Site icon News Gujarat

જશોદાબેને એક મુલાકાતમાં જાહેર કર્યા તેમના PM સાથેના સંબંધો, ભાગ્યે જ જાણતા હશો તમે આ ખાસ વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આજે એટલે કે 17 સપ્ટેમ્બર 2021ના રોજ ઉજવાઈ રહ્યો છે. આ દિવસે વડાપ્રધાનની રાજકીય કારર્કિદી, તેમના શોખ, તેમના મૂલ્યો, તેમના સ્વભાવ સહિતની બાબતોની ચર્ચાઓ સાથે ચર્ચા થઈ રહી છે અને સાથે જ ફરી એકવાર જશોદાબેનની ચર્ચા પણ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જશોદાબેનના લગ્ન થયા હતા, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેમના સંબંધો કેવા હતા. તેમના અંગત જીવન વિશે ખુદ જશોદાબેન કેટલીક સ્પષ્ટતા કરી ચુક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને સંબંધ અંગે અનેક તર્ક વિતર્ક થાય છે, તેવામાં આજે જાણો જશોદાબેન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લગ્ન કેવી રીતે થયા અને તેઓ અલગ કેવી રીતે થયા.

image source

જશોદાબેનનો જન્મ 1952માં થયો હતો. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જશોદાબેનના લગ્ન નાની ઉંમરે થયા હતા. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈંડિયાના અહેવાલ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જશોદાબેનના લગ્ન નાનપણમાં તેમની જ્ઞાતિના રીતિ રિવાજ અનુસાર વડીલો દ્વારા કરાવવામાં આવ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈંડિયાને જશોદાબેનના ભાઈએ આપેલી માહિતી અનુસાર તેમણે લગ્નજીવનની શરૂઆત ત્યારે કરી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 વર્ષના થયા અને જશોદાબેન 17 વર્ષના હતા. આ સમયે તેમનું આણું કરી જશોદાબેનને સાસરે તેડાવવામાં આવ્યા. આ સમયે જશોદાબેન 3 મહિના જ સાસરે રહ્યા. પછી 19 વર્ષની વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘર છોડી દીધું અને સ્વની શોધમાં તેઓ હિમાલય તરફ નીકળી પડ્યા. આમ તેઓ જશોદાબેન સાથે 1 વર્ષ રહ્યા હતા.

ક્યારે ફર્યા હિમાલયની સફરેથી પરત

image source

2 વર્ષ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડનગર પરત ફર્યા ત્યાં સુધીમાં તેઓ જાણી ગયા હતા કે તેમનું શું કરવું છે. તેમણે પરિવારનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે તે અમદાવાદમાં કાકાની સાથે કેન્ટીનમાં કામ કરવા ઈચ્છે છે. પરંતુ તેમના માતા ઈચ્છતા હતા કે તેઓ લગ્નજીવનને આગળ વધારે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મક્કમ નિર્ધાર કર્યો હતો અને તે એ કે દેશ સેવામાં આગળ વધવું છે. તેથી તેમણે પોતાના વિચાર પરિવારને જણાવી દીધા.

પીએમ મોદીએ જશોદાબેનને કર્યો હતો આ પ્રશ્ન

image source

જશોદાબેને આપેલી એક મુલાકાતમાં તેમના લગ્નજીવન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ” તેમણે મને એક વખત કહ્યું હતું કે હું તો ઈચ્છા થશે તેમ દેશભરમાં ભ્રમણ કરીશ તો તમે મારી પાછળ શું કરશો ?”. જ્યારે હું તેમના પરિવાર સાથે રહેવા માટે વડનગર ગઈ ત્યારે તેમણે મને કહેલું કે “તમે હજી નાના છો અત્યારે તમે તમારા સાસરે કેમ આવો છો. આમ કરવાને બદલે તમારે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ”.

જાણો શું કહે છે જશોદાબેન તેમના અને પીએમ સાથેના સંબંધો વિશે

image source

જશોદાબેને વધુમાં કહ્યું હતું કે, ” ઘર છોડવાનો નિર્ણય મારો પોતાનો હતો. અમારી વચ્ચે ક્યારેય કોઈ સંઘર્ષ થયો ન હતો. તેમણે મારી સાથે ક્યારેય આરએસએસ વિશે કે તેમના રાજકીય વલણ વિશે વાત કરી નથી. જ્યારે તેમણે મને કહ્યું કે તે તેમની ઇચ્છા મુજબ દેશભરમાં ફરશે, ત્યારે મેં તેમને કહ્યું હતું કે હું તેમની સાથે જોડાવા માંગુ છું. જો કે, ઘણા પ્રસંગ સમયે જ્યારે હું મારા સાસરે જતી ત્યારે તેઓ હાજર ન હતા. થોડા સમયમાં તેમણે ઘરે આવવાનું ઓછું કરી દીધું અને એક સમય બાદ મેં પણ ત્યાં જવાનું છોડી દીધું અને મારા પિતાને ત્યાં આવી અભ્યાસ કર્યો અને આગળ વધી. “આગળ જતા તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને શિક્ષિકા તરીકે કારકીર્દી બનાવી અને હાલમાં તેઓ શિક્ષિકાના કાર્યમાંથી નિવૃત્તિ મેળવી ચૂક્યા છે. તેઓ પ્રાર્થનામય શાંત જીવન જીવે છે.

Exit mobile version