વેક્સિનેશનને લઈ મોટી વાત, ગુજરાતમાં વેક્સિન લેવામાં વિકસિત કરતાં પછાત જિલ્લાઓની મહિલાઓ આગળ, જુઓ આંકડા

આખા વિશ્વમાં અને ભારતમાં તેમજ ગુજરાતમાં હાલમાં મોટી સંખ્યામાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રસી એ જ માત્ર એક ઉપાય છે અને સાથે સાથે જ હાલમાં રાજ્ય સરકાર રસીકરણને લઈ ભારે કામગીરી કરી છે. તો વળી એક વાત એ પણ બહાર આવી છે કે જ્યારથી કોરોના મહામારીએ ગુજરાતને બાનમાં લીધું ત્યારથી લઈ અત્યારસુધી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થયા છે. પરંતુ હાલની વાત કરીએ તો રાજ્યમાં હાલ 18 વર્ષથી ઉપરના વયજૂથના તમામ લોકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. 7 જૂન સુધીમાં રાજ્યમાં 1 કરોડ 43 લાખ 24 હજારને પ્રથમ ડોઝ અપાય ચૂક્યા છે, જેમાં 77 લાખ 41 હજાર પુરુષોએ અને 65 લાખ 83 હજાર મહિલાઓએ વેક્સિન લીધી છે. આમ પુરુષો કરતાં સ્ત્રીઓ વેક્સિન લેવા મામલે પાછળ છે.

image source

જો કે વાત એવી છે કે 21મી સદીમાં મહિલાઓ પુરુષ સમોવડી બની ચૂકી હોવાનું કહેવાય છે, પણ વેક્સિનેશન મામલે હજુ પણ પાછળ છે. આશ્ચર્યની વાત તો એ છે કે રાજ્યના પછાત ગણાતા આદિવાસી જિલ્લાઓની મહિલાઓ પુરુષોની સમાંતર આવીને ઊભી છે, જ્યારે આર્થિક અને શૈક્ષણિક રીતે વિક્સિત એવાં 5 મહાનગરની મહિલાઓ પુરુષો કરતાં પાછળ છે. આ જિલ્લાઓની મહિલાઓ વેક્સિન લેવા મામલે પુરુષો કરતાં પાછળ છે.

image source

વેક્સિન લીધા બાદ ઓછું સંક્રમણ છે એવા વિસ્તારની વાત કરીએ તો સૌથી ઓછું સંક્રમણ છે એવા દાહોદ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરની મહિલાઓ વેક્સિન લેવા મામલે પુરુષોની સમાંતર ઊભી છે એવી પણ વાત જાણવા મળી રહી છે. જો વિગતે વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં વેક્સિન લેવા મામલે પુરુષો કરતાં મહિલાઓ આગળ છે. નવસારીમાં 1 લાખ 48 હજાર પુરુષો સામે 1 લાખ 56 હજાર મહિલા વેક્સિન લઈ ચૂકી છે, જ્યારે દાહોદ અને ડાંગમાં તો પુરુષો કરતાં માત્ર 1000 ઓછી મહિલાઓએ વેક્સિન લીધી છે.

image source

જો કે આ જિલ્લાની હાલત જોયા બાદ મેગાસિટીની વાત કરીએ તો બીજી બાજુ અમદાવાદમાં પુરુષો કરતાં વેક્સિન લેનારી મહિલાઓની સંખ્યા 2.50 લાખ ઓછી છે તેમજ સુરતમાં પણ એ જ રીતે પુરુષો કરતાં વેક્સિન લેનારી મહિલાઓની સંખ્યા 2.42 લાખ ઓછી છે. હાલની માહિતી પ્રમાણે ગુજરાતમાં અત્યારસુધીમાં 8 લાખ 17 હજાર 707 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં 5 લાખ 33 હજાર 612 કેસ નોંધાયા છે,

image source

જે કુલ કેસના 60 ટકાથી વધુ છે, જ્યારે પછાત ગણાતા જિલ્લાઓ એવા દાહોદ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં 42,710 કેસ નોંધાયા છે, જે કુલ કેસના 5 ટકા પણ નથી. ત્યારે હાલમાં પણ વેક્સિનની કામગીરી જોરોશોરોથી ચાલી રહી છે અને લોકો વેક્સિન લેવા માટે ઉત્સાહિત પણ દેખાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *