોસ્ટર પણ લગાવી દીધું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત