દારુના વેચાણને લઈ દિલ્હી સરકારનો મોટો નિર્ણય, હવેથી નહીં કરે આ કામ

આમ આદમી પાર્ટીના વડપણ વાળી દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નવી આબકારી નીતિ હેઠળ સરકારી દારૂની દુકાનો બંધ કરવામાં આવશે,. જોકે 17 નવેમ્બરથી નવું લાઇસન્સ અમલમાં આવે ત્યાં સુધી દારૂનું વેચાણ આ દુકાનોમાં ચાલુ રહેશે. મહત્વનું છે કે દિલ્હીમાં 850 રિટેલ લીકર શોપ્સમાંથી લગભગ 60 ટકા દુકાનો દિલ્હી સરકારની એજન્સીઓ દ્વારા જ ચલાવવામાં આવી રહી છે.

image source

કેજરીવાલ સરકારની નવી આબકારી નીતિ હેઠળ, ખાનગી વિક્રેતાઓ દ્વારા દારૂના છૂટક વેચાણ માટેના નવા લાયસન્સ 17 નવેમ્બરથી અમલમાં આવશે અને આ સાથે સરકાર આ વેપારમાંથી બહાર નીકળી જશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, અહીંના આબકારી વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 2021-22 માટે, રાજધાની દિલ્હીના લોકોને દારુની સરળ સપ્લાય માટે હાલ દરેક પ્રકારના હોલસેલ લાયસન્સને 30 સપ્ટેમ્બર પછી 16 નવેમ્બર સુધી માન્ય રાખવામાં આવશે.

image source

જેનો અર્થ એમ છે કે 17 નવેમ્બરના રોજ નવી નીતિ લાગૂ થાય તેના એક દિવસ અગાઉ સુધી આ વ્યવસ્થા અમલી રહેશે. જો કે સાથે આ સમયગાળા દરમિયાન છૂટક વેચાણ માટેની તમામ સરકારી દારૂની દુકાનો પણ ચાલુ રહેશે એ બાબતની પણ આદેશમાં ચોખવટ કરવામાં આવી છે.

સરકારે લાયસન્સનો સમયગાળો વધાર્યો

image source

રાજધાનીમાં દિલ્હી સરકારે નવી આબકારી નીતિ 2021-22 ને મંજૂરી આપી છે,
જેમાં લીકર ઉપલબ્ઘ કરાવતી હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટમાં લાયસન્સનો સમયગાળો પણ વધાર્યો છે. આ માટેના સરકારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે 30 સપ્ટેમ્બર 2021 પછી તમામ હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટ માટે તેમના કેમ્પસમાં દારૂ આપવાના પરવાના 16 નવેમ્બર 2021 સુધી ચાલુ રહેશે.

સરકારને મોટો મળશે લાભ

image source

રાજધાનીમાં દારૂના વ્યવસાયમાં પરિવર્તન લાવવા અને સરકારને મોટી આવક લાવવાના હેતુથી નવી આબકારી નીતિ લાવવામાં આવી રહી છે. દિલ્હીમાં કુલ 850 રિટેલ દારૂની દુકાનોમાંથી લગભગ 60 ટકા દિલ્હી સરકારની એજન્સીઓ ચલાવે છે, જ્યાં લોકોને લીકર ખરીદવાનો અનુભવ બહુ સારો નથી. સરકારી દારૂની દુકાનો ખાનગી દુકાનો કરતા ઓછી આવક આપે છે. નવી આબકારી નીતિ હેઠળ દિલ્હીને 32 રિટેલ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેમાંથી 20 ની હરાજી કરવામાં આવી છે. ગયા મહિને, સરકારે આ 20 રિટેલ ઝોન માટે ડ્રોના પ્રારંભિક રાઉન્ડમાંથી ઓછામાં ઓછા 5,300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બાકીના 12 ઝોનની હરાજી પ્રક્રિયા ચાલી રહી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે તેમની બિડ આગામી સપ્તાહે યોજાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવી આબકારી નીતિથી સરકારની આવકમાં 20 ટકાનો વધારો થઈ શકવાની પૂરેપૂરી સંભાવના છે.