આને કહેવાય મહાદાન, સુરતમાં બ્રેઈન ડેડ દિનેશ છાજેડના પરિવારે 6 લોકોને આપ્યું નવું જીવન, જાણો ગૌરવવંતો કિસ્સો

અંગદાન મહાદાનનું વાક્ય આપણે ઠેર ઠેર સાંભળીએ છીએ. ત્યારે હાલમાં એક જોરદાર કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે લોકોમાં પણ વાહ-વાહી થઈ રહી છે. આ કિસ્સો સુરતનો છે. સુરતમાં આ પહેલાં પણ અંગદાનના ઘણા કિસ્સા સામે આવ્યા છે. હવે આ કેસમાં એકનો વધારો થયો છે. સુરતમાં બ્રેઈન ડેડ દિનેશ છાજેડના પરિવારે અંગદાનના મહાન નિર્ણય બાદ 6 લોકોને નવજીવન મળ્યુ હોવાનો કિસ્સો હાલમાં ભારે ચર્ચામાં આવી રહ્યો છે.

image source

માહિતી સામે આવી રહી છે કે હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓના દાનથી છ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. જો વિગતે વાત કરવામાં આવે તો સુરતમાં વધુ એક હૃદય સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું છે. હ્રદય, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે છે. દિનેશ છાજેડનું બ્રેઈન ડેડ થયું હતું. બ્રેઈન ડેડ દિનેશ છાજેડના પરિવારે અંગદાન કરવાની મંજૂરી આપી અને જેના કારણે લોકોને નવું જીવન મળ્યું હતું.

image source

હાલમાં સામે આવતી માહિતી પ્રમાણે હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓના દાનથી છ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સુરતથી ધબકતું હ્રદય 92 મિનિટમાં 300 કિમી દૂર મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક કિડની અમદાવાદ અને એક કિડની સુરતની વિદ્યાર્થિનીને ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હોવાનુ પણ વાત છે. સુરતથી બે ગ્રીન કોરિડોર બનાવી અંગને મુંબઈ અને અમદાવાદ ટ્રાન્ફર કરાયા છે. ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી અલગ અલગ કુલ 888 અંગોનું ટ્રાન્ફર કરાયું છે. ત્યારે હવે લોકો વચ્ચે આ વાત ભારે ચર્ચામાં આવી છે અને દિનેશભાઈના પરિવારના વખાણ પણ કરવામાં આવી રહ્યા છે.

image source

જો આ સમગ્ર કેસ વિશે વાત કરવામાં આવે તો બન્યું એવું કે તા.11જુનના રોજ દિનેશભાઈને રાત્રે 8:30 કલાકે એકાએક બ્લડ પ્રેશરવધી જવાને કારણે શરીરમાં જમણી બાજુ લકવાની અસર થઈ. જેના કારણે તેમને તાત્કાલિક નવસારીમાં ડી.એન.મહેતા પારસી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં. ત્યારબાદ નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન સ્ટ્રોકને કારણે મગજમાં ડાબી બાજુ લોહી ફરતું બંધ થઇ ગયું હતું જેનું નિદાન થયું.

image source

ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને સુરતની એપલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.કે.સી.જનની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. જો કે સોમવાર તા.૧૪જુનના રોજ ન્યુરોસર્જન ડૉ.કે.સી.જૈન, ન્યુરોફીજીશીયન ડૉ.પરેશ ઝાંઝમેરા, નેફ્રોલોજીસ્ટ ડૉ ધનેશ વૈધ, અને એનેસ્થેટીસ્ટ ડૉ નિયતિ દવેએ દિનેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યાં અને ત્યારબાદ તેના અંગદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.