Site icon News Gujarat

ભગવાન કરે રાજ જેલમાં સડતો રહે…. જાણો શા માટે કહ્યું યૂટ્યૂબરે આવું

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર એક પછી એક મુસીબતો જાણે વરસાદની જેમ વરસી રહી છે. અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને પોતાની એપ પર રિલીઝ કરવાના આરોપમાં ફસાયેલા રાજ કુંદ્રાને લઈ લોકો અલગ અલગ વાત હવે સામે લાવી રહ્યા છે. તેને લઈ ઘણા સીલેબ્સ ખુલાસા કરી ચુક્યા છે તેવામાં હવે યૂટ્યૂબરનું નામ પણ જોડાઈ ગયું છે.

image source

વિવાદોમાં ફસાયેલા રાજ કુંદ્રા વિશે જાણીતી યૂટ્યૂબરે ખુલાસો કર્યો છે કે રાજ કુંદ્રાએ તેને પણ તેની એપ હોટશોટ્સ માટેના વીડિયોમાં કામ કરવા ઓફર કરી હતી. જાણીતી યૂટ્યૂબર પુનીત કૌરે પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાત કહી હતી. તેણે રાજ કુંદ્રા વિશે એમ પણ કહ્યું કે, તે જેલમાં સડે તેવી તેની ઈચ્છા છે.

image source

પુનીત કૌરે ઈંસ્ટા સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, શું તમને વેરિફાઈડ ડીએમ વીડિયો યાદ છે ? તેણે મને પણ હોટશોટ્સ એપ માટે કામ કરવા ઓફર કરી હતી. તેણે આ કેપ્શન સાથે કેટલાક ન્યૂઝ કટિંગ્સ પણ શેર કર્યા છે.

image source

તેણે આગળ લખ્યું કે, ભગવાન કરે કે રાજ કુંદ્રા જેલમાં જ સડતો રહે. તેણે પોતાની ઈંસ્ટા સ્ટોરી પર કેપ્શન લખ્યું કે, ‘ આ વ્યક્તિ લોકોને ફસાવી રહ્યો છે. જ્યારે મને રાજ કુંદ્રાનો ડીએમ આવ્યો હતો ત્યારે મને શરુઆતમાં લાગ્યું કે તે એક સ્પેમ મેસેજ છે. ‘ આ પછી તેણે રાજ કુંદ્રાથી સંબંધિત સ્ક્રીન શોટ શેર કર્યા હતા.

image source

જણાવી દઈએ કે પુનીત કૌર પહેલી વ્યક્તિ નથી જેણે રાજ કુંદ્રા વિશે આવી વાત કરી હોય. રાજ કુંદ્રા પર ગંભીર આરોપ લગાવનાર લોકોમાં પૂનમ પાંડે અને સાગરિકા શોના સુમનનો પણ સમાવેશ થાય છે. સાગરિકા શોનાએ જણાવ્યું હતું કે એક વીડિયો કોલમાં તેનું વર્ચ્યુઅલ ઓડિશન ચાલી રહ્યું હતું ત્યારે તેને કોલમાં હાજર એક વ્યક્તિએ ન્યૂડ ઓડિશન આપવા કહ્યું હતું. આ વ્યક્તિએ તેનો ચહેરો ઢાંકી રાખ્યો હતો પરંતુ તેને શંકા છે કે તે રાજ કુંદ્રા જ હતો. રાજની આ વાત સાંભળી તેણે ઓડિશન આપવાથી ના કહી દીધી હતી.

image source

અશ્લીલ કંટેંટ બનાવવાના કેસમાં મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની ધરપકડ કરી છે અને હાલ તેની પુછપરછ ચાલી રહી છે. પોલીસની તપાસમાં પણ રાજ વિરુદ્ધ ઘણા પુરાવા મળ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં રાજ કુંદ્રા સહિત 11 લોકોની ધરપકડ થઈ છે.

Exit mobile version