“ગજબ કા હી દિન….” સોન્ગ પર પવનદીપે કર્યો અરુણીતા સાથે રોમેન્ટિક ડાન્સ, યુઝરે કહ્યું કે લગ્ન ક્યારે છે

ભલે ઇન્ડિયન આઇડલની 12મી સિઝન ખતમ થઈ ચૂકી હોય અને એના વિનર પવનદીપ રાજન બની ચુક્યા છે પણ સોશિયલ મીડિયા પર એમનો ક્રેઝ હજી પણ જડવાયેલો છે. લોકો અરુણીતા કાંજીવાલા અને પવનદીપ રાજનની જોડીને ખૂબ જ પ્રેમ કરે છે જેનો એલ નવો નમૂનો હાલમાં જ શેર કરવામાં આવેલો આ વિડીયો છે જેમાં પવનદીપ રાજન, અરુણીતા કાંજીવાલા સાથે સુહાના મોસમની મજા લેતા રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે.

image source

હાલમાં જ પવનદીપ રાજન અને અરુણીતા કાંજીવાલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં બન્ને મસ્ત મજાના મોસમની મજા લઈ રહેલા રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે. આ વીડિયોને પવનદીપ રાજને એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. એ પછી ફેન્સ આ જોડીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે સાથે જ કમેન્ટ સેક્શનમાં પણ જબરદસ્ત પ્રેમ વરસાવી રહ્યા છે.

image source

વાત જાણે એમ છે કે ઇન્ડિયન આઇડલ 12માં આ જોડીને સિગિંગ સિવાય એમના બોન્ડિંગ માટે દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. લોકોએ આ જોડીને ખૂબ પસંદ કરી અને હજી પણ પસંદ કરી રહ્યા છે. શોમાં સૌથી વધુ લોકોને એમના તરફ પવનદીપ રાજન અને એમની કથિત ગર્લફ્રેન્ડ અરુણીતા કાંજીવાળાએ જ ખેંચ્યા હતા. ઇન્ડિયન આઇડલ 12ની ટ્રોફી જ્યાં પવનદીપ રાજને જીતી હતી તો બીજા સ્થાન પર ટ્રોફીની મજબૂત કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહેલી અરુણીતા કાંજીવાલા જ હતી.

image source

હવે ગજબ કા હે દિન….સોંગપર આ જોડીનો રોમેન્ટિક ડાન્સ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં પવનદીપ રાજન અને અરુણીતા કાંજીવાલાને જેડબ્લ્યુ મેરિયટમાં જોવામાં આવ્યા છે. એમને લિપ સિંક કર્યું અને ગીત પર પરફોર્મ પણ કર્યું. આ વીડિયો જોયા પછી એમના ફેન્સ ખૂબ જ નવાઈ પામ્યા. એટલે સુધી કે એક ફેને તો એ પણ પૂછી લીધું કે લગ્ન ક્યારે છે?

image source

પવનદીપ રાજન અને અરુણીતા કાંજીવાલનો આ વીડિયો અત્યાર સુધી લાખો લોકો દ્વારા જોવાઇ ચૂકયો છે. તો યુઝર પણ એના પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આ વીડિયો જોયા પછી મારુ રિએક્શન છે કે” સોચ્તા હું કે વો કિતને માસૂમ થે ક્યાં સે ક્યાં હો ગયા દેખતે દેખતે. તો ઘણા બધા ફેન્સે દિલનું ઇમોજી કમેન્ટ સેક્શનમાં નાખ્યું છે.

તમને જણાવી દઈએ કે પવનદીપ રાજન અને અરુણીતા કાંજીવાલા હાલમાં જ મુંબઈમાં એક જ એપાર્ટમેન્ટમાં ઘર લીધું છે. જો કે એમના રિલેશન પર બન્ને કહી ચુક્યા છે કે એ ફક્ત સારા મિત્રો છે બીજું કંઈ નહીં.