આને કહેવાય નસીબ..અપનાવો આ આઇડિયા અને કમાવો લાખો રૂપિયા, વાંચો માત્ર ટાઇમપાસ માટે શરૂ કરેલા આ બિઝનેસે માણસને કેટલો ટોપ પર પહોંચાડી દીધો…

ગત વર્ષે કોરોના વાયરસ સંક્રમણના લીધે આખા દેશમાં સતત બે મહિના સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને આ જ કારણે આખા દેશના લોકોને પોતાના ઘરમાં જ ફરજીયાતપણે રહેવાનું આવ્યું હતું. આ સમય દરમિયાન ઘણા બધા લોકો એવા હતા જેમણે ઘરે રહીને ભોજન બનાવવાથી લઈને બીજી ઘણી બધી વસ્તુઓને બનાવવા માટે ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા હતા. ત્યાં જ કેટલાક લોકો એવા પણ છે જેમણે પોતાની જાતે કરેલ પ્રયોગને જ પોતાનો બિઝનેસ તરીકે પણ અપનાવી લીધો છે. દેશમાં ઘણા બધા લોકો એવા છે જેમના માટે લોકડાઉનનો સમયગાળો મુશ્કેલીભર્યા સમયને અવસરમાં ફેરવી દે છે. તેની મદદથી તેમણે પોતાની આવકનો નવો માર્ગ પણ શોધી લીધો છે. હવે જયારે કોરોના વાયરસના લીધે લાગુ કરવામાં આવેલ લોકડાઉનને એક વર્ષ થઈ ગયું છે. ત્યારે હવે અમે આપને એવા કેટલાક વ્યક્તિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના અનોખા વિચારની મદદથી જ કરી રહ્યા છે લાખોની કમાણી.

image source

આજે આ લેખમાં અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે, તે વ્યક્તિઓએ એવું શું કર્યું છે. આ સાથે જ આપને એ પણ જણાવીશું કે, આપ આ ફિલ્ડને સંબંધિત કોઈ કાર્ય કરી શકો છો. આમ કરવા માટે આપ તે વ્યક્તિઓનો આઈડિયા પણ અપનાવી શકો છો. ચાલો જાણીએ આવી વ્યક્તિઓની સફર વિશે…

ઘરે બનેલ ભોજનની બનાવી દીધી વેબસાઇટ.

image source

લોકડાઉનના સમય દરમિયાન સૂર્યાઅંશુ પાંડા અને પ્રીતમ નામની બે વ્યક્તિઓએ સાથે મળીને એક વેબસાઈટની શરૂઆત કરવામાં આવી હતી. સુર્યાંશુ પાંડા અને પ્રીતમની આ વેબસાઈટની વિશેષતાએ છે કે, તેઓ ઘરે બનાવવામાં આવેલ ભોજનને લોકો સુધી પહોચાડે છે. આમ કરવાથી ના ફક્ત જે વ્યક્તિઓ ઘરની બહાર રહે છે તેમના સુધી ઘરનું ભોજન પહોચે છે ઉપરાંત આ વેબસાઈટની મદદથી તેઓ હોમ સેફને પણ આ વેબસાઈટ સાથે જોડી રહ્યા છે. જેથી કરીને એવી વ્યક્તિઓને રોજગાર મળી રહ્યો છે જેઓ ઘરે રહીને જ ભોજન બનાવી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ ભુવનેશ્વરમાં કરવામાં આવ્યું છે જેનું ના ChefJunction.

સુરતમાં રહેતા આ યુવાનોના વિચારે કરી દીધો કમાલ.

image source

સુરતમાં રહેતા બે યુવાનો દિશાંત ગાંધી અને આલોક કુમાર આ બંનેએ દેશમાં લોકડાઉન થવા દરમિયાન એવું દિમાગ લગાવ્યું કે, આજે તેમનું પોતાનું એક પ્લેટફોર્મની શરુઆત કરી આ પ્લેટફોર્મનું નામ Gradeazy. દિશાંત અને આલોક દ્વારા બનાવવામાં આવેલ આ પ્લેટફોર્મને એજ્યુકેશન સંસ્થાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. ખરેખરમાં લોકડાઉન દરમિયાન અને અત્યારના સમયમાં પણ ઘણી બધી સંસ્થાઓ એવી છે જેઓ આ પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓની ઓનલાઈન અભ્યાસ કરાવી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં તે એજ્યુકેશન સંસ્થાઓને પોતાના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેની વ્યવસ્થા કરીને ત્યાર બાદ આ પ્લેટફોર્મના માધ્યમથી ઘણી બધી સંસ્થાઓ ઓનલાઈન પરીક્ષા લઈ રહ્યા છે અને આ વાતનો લાભ અન્ય બાળકોને પણ થઈ રહ્યો છે.

સ્વાતિએ કેકના બિઝનેસની શરુઆત કરી.

image source

લોકડાઉન દરમિયાન કેટલીક ગૃહિણીઓ દ્વારા પણ કઈક નવું કરવામાં આવ્યું છે. આવા જ એક ગૃહિણી છે સ્વાતિ. સ્વાતિએ જયારે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તે સમયે પોતાનો સમય પસાર કરવા માટે કેક બનાવી રહી હતી. પરંતુ ત્યાર પછી જેમ જેમ લોકો સ્વાતિ દ્વારા બનાવવામાં આવેલ કેકને જોતા ગયા તેમ તેમ સ્વાતિ દ્વારા બનાવવામાં આવેલ કેકના ખુબ જ વખાણ થવા લાગ્યા. એટલા માટે સ્વાતિએ કેક બનાવવાનો બિઝનેસ પણ શરુ કરી દે છે. સ્વાતિને આ નવા બિઝનેસની મદદથી રોજના ઘણા ઓર્ડર મળી રહ્યા છે અને સ્વાતિ ઘરે રહીને જ ઘણી સારી કમાણી કરી લે છે.

નાના શહેરોને ધ્યાનમાં રાખતા શરુ કરવામાં આવ્યો આ વેપાર.

image source

બોકારોમાં રહેતા બે યુવાનો અભિષેક મિશ્રા અને કુંદન મિશ્રાએ પણ કંપનીઓની જાહેરાત કરવા માટે મર્ચેંડાઈસ બનાવવાનું કામ શરુ કર્યું છે. ત્યારે હવે આ આ બંને યુવાનો કંપનીઓ માટે ટી- શર્ટ, માસ્ક વગેરે વસ્તુઓને પ્રિન્ટ પણ કરવા લાગ્યા છે જેની મદદથી તેમણે થોડાક સમયમાં જ ઘણો વધારે લાભ થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!